અત્યાર સુધીના 5 સૌથી મોટા અને ખતરનાક પ્લેન હાઇજેક, જેણે વિશ્વને હચમચાવી દીધું હતું

યુદ્ધગ્રસ્ત આફઘાનિસ્તાનમાં યૂક્રેનનું વિમાન હાઇજૈક થઇ ગયુ છે. આ વિમાન યૂક્રેનના નાગરીકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને વતન પરત લઇને ફરવાનું હતુ. ચાલો જાણીએ વિશ્વમાં અત્યાર સુધી થયેલા સૌથી ભયાનક ટોપ 5 હાઈજેકીંગ વિશે.

અત્યાર સુધીના 5 સૌથી મોટા અને ખતરનાક પ્લેન હાઇજેક, જેણે વિશ્વને હચમચાવી દીધું હતું
The biggest and most dangerous 5 plane hijack ever in the world

1. અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 11 અને ફ્લાઇટ 77, યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટ 175 અને ફ્લાઇટ 93 (11 સપ્ટેમ્બર, 2011)

અમેરિકાના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયેલો દિવસ એટલે 9/11 નો હુમલો. વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વીન ટાવર્સ પર થયેલા આ હુમલાને આજે પણ યાદ કરીને કેટલાય લોકોના હૃદય કંપી જાય છે. આ સૌથી મોટો હાઇજેકિંગ અને આતંકવાદી હુમલો હતો. આતંકવાદીઓએ અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 11 અને ફ્લાઇટ 77, યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટ 175 અને ફ્લાઇટ 93 ને હાઇજેક કરી હતી અને તે તમામને વર્લ્ડ ટ્રેડ સેન્ટર ટ્વીન ટાવર્સ સાથે ટકરાવી હતી. આ હુમલા પાછળ ઓસામા બિન લાદેન હતો. હુમલામાં 3 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

2. ઇથિયોપિયન એરલાઇન્સ ફ્લાઇટ 961, (23 નવેમ્બર, 1996)

વિશ્વના ઘાતક પ્લેન હાઈજેકીંગની વાત થતી હોય ત્યારે ઇથિયોપિયા એરલાઇન્સ ફ્લાઇટ 961 નો ઉલ્લેખ ચોક્કસ આવે. માટે ત્રણ રેન્ડમ ઇથોપિયનો દ્વારા આ પ્લેન હાઈજેક કરવામાં આવ્યું હતું. તેમની માંગ હતી કે તેમને ઓસ્ટ્રેલિયામાં રાજનૈતિક શરણ મળે. આ વચ્ચે હવામાં જ્યારે ફયુલ પટવા આવ્યું ત્યારે એક અન્ય રનવે શોધવા કોમોરોસ ટાપુ તરફ આ પ્લેન લઇ ગયા. દુર્ભાગ્યે પ્લેનના બંને એન્જિન ફેલ થઇ ગયા અને વિમાન છીછરા પાણીમાં ક્રેશ થઇ ગયું. આ ઘટનામાં 172 મુસાફરોમાંથી 122 લોકો માર્યા ગયા હતા.

3. ઇજિપ્ત એર ફ્લાઇટ 648 (23 નવેમ્બર 1985)

ઇજિપ્ત એર ફ્લાઇટ 648 જ્યારે તે કૈરોથી એથેન્સ જઇ રહી હતી ત્યારે તેને હાઈજેક કરવામાં આવી. અબુ નિદાલ સંગઠનના ત્રણ પેલેસ્ટિનિયન સભ્યોએ વિમાનને હાઇજેક કર્યું હતું. ઘટનામાં ઇજિપ્તની સુરક્ષા સેવાના સભ્યએ એક આતંકવાદીને માર્યો સામે તેનો પણ જીવ ગયો. બંને તરફથી ફાયરિંગ શરૂ થયું જેના કારણે વિમાનને નુકસાન થયું. અપૂરતા બળતણના કારણે વિમાન માલ્ટામાં ઉતારવામાં આવ્યું પરંતુ માલ્ટિઝ સત્તાને તે ગમ્યું નહીં. અપહરણકર્તાઓએ માલ્ટામાં 11 મુસાફરો અને 2 ઘાયલ ફ્લાઇટ એટેન્ડન્ટ્સને ઉતારી દીધા હતા. પરંતુ માલ્ટિઝના વડા પ્રધાન કાર્મેનુ મિફસુદ વોન્નીસીના કટ્ટરપંથી અભિગમે કારણે સ્થિતિ વધુ ખરાબ થઇ. જ્યારે ઇજિપ્તના કમાન્ડોએ વિમાનમાં તોડફોડ કરી, તેમાં 88 મુસાફરોમાંથી 88 ના મોત થયા હતા.

