AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan માં ભીખ માંગવી એ પણ એક “વ્યવસાય”, કોન્ટ્રાક્ટ પર છે હજારો ભીખારીઓ

પાકિસ્તાનની રાવલપિંડી ટ્રાફિક પોલીસે વ્યાવસાયિક ભિખારીઓ વિરુદ્ધના અભિયાનને વેગ આપ્યો છે. જેના કારણે ફેબ્રુઆરીમાં જ 1269 ભિખારીની ધરપકડ કરવામાં આવી છે.

Pakistan માં ભીખ માંગવી એ પણ એક વ્યવસાય, કોન્ટ્રાક્ટ પર છે હજારો ભીખારીઓ
File Photo
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 05, 2021 | 3:53 PM
Share

Pakistan ની બગડતી આર્થિક સ્થિતિ કોઈથી છુપાયેલી નથી. વિદેશી દેવાના બોજા હેઠળ આ દેશને સતત દબાવવામાં આવી રહ્યો છે. હવે સમાચાર આવ્યા છે કે અહીં લોકો એક વ્યવસાય તરીકે ભીખ (Pakistani Professional Beggars) પણ માગતા હોય છે. પાકિસ્તાનની રાવલપિંડી ટ્રાફિક પોલીસે વ્યાવસાયિક ભિખારીઓ વિરુદ્ધના અભિયાનને વેગ આપ્યો છે. જેના કારણે ફેબ્રુઆરીમાં જ 1269 ભિખારીની ધરપકડ કરવામાં આવી છે.

એન્ટિ-બેગિંગ સ્ક્વોડ સિટી ટ્રાફિક પોલીસ (CTP) ના ઇન્ચાર્જે લોકોને પ્રોફેશનલ ભીખરીઓને ભીખ નહીં દેવાનું સૂચન કર્યું છે. ઇન્ચાર્જે જણાવ્યું હતું કે CTP એ વિવિધ વિસ્તારોમાંથી ભિખારીની ધરપકડ કરી છે અને તેમની સામે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તે શહેરના માર્ગો પર ભીખ માંગવાના આ વ્યવસાયને સમાપ્ત કરવા માંગે છે અને અને ઘણા વ્યાવસાયિક ભીખરીઓને જેલમાં પણ ધકેલી દીધા છે.

60 ટકા ભીખરીઓ છે સ્વસ્થ અને ફિટ

સ્ક્વોડના વડાએ કહ્યું કે ધરપકડ કરાયેલા તમામ ભિખારીઓમાંથી 80 ટકા વ્યાવસાયિક ભિખારી છે. આવા લોકોની ભીખ માંગવી કોઈ મજબૂરી નથી પણ ખરેખર તેઓનો વ્યવસાય હોય છે. તેમણે કહ્યું, ‘શહેરના માર્ગો પર પકડાયેલા ભિખારીઓમાંથી, 60 ટકા લોકો તંદુરસ્ત અને ફીટ છે. જ્યારે માત્ર 20 ટકા વિકલાંગો છે અને 20 ટકા ડ્રગ્સના વ્યસની છે.” તેઓ કહે છે કે રાવલપિંડીમાં મોટાભાગના ભિખારીઓ ઉત્તર પંજાબ, ખૈબર પખ્તુનખ્ખા, સિંધ અને અન્ય દૂરના વિસ્તારોમાંથી આવ્યા છે, જેઓ કોન્ટ્રાક્ટરો દ્વારા પોતાનું કામ કરે છે.

બાળકો પણ માંગે છે ભીખ આ સિવાય પકડાયેલા ભિખારીમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. જેમાં પકડાયેલા બાળકોને ચાઇલ્ડ પ્રોટેક્શન બ્યૂરો (PCB) ને સોંપી દીધા છે. પાકિસ્તાન હાલમાં ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ની ગ્રે સૂચિનો ભાગ છે, જે વૈશ્વિક સ્તરે મની લોન્ડરિંગ અને ટેરર ​​ફંડિંગ પર નજર રાખે છે. પાકિસ્તાન આ યાદીમાંથી બહાર નીકળી શકે છે જો તે તેના 27 પોઇન્ટ પૂર્ણ કરે. આમાંથી, બાકીના ત્રણ મુદ્દાઓને પૂર્ણ કરવાનો જૂન સુધીનો સમય તેમની પાસે છે. જો તે આ મુદ્દાઓને પૂર્ણ નહીં કરે તો તે બ્લેક લિસ્ટ થઈ શકે, જે તેની આર્થિક સ્થિતિને સીધી અસર કરશે.

g clip-path="url(#clip0_868_265)">