શું આપ જાણો છો કે વિંગ કમાંડર અભિનંદને પાકિસ્તાની ધરતી પર હોવાની જાણ થતા જ સૌથી પહેલું કામ કયુ કર્યું ?

|

Feb 28, 2019 | 7:19 AM

પાકિસ્તાનના સકંજામાં આવેલા ભારતીય ઍરફોર્સના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનની બહાદુર સામે પાકિસ્તાની સેના પણ આશ્ચર્યચકિત છે. TV9 Gujarati   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે જલદી વપરાઈ જાય છે તમારા […]

શું આપ જાણો છો કે  વિંગ કમાંડર અભિનંદને પાકિસ્તાની ધરતી પર હોવાની જાણ થતા જ સૌથી પહેલું કામ કયુ કર્યું ?

Follow us on

પાકિસ્તાનના સકંજામાં આવેલા ભારતીય ઍરફોર્સના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનની બહાદુર સામે પાકિસ્તાની સેના પણ આશ્ચર્યચકિત છે.

TV9 Gujarati

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અભિનંદનની જાંબાઝીના કિસ્સાઓ પાકિસ્તાનના સમાચાર પત્રોમાં છાપવામાં આવ્યાં છે. ગત 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાની F-16 લડાકૂ વિમાન ભારતીય હવાઈ વિસ્તારમાં ઘુસી આવ્યા હતાં અને તેઓ ભારતીય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાની ફિરાકમાં હતા. આ દરમિયાન મિગ 21 બાયસન વિમાનથી પેટ્રોલિંગ કરી રહેલા વિંગ કમાંડર અભિનંદને પાકિસ્તાની વિમાનોને ખદેડી દીધા હતા.

એફ-16 વિમાનનો પીછો કરતા અભિનંદન એલઓસીથી 7 કિલોમીટર અંદર જતા રહ્યાં. આ સાથે જ તેમણે એક મિશન પાકિસ્તાની લડાકૂ વિમાન એફ-16 પર દાગી. પાકિસ્તાની વિમાનના ખુરચેખુરચા ઉડી ગયા અને તેનો કાટમાળ પણ આજે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં મળી ગયું છે.

પાકિસ્તાની એફ-16 વિમાનને ખદેડવા દરમિયાન અભિનંદનનું વિમાન પણ ક્રૅશ થઈ ગયું. અભિનંદન પૅરાશૂટથી નીચે કૂદી ગયાં અને પાકિસ્તાનના એક ગામમાં ઉતર્યા.

જમીન પર પહોંચતા જ અભિનંદને લોકોને પૂછ્યું, ‘હું ક્યાં છું, ભારત કે પાકિસ્તાનમાં ?’ જ્યારે અભિનંદનને ખબર પડી કે તેઓ પાકિસ્તાનમાં છે, તો તેમણે લૉક શીટ સહિત તમામ દસ્તાવેજો તળાવમાં ફેંકી દીધાં. કેટલી મહત્વની માહિતીઓ ધરાવતા કાગળિયા તેઓ ખાઈ ગયા કે જેથી પાકિસ્તાની સેનાને કોઈ માહિતી ન મળે. પાકિસ્તાની અધિકારીઓને અભિનંદન પાસેથી સર્વાઇવલ રજિસ્ટર અને સર્વિસ રિવૉલ્વર જ મળી આવ્યા છે.

દરમિયાન પાકિસ્તાની લોકોની ભીડે અભિનંદનને ઘેરી લીધા. પોતાની સર્વિસ રિવૉલ્વરથી અભિનંદને લોકોને પાછળ ખદેડવા માટે ફાયર પણ કર્યું. દરમિયાન પાકિસ્તાની સેનાના જવાનો ત્યાં આવી પહોંચ્યા અને અભિનંદનને અટકમાં લઈ લીધા. જાબાંજ વિંગ કમાંડર ઝડપાયા બાદ લોકોએ તેમની સાથે મારઝૂડ કરી. જોકે સેનાના જવાનો તેમને ભીડમાંથી બચાવીને લઈ ગયા. પાકિસ્તાની જવાનોએ વિંગ કમાંડર પાસેથી ઘણી માહિતીઓ મેળવાની કોશિશ કરી.

પરંતુ અભિનંદને માત્ર પોતાના નામ અને સર્વિસ નંબર વિશે જ માહિતી આપી. તેમણે આ માહિતી ન આપી કે તેઓ ક્યાં તહેનાત હતા અને કયું ફાઇટર જેટ ઉડાવી રહ્યા હતાં. પાકિસ્તાની સેનાના જવાન પણ અભિનંદનની બહાદુરીના વખાણ કરી રહ્યા છે. પાકિસ્તાનના સકંજામાં હોવા છતાં અભિનંદન અત્યંત શાંત, ધીર, ગંભીર નજરે પડતા હતાં.

[yop_poll id=1868]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article