પાકિસ્તાનમાં આતંકી હુમલો, પેસેન્જર બસ પર ફાયરિંગમાં 8 લોકોના મોત, 26 ઘાયલ
પાકિસ્તાનમાં એક બસ પર થયેલા આતંકી હુમલામાં 8 લોકોના મોત થયા છે અને 26 ઘાયલ થયા. પોલીસે કહ્યું કે અજાણ્યા બંદૂકધારીઓએ બસ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું, હાલ અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. આ બનાવ બાદ DC એ જણાવ્યુ કે પાકિસ્તાની સેનાના બે સૈનિકોના મોત થયા છે, જ્યારે સ્પેશિયલ સિક્યુરિટી યુનિટનો એક જવાન પણ ઘાયલ થયો છે.

પાકિસ્તાનના ગિલગિટ બાલ્ટિસ્તાન પાસે આતંકી હુમલો થયો છે. આ હુમલો ગિલગિટ બાલ્ટિસ્તાનના ચિલાસ કોહિસ્તાન જવાના રસ્તે લગભગ 15 કિલોમીટર દૂર પેસેન્જર બસ પર થયો હતો. અહીં બસ પર થયેલા ફાયરિંગમાં ઓછામાં ઓછા 8 લોકો માર્યા ગયા અને 26 ઘાયલ થયા. પોલીસે કહ્યું કે અજાણ્યા બંદૂકધારીઓએ બસ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું, હાલ અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ.
માહિતી આપતા ડેપ્યુટી કમિશનર દિયામર આરિફ અહેમદે જણાવ્યું કે બસ પર થયેલા હુમલામાં કુલ 8 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં 2 સુરક્ષાકર્મીઓનો પણ સમાવેશ થાય છે અને નાગરિક સંરક્ષણ અધિકારી સહિત 26 લોકો ઘાયલ થયા છે. ડીસીના જણાવ્યા અનુસાર, આ ઘટના શનિવારે સાંજે 6.30 વાગ્યે ચિલાસના હુદુર વિસ્તારમાં બની હતી.
બસ પર કરવામાં આવ્યો બેફામ ગોળીબાર
તેમણે જણાવ્યુ કે, એક ઘટના બની હતી જેમાં ગિલગિટ બાલ્ટિસ્તાનના ચિલાસ કોહિસ્તાન જવાના રસ્તે બસને નિશાન બનાવીને કાયરતાપૂર્ણ કૃત્ય આચરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે બસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેના કારણે તે સામેથી આવી રહેલી ટ્રક સાથે અકસ્માત થયો હતો. અધિકારીએ કહ્યું કે અત્યાર સુધીમાં પાંચ મૃતદેહોની ઓળખ થઈ છે જ્યારે ત્રણની ઓળખ થવાની બાકી છે.
સેનાના બે લોકોના મોત
આમાંના મોટાભાગના લોકો પૂર્વ પાકિસ્તાનના છે, જેમાં કોહિસ્તાન, પેશાવર, ગીઝર, ચિલાસ, રાઉન્ડુ, સ્કર્દુ, માનસેરા, સ્વાબી અને સિંધના એક-બે લોકોનો સમાવેશ થાય છે. ડીસી અહેમદે જણાવ્યુ કે કાયરતાપૂર્ણ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના બે સૈનિકો પણ શહીદ થયા છે, જ્યારે સ્પેશિયલ સિક્યુરિટી યુનિટનો એક જવાન પણ ઘાયલ થયો છે.
આ પણ વાંચો : પાકિસ્તાનીઓ શોધતા રહ્યા ક્યાં છે અમારા PM? ત્યારે ‘મોદી’ મારી ગયા બાજી, જુઓ વીડિયો
પોલીસે ઘટનાને લઈ શરૂ કરી તપાસ
દિયામેરના પોલીસ અધિક્ષક સરદાર શહરયારે આ હુમલા બાબતે જણાવ્યું હતું કે મૃતકો અને ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યુ કે જે ટ્રક સાથે બસ ટકરાઈ તેમાં પણ આગ લાગી અને તેના ડ્રાઈવરનું મોત નીપજ્યું. ત્યાં હાજર બાકીની કારનો બચાવ થયો હોવાની પણ વાત તેમણે કરી હતી.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો