પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફે PM મોદીની ચિઠ્ઠીનો આપ્યો જવાબ, જાણો શું કહ્યું શરીફે ?

|

Apr 17, 2022 | 9:36 AM

પાકિસ્તાનના (Pakistan) નવા વડાપ્રધાન શાહબાઝ શરીફે (shehbaz sharif)પીએમ મોદીને કાઉન્ટર ચિઠ્ઠી લખીને કહ્યું છે કે તેઓ ભારત સાથે શાંતિપૂર્ણ અને સહકારી સંબંધો ઈચ્છે છે.

પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફે PM મોદીની ચિઠ્ઠીનો આપ્યો જવાબ, જાણો શું કહ્યું શરીફે ?
Pm Modi and Pakistan PM shehbaz sharif (File Photo)

Follow us on

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) થોડા દિવસ પહેલાં પાકિસ્તાનના નવા વડા પ્રધાન શાહબાઝ શરીફને (shehbaz sharif)પત્ર લખીને નવી સરકારની રચના બદલ અભિનંદન પાઠવ્યા હતા, જેનો તેમને જવાબ મળ્યો છે. શાહબાઝ શરીફે PM મોદીને કાઉન્ટર ચિઠ્ઠી લખીને કહ્યું કે, પાકિસ્તાન ભારત (Pakistan India Relation)સાથે શાંતિપૂર્ણ અને સહયોગી સંબંધોની માગ કરે છે અને પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. તેમણે આ વાત PM મોદીની ચીઠ્ઠીના જવાબમાં કહી છે, જેમાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનના નવા વડાપ્રધાને જમીન પરથી આતંકવાદને ખતમ કરવાના પ્રયાસો તેજ કરવા જોઈએ.

ભારત તેના ક્ષેત્રમાં આતંકવાદ મુક્ત શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે : PM મોદી

તમને જણાવી દઈએ કે, PM મોદીએ(PM Modi)  પત્ર પહેલા ટ્વીટ કરીને પાકિસ્તાનના નવા વડાપ્રધાનને સરકારની રચના પર અભિનંદન પાઠવ્યા હતા. તેમાં તેણે લખ્યું છે કે, ‘મિયાં મુહમ્મદ શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચૂંટવા બદલ અભિનંદન. ભારત તેના ક્ષેત્રમાં આતંકવાદ મુક્ત શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે, જેથી આપણે દેશના વિકાસ દરમિયાન સામે આવતા પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ અને આપણા લોકોની સુખાકારી અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરી શકીએ.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આતંકવાદના કારણે બંને દેશોના સંબંધો બગડ્યા

શાહબાઝ શરીફે સત્તા સંભાળ્યા પછી નવી દિલ્હી ઇસ્લામાબાદ, રાવલપિંડી અને લાહોરને સાવચેતીથી અને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ માટે આશાવાદી નજરે જોઈ રહ્યું છે. ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે શાસન પરિવર્તન રાજદ્વારી શરૂઆત આપી શકે છે. વ્યૂહાત્મક સ્થાપનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, આની દૂરગામી અસરો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2019માં પુલવામા આતંકી હુમલા અને કલમ 370 હેઠળ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. સ્થિતિ એવી છે કે બંને દેશોએ તેમના હાઈ કમિશનમાં ઘટાડો કર્યો છે અને એકબીજાની રાજધાનીમાં કોઈ ફુલ ટાઈમ હાઈ કમિશનર નથી.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : યુક્રેનનો મોટો દાવો : નબળુ પડી રહ્યું છે રશિયા ! યુદ્ધમાં 20 હજાર રશિયન સૈનિકો માર્યા ગયા, 146 હેલિકોપ્ટર નાશ પામ્યા

Published On - 9:34 am, Sun, 17 April 22

Next Article