4. ઇરાકી એરવેઝ ફ્લાઇટ 163 (ડિસેમ્બર 25, 1986)

ઇરાકી એરવેઝની ફ્લાઇટ 163 બગદાદથી અમ્માન માટે ઉડાન ભરવાની હતી પરંતુ હિઝબુલ્લાહના ચાર સભ્યોએ તેનું અપહરણ કર્યું. વિમાનમાં 15 ક્રૂ સભ્યો સાથે 91 મુસાફરો હતા. અપહરણ બાદ તરત જ, સુરક્ષા કર્મચારીઓએ તેમને બેઅસર કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેઓએ પેસેન્જર કેબિન અને કોકપિટમાં ગ્રેનેડ વિસ્ફોટ કર્યો હતો. અને સાઉદી અરેબિયાના અરાર નજીક વિમાન ક્રેશ થયું. આ દુર્ઘટનામાં 106 માંથી 60 મુસાફરો અને 3 ક્રૂ મેમ્બર્સ માર્યા ગયા હતા.

5. પૈન એમ ફ્લાઇટ 73 (સપ્ટેમ્બર 5, 1986)

પૈન એમ ફ્લાઇટ 73 કરાચીથી ફ્રેન્કફર્ટ જવાની હતી. એરપોર્ટ સિક્યુરિટી ગાર્ડ્સના વેશમાં અબુ નિદાલ સંસ્થાના ચાર સભ્યોએ વિમાનને હાઇજેક કર્યું. 360 મુસાફરોને લઈને વિમાન મુંબઈના સહાર ઈન્ટરનેશનલ એરપોર્ટથી કરાચીના જિન્નાહ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચ્યું હતું. બાદમાં પ્લેન જર્મનીના ફ્રેન્કફર્ટ થઈને અમેરિકાના ન્યૂયોર્કના જોન એફ કેનેડી એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. આ હાઇજેક દરમિયાન 20 મુસાફરો માર્યા ગયા હતા જેમાં 12 ભારતીય હતા અને બાકીના અમેરિકા, પાકિસ્તાન અને મેક્સિકોના હતા. તમામ અપહરણકારોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી. પરંતુ, બાદમાં તેની સજાને આજીવન કેદમાં બદલવામાં આવી હતી, જેનો ભારત અને અમેરિકાએ વિરોધ કર્યો હતો. ફ્લાઇટ એટેન્ડન્ટ નીરજા ભનોટે તેમના જીવન પર રમીને ઘણા યાત્રીઓની ભાગવામાં મદદ કરી હતી. જેના પર ફિલ્મ પણ બની છે.

6. એર ઇન્ડિયા ફ્લાઇટ 182 (23 જૂન, 1985)

એર ઇન્ડિયાની ફ્લાઇટ 182 એ એટલાન્ટિક મહાસાગર ઉપર ઉડતી હતી. પ્લેનમાં ગુપ્ત રીતે રાખેલા બોમ્બથી તેને ઉડાવી દેવામાં આવ્યું. એર ઇન્ડિયાના ડિરેક્ટરે કહ્યું હતું કે તેમને કેટલાક રાજકીય જૂથો તરફથી અપહરણની ધમકીઓ મળી રહી છે. આ દુર્ઘટનાને કારણે, ફ્લાઇટમાં હાજર 329 લોકોના મોત થયા હતા. 20 વર્ષ સુધી કોઈએ અપહરણની જવાબદારી લીધી ન હતી, પરંતુ 2005 માં કેનેડામાં રહેતા એક શીખ જૂથે આ ઘટનામાં સામેલ હોવાનો દાવો કર્યો હતો.

 

આ પણ વાંચો: કાબુલમાં યુક્રેનનું વિમાન થયુ હાઇજૈક, પોતાના નાગરીકોને સુરક્ષિત લાવવા પહોંચ્યુ હતુ અફઘાનિસ્તાન

આ પણ વાંચો: Team India નવેમ્બરમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા સાથે ક્રિકેટ સીરિઝ રમી શકે છે, BCCI કરી રહ્યું છે આયોજન

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati