તાલિબાન શાસન બાદ અફઘાનિસ્તાન-પાકિસ્તાનના સંબંધોમાં ખટાશ, ભારત માટે બની શકે છે આશાનું કિરણ

ભારતે (India) પાકિસ્તાનના (Pakistan) રસ્તે ઘઉં અને દવાનો મોટો જથ્થો અફઘાનિસ્તાન મોકલ્યો છે. ઈસ્લામાબાદે હવે પાકિસ્તાની ભૂમિ માર્ગે પુરવઠો પહોંચાડવાની સમયમર્યાદા બે અઠવાડિયા સુધી લંબાવી છે.

તાલિબાન શાસન બાદ અફઘાનિસ્તાન-પાકિસ્તાનના સંબંધોમાં ખટાશ, ભારત માટે બની શકે છે આશાનું કિરણ
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 6:55 AM

પાકિસ્તાન (Pakistan)અને અફઘાનિસ્તાન  (Afghanistan) વચ્ચે તણાવ ઝડપથી વધી રહ્યો છે, જ્યારે શરૂઆતના દિવસોમાં ઈસ્લામાબાદ અને કટ્ટરપંથી તાલિબાન શાસકો વચ્ચે ખૂબ જ સારા સંબંધો હતા. તમને જણાવવું રહ્યું કે, ઇસ્લામાબાદની મદદથી જ તાલિબાન  (Taliban) અફઘાનિસ્તાનમાં સત્તામાં આવ્યુ હતુ. જ્યારે અમેરિકન દળો પાછા હટી ગયા અને કટ્ટરપંથી મુલ્લાઓ સત્તા કબજે કરવા માટે નિર્ણાયક યુદ્ધ લડી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાની કમાન્ડો અફઘાન તાલિબાન સાથે મળીને પંજશીર ખીણમાં  (Panjshir Valley) છેલ્લા પડકારને ખતમ કરવા માટે લડ્યા હતા.

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની સ્થાપના કરવામાં અને હિંસાગ્રસ્ત દેશ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવામાં તાલિબાન શાસનની સફળતાને પાકિસ્તાન માટે એક મોટી વ્યૂહાત્મક જીત તરીકે જોવામાં આવી હતી. પાકિસ્તાન પણ દક્ષિણ એશિયાના આ ક્ષેત્રમાં વ્યૂહાત્મક રીતે મજબૂત થવાનો પ્રયાસ કરી રહ્યું હતું. પરંતુ આઠ મહિનામાં તે સ્મિત પાકિસ્તાનની સૈન્ય સંસ્થાનમાંથી ગાયબ થઈ ગયું છે. પાકિસ્તાની સેનાનું (Pakistani Army) માનવું હતું કે તાલિબાનના જન્મમાં ISI ની ભૂમિકા હોવાથી કાબુલમાં તેમની ઈચ્છા મુજબ તાલિબાન શાસન ચલાવી શકાય છે.

એકબીજા પર દોષારોપણ

ઈસ્લામાબાદ હવે કાબુલને સરહદ પારથી કાર્યરત પાકિસ્તાની તાલિબાન જેવા આતંકવાદી જૂથો દ્વારા સતત આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર ઠેરવી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે રવિવારે ઘણી સ્પષ્ટતા સાથે પોતાનું નિવેદન બહાર પાડ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “પાકિસ્તાન ફરી એકવાર અફઘાનિસ્તાનની ધરતી પરથી કાર્યરત આતંકવાદીઓની સખત નિંદા કરે છે જેઓ પાકિસ્તાનમાં પ્રવૃત્તિઓ કરે છે.”

'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025

જો કે ઈસ્લામાબાદ અશરફ ગનીના શાસન દરમિયાન કાબુલ પર અવારનવાર આક્ષેપો કરવામાં આવતા હતા. પાકિસ્તાન કાબુલના ભૂતપૂર્વ વડા અમરુલ્લા સાલેહની આગેવાની હેઠળની અફઘાન ગુપ્તચર સંસ્થાને ભારતના RAW ના સમર્થનથી આતંકવાદી હુમલાઓને પ્રાયોજિત કરવા માટે દોષી ઠેરવે છે. જો કે, પાકિસ્તાનના કેટલાક લોકોએ આ આરોપો પર વિશ્વાસ કર્યો હશે. પરંતુ હવે પાકિસ્તાનીઓને પણ માનવું મુશ્કેલ થઈ રહ્યું છે કે તાલિબાન ઈસ્લામાબાદનો કટ્ટર દુશ્મન બની ગયો છે અને તે પણ જ્યારે ગયા વર્ષે ઓગસ્ટમાં આઈએસઆઈની મદદથી તાલિબાનની સરકાર બની હતી.

અફઘાનિસ્તાનમાં કોણ સત્તા પર છે તેને ધ્યાનમાં લીધા વિના, અફઘાનિસ્તાનોએ હંમેશા 2,600 કિલોમીટર લાંબી ડ્યુરન્ડ લાઇન પર વાડ લગાવવાની પાકિસ્તાની યોજનાનો વિરોધ કર્યો છે. અફઘાન આ ડ્યુરન્ડ લાઇનને પશ્તુનોની વતનને કૃત્રિમ રીતે વિભાજીત કરવા માટે વસાહતી વારસો તરીકે જુએ છે. અફઘાન પશ્તૂનો પણ તહાફુઝ મૂવમેન્ટ (PTM) પર ઈસ્લામાબાદની કાર્યવાહીનો વિરોધ કરે છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Russia Ukraine War: નેધરલેન્ડે 18 રશિયન રાજદ્વારીઓને બતાવ્યો બહારનો રસ્તો તો ભડકી ગયુ રશિયા, લીધુ આ પગલું

g clip-path="url(#clip0_868_265)">