PM મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન ટોક્યોમાં મળશે, ચીનના પડકારનો સામનો કરવા કરાશે ચર્ચા

|

Apr 28, 2022 | 11:29 AM

ક્વાડ સમિટમાં ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકા સામેલ છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ઈન્ડો-પેસિફિકમાં (Indo-Pacific) ચીનના પડકારનો સામનો કરવાનો છે.

PM મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન ટોક્યોમાં મળશે, ચીનના પડકારનો સામનો કરવા કરાશે ચર્ચા
Prime Minister Narendra Modi and US President Joe Biden

Follow us on

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden) આવતા મહિને દક્ષિણ કોરિયા અને જાપાનની મુલાકાત લેશે. બાઈડન ટોક્યોમાં ક્વાડ સમિટમાં (Quad Summit) ભાગ લેશે. ટોક્યોમાં (Tokyo) તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) પણ મળશે. એવું માનવામાં આવે છે કે બંને નેતાઓ ચીન સાથેના વ્યવહાર અંગે વ્યક્તિગત રીતે ચર્ચા કરશે. વ્હાઇટ હાઉસે આ જાણકારી આપી છે. બાઈડન 20 થી 24 મે દરમિયાન દક્ષિણ કોરિયા અને જાપાન જશે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ બુધવારે જણાવ્યું હતું કે, આ મુલાકાત મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક માટે બાઈડન-હેરિસ વહીવટીતંત્રની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરશે.

બાઈડન દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ અને જાપાનના વડાપ્રધાન કિશિદા ફ્યુમિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ નેતાઓ અમારા મહત્વપૂર્ણ સુરક્ષા સંબંધોને વધુ ગાઢ બનાવવા, આર્થિક સંબંધો વધારવા અને અમારા ગાઢ સહકારને વિસ્તારવા માટેની તકો અંગે ચર્ચા કરશે, એમ સાકીએ જણાવ્યું હતું. ટોક્યોમાં રાષ્ટ્રપતિ બાઈડન ક્વાડના નેતાઓને પણ મળશે. આ મુલાકાત સંબંધિત અન્ય માહિતી ટૂંક સમયમાં શેર કરવામાં આવશે. ક્વાડ સમિટમાં ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકા સામેલ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઈન્ડો-પેસિફિકમાં ચીનના પડકારનો સામનો કરવાનો છે.

ચીનની ધમકીને ભૂલ્યું નથી અમેરિકા

આવતા મહિને ક્વાડ સમિટ યોજવાની જાહેરાત કરીને અમેરિકાએ યુક્રેનમાં યુદ્ધ હોવા છતાં દર્શાવ્યું છે. પરંતુ તેનું ધ્યાન હજુ પણ ઈન્ડો-પેસિફિક પર છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તે ચીનની ધમકીને ભૂલ્યું નથી અને યુક્રેનની સાથે સાથે ચીન પણ તેનો મુખ્ય એજન્ડા છે. જોકે, ક્વાડ સમિટનો એજન્ડા નક્કી કરવાનો બાકી છે. અહીં નોંધનીય બાબત એ છે કે ક્વાડને ચીનને રોકવાની શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ભારત માને છે કે ચાર દેશોના આ સમૂહ દ્વારા ઈન્ડો-પેસિફિકમાં કાયદાનું શાસન ચાલે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

શું છે ક્વાડ ?

હિંદ મહાસાગરમાં આવેલ સુનામી પછી ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને યુએસએ અનૌપચારિક જોડાણ કર્યું. તેમનો હેતુ આપત્તિ રાહત પ્રયાસોમાં સહકાર આપવાનો હતો. 2007 માં, જાપાનના તત્કાલિન વડા પ્રધાન, શિન્ઝો આબે, આને ચતુર્ભુજ સુરક્ષા સંવાદ અથવા ક્વાડ તરીકે ઔપચારિક બનાવ્યું. 2017 માં ચીન તરફથી ધમકીઓનો સામનો કર્યા પછી, ક્વાડે નિયમો-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સ્થાપિત કરવા માટે નિર્ધારિત મિકેનિઝમ બનાવીને તેના ઉદ્દેશ્યોનો વિસ્તાર કર્યો. ચીનના પ્રભાવનો સામનો કરવા, કોવિડ પછીની મુત્સદ્દીગીરી વધારવા, હિંદ મહાસાગરમાં સુરક્ષા પૂરી પાડવા અને નિયમો આધારિત બહુધ્રુવીય વિશ્વ હાંસલ કરવામાં ક્વાડ ભારત માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ પણ વાંચોઃ

PM મોદી આજે આસામની મુલાકાતે, 6 કેન્સર હોસ્પિટલનુ લોકાર્પણ, 500 કરોડની યોજનાઓનો શિલાન્યાસ કરશે

આ પણ વાંચોઃ

ન્યૂયોર્ક કોર્ટના આદેશથી USના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો, દરરોજ ચૂકવવો પડશે 10,000 ડોલરનો દંડ !

 

Next Article