Pakistan: રાજકીય સંકટ વચ્ચે ઇમરાને કેબિનેટની વિશેષ બેઠક બોલાવી, રાત્રે 9 વાગે તેમના ઘરે પહોચશે તમામ સભ્યો

|

Apr 09, 2022 | 8:13 PM

Pakistan Imran Khan: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તેમના નિવાસસ્થાને કેબિનેટની બેઠક બોલાવી છે. સાથે જ આ સમયે તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર પણ મતદાન થશે.

Pakistan: રાજકીય સંકટ વચ્ચે ઇમરાને કેબિનેટની વિશેષ બેઠક બોલાવી, રાત્રે 9 વાગે તેમના ઘરે પહોચશે તમામ સભ્યો
Pakistan prime minister Imran Khan (File Image)

Follow us on

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને (Pakistan PM Imran Khan) શનિવારે કેન્દ્રીય કેબિનેટની વિશેષ બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેબિનેટની આ બેઠક રાત્રે 9 વાગ્યે ઈમરાન ખાનના નિવાસસ્થાને મળશે અને આ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે. ખાને આવા સમયે બેઠક બોલાવી છે. જ્યારે તેમની વિરુદ્ધ વિપક્ષ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ (No Confidence Motion) પર રાત્રે 8 વાગ્યે નેશનલ એસેમ્બલીમાં (National Assembly) મતદાન થશે. બહુમતી સાબિત ન કરી શકવાની સ્થિતિમાં તેઓ પોતાની સત્તા ગુમાવી શકે છે. મતલબ કે તેમણે પોતાની ખુરશી ગુમાવવી પડશે.

ઈમરાન ખાને આપી હતી જાણકારી

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઈમરાન ખાને ગુરુવારે રાત્રે ટ્વીટ કર્યું હતું કે, મેં કાલે કેબિનેટની બેઠક બોલાવી છે અને સાથે જ સંસદીય દળની બેઠક પણ બોલાવી છે. આવતીકાલે સાંજે હું રાષ્ટ્રને સંબોધિત કરીશ. દેશ માટે મારો સંદેશ છે કે હું હંમેશા અને મારા છેલ્લા બોલ સુધી પાકિસ્તાન માટે લડતો રહીશ. આ પછી ઈમરાન ખાને ફરીથી દેશને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમજ ફરી એકવાર અમેરિકા પર ગંભીર આરોપ લગાવ્યા.

3 એપ્રિલે થવાનું હતું મતદાન

ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર 3 એપ્રિલે મતદાન થવાનું હતું. પરંતુ નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકરે ‘સરકારને ઉથલાવવાનું વિદેશી કાવતરાં’નું બહાનું બનાવીને દરખાસ્તને નકારી કાઢી હતી. ત્યારબાદ ઈમરાન ખાને સંસદ ભંગ કરી અને ફરીથી ચૂંટણી કરાવવાનું કહ્યું. આ પછી વિપક્ષે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. કોર્ટે ડેપ્યુટી સ્પીકર અને ઈમરાન ખાન બંનેના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો હતો. તેમજ શનિવારે 9 એપ્રિલે નેશનલ એસેમ્બલી પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
Next Article