Plane Crash: ઇટલીમાં બે માળની ઇમારત સાથે અથડાયા બાદ પ્લેન ક્રેશ થયું, બાળક સહિત આઠ લોકોના થયા મોત

|

Oct 03, 2021 | 9:42 PM

Plane Crash: ઇટાલીના રોમના મિલાન ઉપનગરમાં રવિવારે એક વિમાન બે માળની ખાલી ઇમારત સાથે ટકરાયું અને ક્રેશ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.

Plane Crash: ઇટલીમાં બે માળની ઇમારત સાથે અથડાયા બાદ પ્લેન ક્રેશ થયું, બાળક સહિત આઠ લોકોના થયા મોત
Plane Crash in Italy

Follow us on

Small Plane Crashed into Building in Italy: ઇટાલીના રોમના મિલાન ઉપનગરમાં રવિવારે એક નાનું વિમાન બે માળની ખાલી ઇમારત સાથે ટકરાયું અને ક્રેશ થયું. એક ઇટાલિયન ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં (Milan Plane Crash) વિમાનમાં સવાર તમામ છ મુસાફરો અને ક્રૂના બે સભ્યોના મોત થયા છે. ન્યૂઝ એજન્સી ‘લા પ્રેસ’એ ઘટનાસ્થળે હાજર ફાયર ફાઇટર્સને ટાંકીને કહ્યું કે, વિમાનના પાયલોટ અને પાંચ મુસાફરો મૃત્યુ પામ્યા છે.

જોકે, બાદમાં લાપ્રેસ અને અન્ય માધ્યમોમાં અહેવાલો આવ્યા કે, વિમાનમાં એક બાળક સહિત આઠ લોકો સવાર હતા. રાજ્ય સંચાલિત રાય ટીવી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, મુસાફરો કદાચ ફ્રાન્સના નાગરિકો હતા. વિમાનમાં સવાર લોકો સિવાય, આ અકસ્માતમાં અન્ય કોઈ જાનહાનિ થઈ ન હતી (Small Plane Crashed in Italy). વિમાન મિલાન નજીકના નાના શહેર સાન ડોનાટો મિલાનીઝના સબવે સ્ટેશન નજીક ક્રેશ થયું.

પાર્કિંગ કારમાં પણ આગ લાગી હતી

જે ઈમારતમાં વિમાન ટકરાયું હતું તેમાં આગ લાગી હતી. અગ્નિશામકોએ જણાવ્યું હતું કે, નજીકના પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાં પણ આગ લાગી હતી. રાહતની વાત એ છે કે પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોમાં કોઈ હાજર ન હતું. ઘટના સ્થળેથી નીકળતા કાળા ધુમાડાને કેટલાક કિલોમીટર દૂરથી જોઇ શકાય છે (Plane Crash Latest News). ન્યૂઝ ચેનલ સ્કાય ટીજી 24 એ અહેવાલ આપ્યો છે કે, વિમાન મિલાનના લિનેટ એરપોર્ટ અને ઇટાલીના સાર્દિનિયા ટાપુ વચ્ચે ઉડાન ભરી રહ્યું હતું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અમેરિકામાં પણ વિમાન ક્રેશ થયું હતું

ગયા મહિનાની શરૂઆતમાં અમેરિકામાંથી પણ આવા સમાચાર આવ્યા હતા. ઉત્તર વિસ્કોન્સિનમાં અહીં એક નાનું વિમાન ક્રેશ થયું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) ના પ્રવક્તા એમ્મા ડંકને જણાવ્યું હતું કે બે એન્જિનવાળા રોકવેલ 690 બી ઇગલ નદીથી 12 માઇલ (19 કિમી) પૂર્વમાં એક સ્વેમ્પમાં ક્રેશ થયું (Plane Crash in US) હતું. દુર્ઘટના સમયે વિમાનમાં ત્રણ લોકો સવાર હતા. ‘ડબ્લ્યુએસએડબ્લ્યુ ટીવી’ ના સમાચાર અનુસાર, ડંકને કહ્યું કે, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (એનટીએસબી) આ ઘટનાની તપાસ કરશે.

 

આ પણ વાંચો: Aryan Khan Drug Case: કોઈ ફિલ્મના સીનથી કમ નથી આ રેઇડની કહાની, પાર્ટીમાં પ્રવેશવા રાખ્યો હતો આ સિક્રેટ કોડ

Next Article