
પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓએ સમગ્ર વિશ્વને ચિંતામાં મુકી દીધુ છે. સમગ્ર વિશ્વની જિયોપોલિટીકલ ગતિવિધિ તેનાથી પ્રભાવિત થઈ રહી છે. જ્યારે અમેરિકા અને ઈઝરાયેલ સંયુક્ત રીતે ઈરાન સામે મોરચો માંડી રહ્યા છે, પ્રાદેશિક અસ્થિરતામાં આપણો પડોશી દેશ પાકિસ્તાન અત્યારે ‘સૂડી અને સોપારી’ વચ્ચે ફસાયેલું છે. એક તરફ આર્થિક પાયમાલી અને બીજી તરફ સામરિક (Strategic) મજબૂરીઓ વચ્ચે પાકિસ્તાન અત્યારે એક એવા વળાંક પર ઉભું છે જ્યાં તેનો એક ખોટો નિર્ણય તેને સંપૂર્ણ વિનાશ તરફ ધકેલી શકે છે. સાઉદી અરેબિયા સાથે સંરક્ષણ કરાર પાકિસ્તાનની વર્તમાન દુવિધાનું સૌથી મોટું કારણ સાઉદી અરેબિયા સાથેનો તેનો દ્વિપક્ષીય સંરક્ષણ કરાર છે. સપ્ટેમ્બર મહિનામાં થયેલા આ ‘મ્યુચ્યુઅલ ડિફેન્સ પેક્ટ’ (Mutual Defense Pact) મુજબ, જો સાઉદી અરેબિયા પર કોઈ હુમલો થાય, તો પાકિસ્તાન તેને પોતાના સાર્વભૌમત્વ પર થયેલો હુમલો ગણશે અને સાઉદીના રક્ષણ માટે યુદ્ધમાં ઉતરશે. સાઉદી અરેબિયા પાકિસ્તાનનું મુખ્ય ફાઇનાન્સર છે, તેથી પાકિસ્તાન માટે આ વચન તોડવું આર્થિક રીતે આત્મઘાતી છે. જમીની હકીકત એ...
Published On - 8:15 pm, Fri, 6 March 26