PAK: ન્યાયાધીશની વિરુદ્ધ બોલવું પડ્યું ન્યૂઝ એન્કરને ભારે, ચેનલ બંધ કરી ફટકાર્યો 10 લાખનો દંડ

|

Jan 24, 2021 | 11:45 PM

PAK: પાકિસ્તાનમાં, એક ન્યુઝ ચેનલના એન્કરને ત્યાંના ન્યાયાધીશોની વિરુદ્ધ બોલવું ભારે પડ્યું.

PAK: ન્યાયાધીશની વિરુદ્ધ બોલવું પડ્યું ન્યૂઝ એન્કરને ભારે, ચેનલ બંધ કરી ફટકાર્યો 10 લાખનો દંડ
Pakistan

Follow us on

PAK: પાકિસ્તાનમાં, એક ન્યુઝ ચેનલના એન્કરને ત્યાંના ન્યાયાધીશોની વિરુદ્ધ બોલવું ભારે પડ્યું. ન્યાયાધીશોના અપમાન અને આરોપસર ચેનલ પોતે 30 દિવસથી બંધ છે. Pakistanની મીડિયા મોનિટરિંગ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. જે ચેનલને આ સજા આપવામાં આવી છે તે બોલ ટીવી છે.

Bol Tv

ચેનલ વિરુદ્ધની આ કાર્યવાહી અંગે, પાકિસ્તાનના મીડિયા નિગરાની સંસ્થા PEMRA કહ્યું કે, એન્કર બંધારણની કલમ 68 અને PEMRA આચાર સંહિતા 2015 ની કલમ 19 નું ઉલ્લંઘન કર્યું છે અને ન્યાયાધીશો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી.

વધુ જાણવા મળ્યું છે કે, ચેનલને પહેલેથી જ એક નોટિસ મોકલવામાં આવી હતી અને તેને માફી માંગવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ ચેનલ તેના સ્ટેન્ડ પર રહી હતી. ઊલટું તે ચેનલે સંસ્થા પાસેથી નોટિસ પાછી ખેંચવાની માંગ કરી હતી, જેના પછી PEMRAએ ચેનલ વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે અને ચેનલ 30 દિવસથી સંપૂર્ણપણે બ્લેકઆઉટ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Pakistani Bol Tv balckout

જણાવી દઈએ કે જે એન્કરના લીધે બોલ ટીવી ઉપર કાર્યવાહી થઈ છે તે આ પહેલાં પણ વિવાદમાં આવ્યો હતો. એક સમારોહમાં દરમ્યાન સામી ઈબ્રાહીમે ત્યાં હાજર વિજ્ઞાન મંત્રી ફવાદ ચૌધરી પર PM ઈમરાન ખાન પર કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો જેને લઈને ફવાદ રોષે ભરાયા હતા અને તેને એન્કરને એક થપ્પડ ચોંટાડી દીધી હતી.

Published On - 11:39 pm, Sun, 24 January 21

Next Article