France: ફ્રાન્સમાં ફરી કોરોનાનો કહેર, 1000 લોકો રોજ થઈ રહ્યા છે સંક્રમિત, હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો

અવર વર્લ્ડ ઈન ડેટાના મૂલ્યાંકન મુજબ યુરોપ અને અમેરિકામાં સંક્રમણ વધી રહ્યું છે, પરંતુ ફ્રાન્સમાં (France) સંક્રમિતો અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓનું પ્રમાણ વધુ છે.

France: ફ્રાન્સમાં ફરી કોરોનાનો કહેર, 1000 લોકો રોજ થઈ રહ્યા છે સંક્રમિત, હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો
france-corona-news
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 10:52 PM

ફ્રાન્સમાં (France) પર્યટન ક્ષેત્ર ફરી ગતિ પકડી રહ્યું છે અને તેની સાથે કોરોના સંક્રમિતોની (COVID-19 in France) સંખ્યા પણ વધી રહી છે. આને ધ્યાનમાં રાખીને ફ્રેન્ચ અધિકારીઓ લોકોને ફરીથી માસ્ક પહેરવાની ભલામણ કરી રહ્યા છે, પરંતુ પ્રતિબંધોની સમીક્ષા કરી રહ્યા નથી કારણ કે પર્યટક ભયભીત ન જાય. સરકારી આંકડાઓ મુજબ ફ્રાન્સમાં છેલ્લા અઠવાડિયામાં કોવિડ-19ને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને દરરોજ લગભગ એક હજાર સંક્રમિતોને દાખલ કરવામાં આવી રહ્યા છે. અવર વર્લ્ડ ડેટા મુજબ યુરોપ અને અમેરિકામાં સંક્રમણ વધી રહ્યું છે, પરંતુ ફ્રાન્સમાં સંક્રમિતો અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓનું પ્રમાણ વધુ છે. ફ્રેન્ચ સરકારના પ્રવક્તા ઓલિવિયા ગ્રેગોઈરે કહ્યું છે કે રાષ્ટ્રીય નિયમોને ફરીથી લાગુ કરવાની કોઈ યોજના નથી, જે ઘણી પ્રવૃત્તિઓને સીમિત કરે છે.

ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રીએ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફેસ માસ્ક લગાવવાની કરી અપીલ

દેશમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા હાલમાં જ ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી બ્રિજિટ બોર્ગુઈગ્નનના લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફેસ માસ્ક પહેરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે હું ફ્રાન્સના લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક પહેરવાની અપીલ કરું છું. બોર્ગુઈગ્નનને કહ્યું કે ભીડવાળી જગ્યાઓ પર જેવી કે રેલ્વે સ્ટેશન વગેરે માસ્ક પહેરીને તમારી જાતને અને અન્યોને રક્ષા કરવાની રહેશે.

ફ્રાન્સમાં કોરોનાના નવા કેસ 1 લાખને પાર

વર્લ્ડોમીટરના આંકડા મુજબ શુક્રવારે ફ્રાન્સમાં કોરોનાના 1,24,985 નવા કેસ નોંધાયા હતા. આ મહામારીને કારણે 52 લોકોના મોત થયા છે. ફ્રાન્સમાં સંક્રમિતોની કુલ સંખ્યા 31,208,925 છે. આ મહામારીને કારણે અત્યાર સુધીમાં 1,49,585 લોકોના મોત થયા છે, જ્યારે 15,867,601 લોકોએ કોરોનાને હરાવી ચૂક્યા છે.

આ પણ વાંચો

ભારતમાં કોરોનાના 17,092 નવા કેસ, 29ના મોત

ભારતમાં કોરોનાની ઝડપ સતત વધી રહી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17,092 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કુલ કેસની સંખ્યા વધીને 4,34,86,326 થઈ ગઈ છે. દેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા પણ વધીને 1,09,568 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 29 લોકોના મોત પણ થયા છે. કોરોનાથી મૃત્યુઆંક વધીને 5,25,168 થઈ ગયો છે. ભારતમાં કોવિડ-19 દર્દીઓના સ્વસ્થ થવાનો રાષ્ટ્રીય દર 98.54% છે. મહારાષ્ટ્રમાં ચાર, દિલ્હીમાં ત્રણ, પંજાબમાં બે અને છત્તીસગઢ, બિહાર, ગુજરાત, કર્ણાટક અને રાજસ્થાનમાં એક-એક દર્દીના મોત થયા છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">