વિમાન હાઇજેકિંગના ગુનામાં ભારત સહિત અન્ય દેશોમાં છે આ સજાનું પ્રાવધાન

|

Aug 24, 2021 | 4:26 PM

વિશ્વના મોટાભાગના અધિકારક્ષેત્રમાં વિમાન અપહરણની સજામાં આજીવન કેદ અથવા લાંબા સમયની જેલની છે. મોટાભાગના અધિકારક્ષેત્રમાં ફાંસીની સજા કાનૂની સજા છે, એરક્રાફ્ટ હાઇજેકિંગ એક કેપિટલ ગુનો છે.

વિમાન હાઇજેકિંગના ગુનામાં ભારત સહિત અન્ય દેશોમાં છે આ સજાનું પ્રાવધાન
સાંકેતિક તસ્વીર

Follow us on

અફઘાનિસ્તાનની (Afghanistan) રાજધાની કાબુલમાંથી યૂક્રેન (Ukraine)ના એક વિમાનને અજ્ઞાત લોકોએ હાઇજેક કરી લીધુ છે. આ વિમાન યૂક્રેની નાગરીકોને બહાર કાઢવા માટે અફઘાનિસ્તાન પહોંચ્યુ હતું. યૂક્રેનના ડેપ્યુટી વિદેશ મંત્રી યેગવેની યેનિને (Yevgeny Yenin) આ વાતની જાણકારી આપી છે.

મંત્રીએ કહ્યુ કે, ‘ગત રવિવારે કેટલાક લોકો દ્વારા અમારા વિમાનને હાઇજેક કરી લેવામાં આવ્યુ છે. મંગળવારે આ વિમાનને ગાયબ કરી દેવામાં આવ્યુ છે. યૂક્રેની લોકોને એરલિફ્ટ કરવાને બદલે વિમાનમાં સવાર કેટલાક લોકો તેને ઇરાન લઇ ગયા હતા. વિશ્વમાં વિમાન હાઇજેની અનેક ઘટનાઓ થઇ છે ત્યારે આ ઘટનાઓને લઇ ભારત સહિત અલગ અલગ દેશમાં સજાના શું પ્રાવધાન છે આવો જાણીએ.

વિશ્વના મોટાભાગના  અધિકારક્ષેત્રમાં (jurisdiction) વિમાન અપહરણની સજામાં આજીવન કેદ અથવા લાંબા સમયની જેલની છે. મોટાભાગના અધિકારક્ષેત્રમાં (jurisdiction) ફાંસીની સજા કાનૂની સજા છે. એરક્રાફ્ટ હાઇજેકિંગ એક કેપિટલ ગુનો છે, જેમાં ચીન, ભારત, લાઇબેરિયા અને યુએસના જોર્જિયા અને મિસિસિપીનો સમાવેશ થાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભારતમાં વિમાન અપહરણની ઘટના પર સજા 

વિમાન અપહરણ વિરોધી કાયદો સરકારી અધિસૂચના બાદ વર્ષ 2017ના જુલાઇ મહીનામાં લાગૂ કરવામાં આવ્યો હતો. આ કાયદા અંતર્ગત કોઇ પણ વ્યક્તિના મોત સ્થિતમાં મૃત્યુદંડ સુધીનુ પ્રાવધાન છે. 2016માં વિમાન અપહરણ વિરોધી અધિનિયમ આવ્યો તે પહેલા 1982નો જૂનો કાયદો ચાલતો હતો.

જૂના નિયમ અંતર્ગત બંધકો જેમાં વિમાન ચાઇલક દળના સભ્ય, યાત્રિઓ અને સુરક્ષાકર્મીઓની મોતની સ્થિતિમાં અપહરણકર્તાઓ વિરુધ્ધ સુનાવણી થઇ શકતી હતી. પરંતુ નવા કાયદા અંતર્ગત વિમાનમાં સવાર સુરક્ષાકર્મીઓ અથવા ગ્રાઉન્ડ સપોર્ટ સ્ટાફના મોતની સ્થિતિને પણ સામેલ કરવામાં આવી છે.

વિમાન અપહરણના અન્ય મામલામાં દોષીના અધિકાર વાળી ચલ-અચલ સંપત્તિને જપ્ત કરવા ઉપરાંત ઉંમર કેદ અને દંડની સજાનુ પણ પ્રાવધાન છે. ધમકી, અપરાધને અંજામ આપવાનો પ્રયાસ અથવા તેના માટે ઉકસાવા સહિત વિમાન અપહરણની વ્યાખ્યા અંદર કૃત્યોને સામેલ કરવામાં આવ્યા છે. આ કાનૂન અંતર્ગત જે પણ આવો કોઇ અપરાધ કરે છે અથવા અપરાધ માટે અન્ય લોકોને પ્રેરિત કરે છે, તેમને વિમાન અપહરણના અપરાધનો દોષી સમજવામાં આવશે.

 

આ પણ વાંચોઅત્યાર સુધીના 5 સૌથી મોટા અને ખતરનાક પ્લેન હાઇજેક, જેણે વિશ્વને હચમચાવી દીધું હતું

આ પણ વાંચો : કાબુલમાં યુક્રેનનું વિમાન થયુ હાઇજૈક, પોતાના નાગરીકોને સુરક્ષિત લાવવા પહોંચ્યુ હતુ અફઘાનિસ્તાન

Next Article