Pakistan: વિપક્ષ સામે ઝૂક્યા ઈમરાન ખાન, આ વિવાદાસ્પદ વટહુકમ પાછો ખેંચશે સરકાર

|

Mar 04, 2022 | 3:26 PM

વિપક્ષના વિરોધ બાદ આખરે પાકિસ્તાન સરકાર વિવાદાસ્પદ વટહુકમ PECA પાછો ખેંચવા માટે રાજી થઈ છે. આ કાયદા હેઠળ સોશિયલ મીડિયા પર સરકારનું નિયંત્રણ વધારવામાં આવી રહ્યું હતું.

Pakistan: વિપક્ષ સામે ઝૂક્યા ઈમરાન ખાન, આ  વિવાદાસ્પદ વટહુકમ પાછો ખેંચશે સરકાર
PM Imran Khan (File Photo)

Follow us on

Pakistan:  પાકિસ્તાનની સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (PTI) વિપક્ષની માંગને સ્વીકારીને પ્રિવેન્શન ઓફ ઈલેક્ટ્રોનિક ક્રાઈમ્સ એક્ટ (PECA) વટહુકમ પાછો ખેંચવા સંમત થઈ ગઈ છે. જોઈન્ટ એક્શન કમિટીના (Joint Action Committee) સભ્યો દ્વારા ચર્ચા વિચારણા અને ડ્રાફ્ટને આખરી સ્વરૂપ આપ્યા બાદ આ વટહુકમ પાછો ખેંચવામાં આવી રહ્યો છે. અગાઉ પાકિસ્તાનના સૂચના પ્રધાન ફવાદ ચૌધરીએ (Fawad Chaudhry) કહ્યું હતું કે, ડ્રાફ્ટને આઠથી 12 મહિનામાં અંતિમ સ્વરૂપ આપ્યા પછી આગળ મોકલવામાં આવશે.

વટહુકમ પાછો ખેંચવા માંગ ઉઠી

તમને જણાવી દઈએ કે આ અઠવાડિયાની શરૂઆતમાં હ્યુમન રાઈટ્સ વોચ (HRW)એ પણ વટહુકમની ટીકા કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતુ કે કાયદામાં સુધારો માનહાનિને બિન-જામીનપાત્ર ગુનો બનાવશે અને દોષિત ઠરે તો મહત્તમ જેલની સજા ત્રણથી વધારીને પાંચ વર્ષ કરવામાં આવશે. જેની મદદથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા કોઈની પણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે.

મંત્રી વિરુદ્ધ ટિપ્પણી કરી

પાકિસ્તાન સરકારે PECA એક્ટની જોગવાઈમાં ફેરફાર કર્યા છે. જે અંતર્ગત સોશિયલ મીડિયા પર કોઈપણ વ્યક્તિ કે સંસ્થાનું અપમાન કરવા બદલ ત્રણ વર્ષની જેલની સજાને વધારીને પાંચ વર્ષ કરવામાં આવી હતી. આ વટહુકમ એવા સમયે બહાર પાડવામાં આવ્યો હતો. જ્યારે પત્રકાર મોહસીનની થોડા દિવસો પહેલા મંત્રી મુરાદ સઈદ વિરુદ્ધ “વાંધાજનક” ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પાકિસ્તાનના કાનૂની મંત્રી બેરિસ્ટર ફારુકે કહ્યું હતું કે કોઈપણને બક્ષવામાં આવશે નહીં.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ધરપકડ બાદ સુધારા અંગેનો નિર્ણય

મોહસીનની ધરપકડ બાદ કાયદામાં સુધારો કરવાની માંગ ઉઠી હતી. મોહસીન PM ઈમરાન ખાનના દસ મંત્રીઓને શ્રેષ્ઠ પ્રદર્શન પ્રમાણપત્ર આપવાના નિર્ણય સાથે સંબંધિત ટીવી વન કાર્યક્રમમાં પેનલિસ્ટ તરીકે દેખાયા હતા. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં સાયબર અપરાધ અને અનધિકૃત ક્રિયાઓને રોકવા માટે PECA કાયદો 2016માં લાવવામાં આવ્યો હતો. પરંતુ ઈમરાન સરકાર પોતાના અંગત ફાયદા માટે તેમાં સુધારો કરી રહી હતી.

આ પણ વાંચો : બલૂચિસ્તાનના નવા CMને લઈને સમગ્ર પાકિસ્તાનમાં હોબાળો , ખુરશી માટે અબજો રૂપિયાનો સોદો કરવો પડ્યો, આખરે કારણ શું છે

Next Article