પાકિસ્તાની વિપક્ષે ઇમરાન ખાન સામે બાંયો ચડાવી, કહ્યું- ‘આ બનાવટી અને ભ્રષ્ટ સરકારને દફનાવી દઈશું’

|

Aug 30, 2021 | 4:12 PM

PDM એ જાહેરાત કરી છે કે તે આગામી મહિને પાકિસ્તાનમાં રેલીઓ અને કાફલાઓનું આયોજન કરીને સરકાર વિરોધી અભિયાન ફરી શરૂ કરશે.

પાકિસ્તાની વિપક્ષે ઇમરાન ખાન સામે બાંયો ચડાવી, કહ્યું- આ બનાવટી અને ભ્રષ્ટ સરકારને દફનાવી દઈશું
Imran khan

Follow us on

પાકિસ્તાનમાં (Pakistan) ઈમરાન ખાનની (Imran Khan) સરકારની નિષ્ફળતાઓના કારણે વિપક્ષ તેમના પર પૂરેપૂરા હુમલા કરી રહ્યા છે. પાકિસ્તાની નેતા શાહેબાઝ શરીફે કહ્યું છે કે આ બનાવટી અને ભ્રષ્ટ સરકારથી છુટકારો મેળવવા માટે વિપક્ષી ગઠબંધન સમર્થકોની મોટી ભીડ સાથે રાજધાની ઇસ્લામાબાદ (Islamabad) સુધી કૂચ કરશે.

કરાચીમાં આયોજિત એક રેલીમાં શાહબાઝ શરીફે (Shehbaz Sharif) વડાપ્રધાન ઇમરાન ખાનની આગેવાનીવાળી સરકારની ઉગ્ર ટીકા કરી હતી. આ દરમિયાન લોકોની ભારે ભીડ જોવા મળી હતી. પાકિસ્તાન મુસ્લિમ લીગ (પીએમએલ-એન) ના પ્રમુખ શાહબાઝ શરીફે રવિવારે જણાવ્યું હતું કે, “અમે હજારો લોકો સાથે ઇસ્લામાબાદ જઈશું અને મોંઘવારી અને આ બનાવટી અને ભ્રષ્ટ સરકારને રાજકીય રીતે દફનાવીશું.”

તેમણે વધુમાં કહ્યું કે JUI-F ના વડા મૌલાના ફઝલુર રહેમાન આ રેલીનું નેતૃત્વ કરશે. ડોનના અહેવાલ મુજબ, શરીફે રવિવારે પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટ (PDM) ની રેલીને સંબોધિત કરતી વખતે ઈમરાન ખાન પર આરોપ લગાવ્યો હતો કે કરાચીના લોકોને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા છે. પાકિસ્તાનમાં ગરીબી અને બેરોજગારીમાં વધારા માટે પણ તેમને જવાબદાર ઠેરવ્યા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જો PDM ને તક મળે તો તે મોંઘવારી ઘટાડશે: શાહબાઝ શરીફ

શાહબાઝ શરીફે કહ્યું કે, લોકોને ખોટા વચનો દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે સરકારના દાવાઓ પછી પણ ખાદ્ય પદાર્થો અને વીજળીના ભાવ આસમાને છે, જ્યારે ઈમરાન ખાન 350 કેનાલ બાની ગાલા પેલેસમાં બેસીને ‘રિયાસત-એ-મદીના’ની વાત કરી રહ્યા છે.

પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ શાહબાઝે કહ્યું કે, જો PDM ને સત્તા ચલાવવાની તક આપવામાં આવે તો ફરી એક વખત મોંઘવારીમાં ઘટાડો થશે. પાકિસ્તાનમાં રોજગારીની તકો ઉભી થશે. ઉપરાંત, તમામ પાકિસ્તાની લોકો માટે શિક્ષણ અને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

આગામી મહિનાથી સમગ્ર દેશમાં વિપક્ષ મોરચો ખોલશે

પીપીપી વગર પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટની આ પહેલી મોટી રેલી હતી, જેણે દેશમાં વિપક્ષી ગઠબંધન સાથેના સંબંધો તોડી નાખ્યા છે. કરાચીમાં રવિવારની જાહેર સભા પછી PDM એ શનિવારે જાહેરાત કરી કે તે આગામી મહિને દેશભરમાં રેલીઓ અને કાફલાઓનું આયોજન કરીને સરકાર વિરોધી અભિયાન ફરી શરૂ કરશે.

PDM ના વડા મૌલાના ફઝલુર રહેમાને કહ્યું કે માત્ર પાકિસ્તાન જ બાકી છે, જ્યારે બાકીના દેશો આગળ વધી રહ્યા છે. અલબત્ત, આ બધાની વચ્ચે આપણે શાંતિથી અને આળસથી બેસી શકતા નથી. અમે વિશ્વના મહાન દેશોમાં પાકિસ્તાનનો દરજ્જો વધારવાના શપથ લીધા છે.

 

આ પણ વાંચો : તાલિબાનનો દેખાયો અસલી રંગ, છોકરાઓ અને છોકરીઓને સાથે ભણવા પર લગાવ્યો પ્રતિબંધ

આ પણ વાંચો :ન્યુઝીલેન્ડમાં કોરોના રસી લીધા બાદ મૃત્યુનો પ્રથમ કેસ, સરકારે કહ્યું – કોરોનાથી બચવા માટે રસીકરણ જરૂરી

Next Article