શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે લોકોનું વિરોધ પ્રદર્શન યથાવત, સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ

|

Apr 18, 2022 | 7:04 AM

રાજપક્ષેની સરકાર પર ભ્રષ્ટાચાર અને કુશાસનનો વિરોધીઓ આરોપ લગાવી રહ્યા છે, 'ગો ગોટા ગો' ના નારા સાથે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે (Gotabaya Rajapaksa) અને વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે લોકોનું વિરોધ પ્રદર્શન યથાવત, સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ
People protest against sri lanka government

Follow us on

શ્રીલંકામાં (Sri Lanka) કેથોલિક ચર્ચે (Catholic Church)  રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના Gotabaya Rajapaksa) રાજીનામાની માંગ સાથે સરકાર વિરુદ્ધ પ્રદર્શનને સમર્થન આપ્યું છે. શ્રીલંકાના સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર ફાધર સિરિલ ગેમિની ફર્નાન્ડો, નેશનલ કેથોલિક સેન્ટર ફોર સોશિયલ કોમ્યુનિકેશન્સના ડિરેક્ટર અને ચર્ચના પ્રવક્તાએ એક કોન્ફરન્સમાં સમર્થનની જાહેરાત કરી. ફર્નાન્ડોએ કહ્યું કે કેથોલિક ચર્ચનું પણ માનવું છે કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ રાજીનામું આપવું જોઈએ. તમને જણાવી દઈએ કે, કોલંબોમાં (Colombo) સરકાર વિરુદ્ધ લોકોના વિરોધ પ્રદર્શનના આઠ દિવસ વીતી ચૂક્યા છે.

વધુમાં સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ઉભી થયેલી અટકળો પર પૂર્ણવિરામ મૂકતા કહ્યું કે, ગાલે ફેસ વિરોધ સ્થળ પર રવિવારે ઇસ્ટર પર ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયુ. આ પહેલા શનિવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિના આંતરરાષ્ટ્રીય ધાર્મિક બાબતોના સલાહકાર વાલપોલ પિયાનંદે કહ્યું હતું કે કેથોલિક ચર્ચને સરકાર સાથે ગેરસમજ ઉભી થઈ છે.

સરકાર પર ભ્રષ્ટાચાર અને ગેરવહીવટનો આરોપ

કોલંબોના ગાલે ફેસમાં શ્રીલંકાની સરકાર અને ખાસ કરીને રાજપક્ષે પરિવાર વિરુદ્ધ છેલ્લા ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. વિરોધીઓ રાજપક્ષેની સરકાર પર ભ્રષ્ટાચાર અને કુશાસનનો આરોપ લગાવી રહ્યા છે, ‘ગો ગોટા ગો’ ના નારા સાથે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આર્થિક સંકટને કારણે છેલ્લા ઘણા દિવસોથી શાસક રાજપક્ષે સરકાર વિરુદ્ધ મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. બિન-રાજકીય વિરોધમાં અત્યાર સુધી કોઈ રાજકીય ભાગીદારી જોવા મળી નથી, કારણ કે વિરોધીઓએ 225 સભ્યોની સંસદમાં પ્રતિનિધિત્વ કરતા તમામ પક્ષોને દોષી ઠેરવ્યા હતા.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

કોવિડ-19ની શરૂઆતથી જ શ્રીલંકાની અર્થવ્યવસ્થા પાટા પરથી ઉતરી

કોવિડ-19 રોગચાળો શરૂ થયો ત્યારથી શ્રીલંકાની અર્થવ્યવસ્થા (Srilanka Crisis) સતત કથળી રહી છે. શનિવારે સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને કોલંબો સ્ટોક એક્સચેન્જને દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે 18 એપ્રિલથી પાંચ ટ્રેડિંગ દિવસો માટે અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. ગહન આર્થિક સંકટ અને વિદેશી હૂંડિયામણની અછત વચ્ચે શ્રીલંકાને ઇંધણની આયાત માટે 500 કરોડ ડોલરની ભારતીય ક્રેડિટ લાઇનમાંથી થોડી રાહત મળી છે.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Pakistan: વડાપ્રધાન શાહબાઝ શરીફ આજે રાત્રે કેબિનેટ અંગે નિર્ણય લેશે, સોમવારે શપથ લઈ શકે છે ઘણા મંત્રીઓ

Next Article