Udaipur Case: પાકિસ્તાને ઉદયપુર હત્યાકાંડમાં ‘કરાચી કનેક્શન’ને નકારી કાઢ્યું, કહ્યું કે પાકિસ્તાનને બદનામ કરવાનું કાવતરું છે

|

Jun 30, 2022 | 9:12 AM

ઉદયપુર (Udaipur )હત્યાકાંડ પર રાજસ્થાન પોલીસે કહ્યું હતું કે આ કેસના બે આરોપીઓમાંથી એક ગૌસ મોહમ્મદ 2014માં પાકિસ્તાનના કરાચી શહેરમાં ગયો હતો અને તેના દાવત-એ-ઈસ્લામી સાથે સંબંધો હતા. જો કે, પાકિસ્તાને તેને "ભ્રામક" અને દેશને "બદનામ" કરવાનો પ્રયાસ ગણાવ્યો છે.

Udaipur Case: પાકિસ્તાને ઉદયપુર હત્યાકાંડમાં કરાચી કનેક્શનને નકારી કાઢ્યું, કહ્યું કે પાકિસ્તાનને બદનામ કરવાનું કાવતરું છે
ઉદયપુર હત્યાકાંડના બંને આરોપી ઝડપાયા

Follow us on

રાજસ્થાનના ઉદયપુરમાં (Udaipur ) દરજી કન્હૈયાલાલની ભરદિવસે થયેલી હત્યા (Murder) બાદ રાજ્યના ઘણા ભાગોમાં તણાવનો માહોલ છે. સરકાર અને તપાસ એજન્સીઓ સાથે સંકળાયેલા લોકો તરફથી આ હત્યાકાંડને આતંકવાદી હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. હત્યાકાંડના એક દિવસ બાદ રાજસ્થાન પોલીસે કહ્યું હતું કે આ કેસના બે આરોપીઓમાંથી એક ગૌસ મોહમ્મદ 2014માં પાકિસ્તાનના કરાચી શહેરમાં ગયો હતો અને તેના દાવત-એ-ઈસ્લામી સાથે સંબંધો હતા. જો કે, પાકિસ્તાને (pakistan)આ અહેવાલને “ભ્રામક” અને દેશને “બદનામ” કરવાનો પ્રયાસ ગણાવ્યો છે.

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા અસીમ ઈફ્તિખાર અહેમદે જણાવ્યું હતું કે, “અમે ભારતીય મીડિયાના એક વિભાગને ઉદયપુર હત્યા કેસની તપાસનો ઉલ્લેખ કરતા જોયા છે, જેમાં એક આરોપી ભારતીય નાગરિકને પાકિસ્તાન સ્થિત સંગઠન સાથે જોડવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે “એમ કહીને કે આવા “આરોપો” એ “ભાજપ-આરએસએસ ‘હિંદુત્વ’ દ્વારા ચલાવવામાં આવતી ભારત સરકારના પાકિસ્તાનને બદનામ કરવાના પ્રયાસો છે, જેમાં પાકિસ્તાન પર આંગળી ચીંધીને તેના આંતરિક મુદ્દાઓને બહાર કરવાનો સમાવેશ થાય છે.”

28 જૂને ઉદયપુરમાં એક દરજીની ક્રૂર હત્યા, જેણે ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર કથિત રીતે એક પોસ્ટ શેર કરી હતી, તેણે દેશમાં તણાવ પેદા કર્યો હતો. જોકે, ઘટના બાદ તરત જ આ કેસના આરોપી મોહમ્મદ રિયાઝ અટારી અને ગૌસ મોહમ્મદ ઝડપાઈ ગયા હતા. જ્યારે તપાસમાં એક આરોપીના પાકિસ્તાનના દાવત-એ-ઈસ્લામી સંગઠન સાથે સંબંધ હોવાની વધુ માહિતી મળી છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

રાજસ્થાનના પોલીસ મહાનિર્દેશક એમએલ લાથેરે જણાવ્યું હતું કે, “આરોપીઓમાંના એક, ગૌસ મોહમ્મદના કરાચી સ્થિત ઈસ્લામિક સંગઠન દાવત-એ-ઈસ્લામી સાથે સંબંધ છે. તે 2014માં કરાચી પણ ગયો હતો. અમે અત્યાર સુધીમાં બે મુખ્ય આરોપીઓ સહિત પાંચ લોકોની અટકાયત કરી છે.” લાથેરે કહ્યું કે ગૌસ મોહમ્મદ 2014માં કરાચીના દાવત-એ-ઈસ્લામી સંગઠનમાં ગયો હતો. સંસ્થાની મુંબઈ અને દિલ્હીમાં પણ ઓફિસ છે. પરંતુ, પાકિસ્તાની વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ કહ્યું, “ભારત કે વિદેશમાં લોકોને ગેરમાર્ગે દોરવામાં આવા દૂષિત પ્રયાસો સફળ નહીં થાય.”

બીજો આરોપી વેલ્ડરનું કામ કરતો હતો

બીજી તરફ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે હત્યાનો મુખ્ય આરોપી મોહમ્મદ રિયાઝ ઉદયપુરના પરકોટમાં એક દુકાનમાં વેલ્ડરનું કામ કરતો હતો. તેણે જણાવ્યું કે તે સ્થાનિક મસ્જિદમાં પણ કામ કરતો હતો અને ઘણીવાર ધાર્મિક પ્રચારમાં સામેલ થતો હતો. પોલીસે જણાવ્યું કે રિયાઝ 12 જૂને તેની પત્ની અને બે બાળકો સાથે ભાડાના મકાનમાં રહેવા ગયો હતો.

મકાનમાલિક મોહમ્મદ ઉમરે કહ્યું, “હું તેને ક્યારેય મળ્યો નથી. રિયાઝની પત્નીએ ભાડાના રહેવા માટે મારી પત્નીનો સંપર્ક કર્યો હતો. મેં ઓળખપત્ર માંગ્યું હતું, પરંતુ તેઓએ મને આપ્યું ન હતું. પરિવારે ઘટના પહેલા 28 જૂને ઘર ખાલી કરી દીધું હતું.

 

Published On - 8:53 am, Thu, 30 June 22

Next Article