Breaking News : આતંકવાદ મુદ્દે પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં પહેલા નંબરે, ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સના ડેટા જાહેર, ભારતમાં આતંકી હુમલાઓ 43 ટકા ઘટ્યાં

ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ (GTI) માં આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશ તરીકે પાકિસ્તાન ઉભરી આવ્યો છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસના તાજેતરના અહેવાલ મુજબ, 2025 માં પાકિસ્તાનમાં 1,045 આતંકવાદી ઘટનાઓ બની હતી, જેમાં 1,139 લોકોના મોત થયા હતા.

Breaking News : આતંકવાદ મુદ્દે પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં પહેલા નંબરે, ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સના ડેટા જાહેર, ભારતમાં આતંકી હુમલાઓ 43 ટકા ઘટ્યાં
Image Credit source: Symbolic Image
| Edited By: | Updated on: Mar 20, 2026 | 1:58 PM

આતંકવાદને લગતી વૈશ્વિક ભૂગોળમાં ફરી એકવાર ફેરફાર થયો છે. પાકિસ્તાન હવે વિશ્વભરમાં આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે. વૈશ્વિક આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની પહેલા, પશ્ચિમ આફ્રિકન દેશ બુર્કિના ફાસો આ યાદીમાં ટોચનું સ્થાન ધરાવતું હતું.

ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા પ્રકાશિત ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સના અહેવાલમાં, પાકિસ્તાન આતંકવાદથી પ્રભાવિત દેશોમાં પ્રથમ ક્રમાકે છે. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સની છેલ્લી 12 આવૃત્તિઓમાંથી દરેકમાં ઇન્ડેક્સમાં, પાકિસ્તાન સતત ટોચના દસ દેશોમાં સ્થાન ધરાવતુ આવ્યું છે.

ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026 ના અહેવાલ મુજબ, એખ સમયે આતંકના મુદ્દે પ્રથમ નંબરે રહેનાર બુર્કિના ફાસો હવે આ યાદીમાં બીજા સ્થાને આવી ગયું છે, જ્યારે પશ્ચિમ આફ્રિકન રાષ્ટ્ર નાઇજર ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સના ત્રીજા સ્થાને આવી ગયુ છે.

આતંકવાદ મુદ્દે પાકિસ્તાન ટોચ પર

ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સના અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં 2025 માં 1,045 આતંકવાદી ઘટનાઓ ઘટી હતી. જેમાં 1,139 લોકો મૃત્યુ પામ્યા હતા અને 1,595 ઘાયલ થયા હતા. પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓનો આ આંકડો છેલ્લા દાયકામાં જોવા મળેલો સૌથી ખરાબ રેકોર્ડ દર્શાવે છે.

આતંકવાદી જૂથો – મુખ્યત્વે તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) – એ અફઘાન જમીનનો ઉપયોગ લોન્ચપેડ, સલામત આશ્રયસ્થાન અને તાલીમ કેન્દ્ર તરીકે કર્યો છે. TTP એ પાકિસ્તાની સુરક્ષા દળો સામે સતત હુમલાઓ કર્યા છે. 2025 માં, TTP હુમલાઓમાં 24 % નો વધારો થયેલો જણાયો હતો. જેના કારણે આતંકી કુલ ઘટનાઓની સંખ્યા 595 અને મૃત્યુઆંક 637 થયો.

બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પણ પાકિસ્તાનને GTI રેન્કિંગમાં ટોચ પર પહોંચાડવામાં ફાળો આપ્યો છે. આનું ઉદાહરણ ક્વેટા નજીક ‘જાફર એક્સપ્રેસ’ પેસેન્જર ટ્રેનનું હાઇજેકિંગ હતું. આ ઘટનામાં, 442 મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા હતા, અને ડઝનેક લોકો માર્યા ગયા હતા.

ભારતમા આતંકી ઘટનાઓમાં 43 ટકાનો ઘટાડો

ભારત 6.428 ના ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ સ્કોર સાથે વૈશ્વિક સ્તરે 13મા ક્રમે છે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પછી દક્ષિણ એશિયામાં ભારત ત્રીજા ક્રમે આવે છે. 2025 માં, ભારતે તેની આતંકવાદી પ્રોફાઇલમાં નોંધપાત્ર સુધારો નોંધાવ્યો. 2024 ની તુલનામાં, આતંકવાદી હુમલાઓની સંખ્યામાં 43 % ઘટાડો થયો.

 

Breaking News : ભિખારી પાકિસ્તાન પાસે રાષ્ટ્રીય તહેવાર ઉજવવા માટે રૂપિયા ને ઈંધણ જ નથી, પ્રજાસત્તાક દિવસની પરેડ કરી નાખી રદ

Follow Us