Pakistan Political Crisis: પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકાર પર (Imran Khan Government) સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને (No Confidence Motion) કારણે વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી ખતરામાં જોવા મળી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઈમરાન ખાનના સહયોગીઓએ હવે વિપક્ષ સાથે હાથ મિલાવવાનો નિર્ણય કર્યો છે. જો ઈમરાન ખાનના સાથી પક્ષો પક્ષ બદલે છે, તો ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફને (PTI) સત્તામાંથી હાંકી કાઢવાનુ નક્કી છે.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં કુલ 342 સીટો છે. જેથી બહુમતી મેળવવા માટે 172 સીટોની જરૂર છે. ઈમરાન ખાન પાસે હાલમાં 179 સીટો છે. પરંતુ ઈમરાન ખાનના 15 સહયોગી તેમનો પક્ષ છોડી શકે છે. આવી સ્થિતિમાં જો વિપક્ષ ઈમરાનનો સાથ છોડી દે તો પાકિસ્તાનમાં ફરી એકવાર સત્તા પરિવર્તન થવાનું નક્કી છે.
પાકિસ્તાનમાં હાલ રાજકીય ઉથલપાથલ વધી રહી છે. ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા PM ઈમરાન ખાન(PM Imran Khan) પર સંકટના વાદળો છવાયેલા દેખાઈ રહ્યા છે. ગયા અઠવાડિયે પાકિસ્તાની સંસદમાં સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવાનું છે. વડાપ્રધાન ઈમરાન ખાનને સત્તા પરથી હટાવવા માટે તેમની જ રાજકીય પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના ઘણા સાંસદોએ વિપક્ષ સાથે હાથ મિલાવ્યા છે.
તમને જણાવી દઈએ કે, અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા જ PTIના ઘણા સાંસદોએ ઈમરાન ખાન વિરુદ્ધ નારાજગી દર્શાવવાનું શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે ઈમરાન ખાનની પાર્ટીના ઘણા સાંસદોએ વડાપ્રધાનનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. PTI સાંસદોના જવાના સમાચાર આવ્યા બાદ ઈમરાન ખાને કહ્યું છે કે PTI ના સાંસદો વિપક્ષમાં બેસવા માટે તૈયાર રહે.
ઈમરાન ખાન સરકારમાં સામેલ સહયોગી પક્ષના વડા પરવેઝ ઈલાહીએ કહ્યું હતું કે પાકિસ્તાનની રાજનીતિમાં જે પ્રકારની સ્થિતિ બની ગઈ છે તે જોયા બાદ એ નિશ્ચિત છે કે ઈમરાન ખાનની ખુરશી 100 ટકા જવાની છે. તમને જણાવી દઈએ કે, ઈમરાન ખાનના 4 સહયોગીઓ પાસે પાકિસ્તાની સંસદના નીચલા ગૃહમાં કુલ 20 બેઠકો છે. માનવામાં આવે છે કે આમાંથી 15 સહયોગીઓએ હવે વિપક્ષ સાથે હાથ મિલાવ્યા છે. જો આમ થશે તો ઈમરાન ખાનની ખુરશી જવાનુ નક્કી છે.
આ પણ વાંચો : યુક્રેનમાં આઘાતજનક દ્રશ્ય ! રશિયાના હુમલામાં માર્યા ગયા અનેક લોકો, મૃતદેહોને સામૂહિક કબરોમાં દફનાવવાની પડી ફરજ