પીએમ મોદીએ મહારાણી એલિઝાબેથના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું, કહ્યું- એક મહાનુભાવ તરીકે યાદ કરવામાં આવશે

|

Sep 08, 2022 | 11:53 PM

બ્રિટનની મહારાણી એલિઝાબેથનું 96 વર્ષની વયે નિધન થયું છે. મહારાણી છેલ્લા ઘણા કલાકોથી ડોક્ટરની દેખરેખમાં હતા. આ દરમિયાન તેમના પુત્રો પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ એન્ડ્ર્યુ બાલમોરલ પહોંચી ગયા હતા.

પીએમ મોદીએ મહારાણી એલિઝાબેથના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું, કહ્યું- એક મહાનુભાવ તરીકે યાદ કરવામાં આવશે
પીએમ મોદીએ મહારાણીના નિધન પર દુખ વ્યક્ત કર્યુ
Image Credit source: Narendra Modi

Follow us on

બ્રિટનની (Britain)મહારાણી એલિઝાબેથનું (Queen Elizabeth )96 વર્ષની વયે અવસાન થયું છે. રાજવી પરિવારે તેમના મૃત્યુની જાણકારી આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું, “મહારાણી મહારાણી એલિઝાબેથ દ્વિતીયને આપણા સમયની પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે તેમના રાષ્ટ્ર અને લોકોને પ્રેરણાદાયી નેતૃત્વ પૂરું પાડ્યું. તેમણે જાહેર જીવનમાં ગૌરવ અને શાલીનતા દર્શાવી. તેમના મૃત્યુથી હું દુઃખી છું. આ દુઃખના સમયે મારા વિચારો તેમના પરિવાર અને બ્રિટનના લોકો સાથે છે.”

અન્ય એક ટ્વીટમાં (PM MODI)પીએમ મોદીએ કહ્યું કે, “2015 અને 2018માં યુકેની મારી મુલાકાત દરમિયાન, મેં રાણી એલિઝાબેથ દ્વિતીય સાથે યાદગાર મુલાકાતો કરી હતી. હું તેની હૂંફ અને દયા ક્યારેય ભૂલીશ નહીં. એક સભા દરમિયાન તેમણે મને મહાત્મા ગાંધીએ તેમના લગ્નમાં ભેટમાં આપેલો રૂમાલ બતાવ્યો. હું હંમેશા આ ચેષ્ટાનું સન્માન કરીશ.”

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

“આજે સવારે તેણીના સ્વાસ્થ્યના વધુ મૂલ્યાંકન પછી, રાણીના ડોકટરો રાણીના સ્વાસ્થ્ય માટે ચિંતિત છે અને તેણીને તબીબી દેખરેખ હેઠળ રહેવાની સલાહ આપી છે,” બકિંગહામ પેલેસના એક નિવેદનમાં જણાવાયું છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ‘રાણી હાલમાં આરામ કરી રહી છે.’ બકિંગહામ પેલેસ માટે આ પ્રકારનું નિવેદન આપવું ખૂબ જ અસામાન્ય છે.

 


દીકરો, પૌત્ર બાલમોરલ પહોંચે છે

રાણીનો પુત્ર, પ્રિન્સ ચાર્લ્સ, તેની પત્ની, ડચેસ ઓફ કોર્નવોલ, કેમિલા સાથે બાલમોરલ ખાતે છે. તેમના પૌત્ર, ડ્યુક ઑફ કેમ્બ્રિજ, અન્ય પુત્રો, ડ્યુક ઑફ યોર્ક અને અર્લ ઑફ વેસેક્સ અને તેમની પત્ની, કાઉન્ટેસ ઑફ વેસેક્સ સોફી, સ્થાનિક સમય પ્રમાણે સવારે 4 વાગ્યે એબરડિન એરપોર્ટ પર પહોંચ્યા.

અટકળો વિશે ચેતવણી

ડ્યુક ઓફ સસેક્સ પ્રિન્સ હેરી પણ બાલમોરલ ખાતે આવી રહ્યા છે. એક પ્રવક્તાએ કહ્યું કે તેની પત્ની મેઘન તેની સાથે બાલમોરલ આવી રહી નથી. દરમિયાન, પાયાવિહોણી અટકળોને લઈને ચેતવણી પણ આપવામાં આવી છે. જો કે, મંગળવારે, રાણીએ તાજેતરમાં ચૂંટાયેલા વડા પ્રધાન લિઝ ટ્રુસની નિમણૂક પર હસતાં હસતાં ફોટા પાડ્યા હતા. બાદમાં તેમની તબિયત લથડી હતી અને ડોકટરો સતત તેમની સંભાળ રાખતા હતા.

Published On - 11:39 pm, Thu, 8 September 22

Next Article