Pakistan News: પાકિસ્તાનમાં મોંઘવારીથી હાહાકાર, ગેસ સિલિન્ડર પહોચ્યો 3000 રૂપિયાને પાર
સત્તાવાર ડેટા દર્શાવે છે કે એક વર્ષ અગાઉની સરખામણીમાં સપ્ટેમ્બરમાં પરિવહન ખર્ચમાં 31.26 ટકાનો વધારો થયો છે. ફૂડ કોસ્ટમાં 33.11 ટકાનો વધારો થયો છે. આવાસ, પાણી અને વીજળીના ભાવમાં 29.70 ટકાનો વધારો થયો છે. પાકિસ્તાને બેલઆઉટ પેકેજ હેઠળ IMFની શરતોને પહોંચી વળવા માટે સપ્ટેમ્બર મહિનામાં ઇંધણની કિંમતોમાં વધારો કર્યો હતો. જે બાદ દેશમાં ચાર મહિના બાદ પહેલીવાર મોંઘવારી વધી છે
Pakistan News: જ્યાં એક તરફ ભારતમાં મોંઘવારી ઘટશે તેવી અટકળો ચાલી રહી છે, તો બીજી તરફ પાડોશી દેશ પાકિસ્તાનમાં મોંઘવારી 31 ટકાને વટાવી ગઈ છે, જે ભારત કરતા લગભગ 5 ગણી વધારે છે. બીજી તરફ પાકિસ્તાનમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 3000 રૂપિયાને પાર પહોંચી ગઈ છે.
આ પણ વાંચો: Pakistan News : ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો ! હાફિઝ સઈદના નજીકના સાથીને પહોચાડ્યો જન્નતમાં, જુઓ CCTV Video
હકીકતમાં, પાકિસ્તાને બેલઆઉટ પેકેજ હેઠળ IMFની શરતોને પહોંચી વળવા માટે સપ્ટેમ્બર મહિનામાં ઇંધણની કિંમતોમાં વધારો કર્યો હતો. જે બાદ દેશમાં ચાર મહિના બાદ પહેલીવાર મોંઘવારી વધી છે.
મોંઘવારીમાં રેકોર્ડ ઉછાળો આવ્યો
પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ ડેટા અનુસાર, સપ્ટેમ્બરમાં ગ્રાહક ભાવમાં એક વર્ષ અગાઉની સરખામણીમાં 31.44 ટકાનો વધારો થયો છે. બ્લૂમબર્ગ સર્વેમાં 30.95 ટકા વૃદ્ધિ અને ઓગસ્ટમાં 27.4 ટકા વૃદ્ધિના સરેરાશ અંદાજ કરતાં આ આંકડો ઘણો વધારે છે. નિષ્ણાતોના મતે, ફુગાવાના આ આંકડા પછી, પાકિસ્તાનના પોલીસી મેકર્સ 30 ઓક્ટોબરે યોજાનારી બેઠકમાં નીતિ દરોમાં વધારો કરી શકે છે.
વ્યાજદર રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ જૂનથી સતત ત્રણ મહિના સુધી ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો હતો. આ મહિને સેન્ટ્રલ બેંકને અપેક્ષા છે કે ઊર્જાના ભાવમાં વધારો થવાને કારણે ફુગાવો વધુ વધશે. આવતા વર્ષે જૂન સુધી નફો ધીમો રહેશે. બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો છે કે આ વર્ષે ભાવ વૃદ્ધિનો સરેરાશ અંદાજ 20 ટકાથી 22 ટકા છે.
ટ્રાન્સપોર્ટેશનને કારણે ફૂ઼ડ કોસ્ટમાં વધારો
પાકિસ્તાનની કાર્યકારી સરકારે વધતી વૈશ્વિક કિંમતોને કારણે ફ્યૂલના ખર્ચમાં વધારો કર્યો છે અને જુલાઈમાં શરૂ થયેલ બેલઆઉટ કાર્યક્રમને ચાલુ રાખવા માટે IMFની શરતો હેઠળ ગેસના ભાવમાં વધારો કરવાની યોજના બનાવી છે. આ પગલાથી લિવિંગ કોસ્ટમાં વધારો થવાની સંભાવના છે.
મોંઘવારીથી પરેશાન પાકિસ્તાનમાં સરકાર વિરુદ્ધ ફરી વિરોધ ફાટી શકે છે. સત્તાવાર ડેટા દર્શાવે છે કે એક વર્ષ અગાઉની સરખામણીમાં સપ્ટેમ્બરમાં પરિવહન ખર્ચમાં 31.26 ટકાનો વધારો થયો છે. ફૂડ કોસ્ટમાં 33.11 ટકાનો વધારો થયો છે. આવાસ, પાણી અને વીજળીના ભાવમાં 29.70 ટકાનો વધારો થયો છે.
ગેસ સિલિન્ડર 3000 રૂપિયાને પાર પહોચી ગયો
પાકિસ્તાનની ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટી (OGRA)એ એલપીજીના ભાવમાં 20.86 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કર્યો છે, ત્યારબાદ તેની કિંમત 260.98 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આ સિવાય ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં પણ પાકિસ્તાની રૂપિયા 246.16નો વધારો કરવામાં આવ્યો છે.
જે બાદ પાકિસ્તાનમાં ગેસ સિલિન્ડરની કિંમત ઘટીને 3,079.64 રૂપિયા થઈ ગઈ છે. ડૉલરના સંગ્રહખોરો અને દાણચોરો સામે સરકારની તાજેતરની કાર્યવાહી બાદ પાકિસ્તાનને મોંઘવારીમાંથી થોડી રાહત મળી શકે છે. આનાથી સપ્ટેમ્બરમાં રૂપિયાને વિશ્વમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતી કરન્સી બનાવવામાં મદદ મળી છે અને આયાત સસ્તી થઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો