પાકિસ્તાનમાં વધ્યો ભુખમરો, મોંઘવારી દર 13 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો, પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળ્યા

જૂન મહિનામાં પાકિસ્તાનનો છૂટક મોંઘવારી દર 13 વર્ષના ઉચ્ચ સ્તરે એટલે કે 21.32 ટકા પર પહોંચી ગયો છે. બીજી બાજુ IMFની શરતો પર તેલની કિંમતોમાં તીવ્ર વધારો થયો છે, જેના કારણે મોંઘવારી વધુ વધવાની સંભાવના છે.

પાકિસ્તાનમાં વધ્યો ભુખમરો, મોંઘવારી દર 13 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો, પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળ્યા
Pakistan-Rupees
TV9 GUJARATI

| Edited By: Dhinal Chavda

Jul 01, 2022 | 8:51 PM

પાડોશી દેશ પાકિસ્તાનના સામાન્ય નાગરિકોની મુસીબતમાં વધુ વધારો થયો છે. જૂન મહિનામાં રિટેલ મોંઘવારી દર 13 વર્ષના સર્વોચ્ચ સ્તર એટલે કે 21.32 ટકા પર પહોંચી ગયો છે. પેટ્રોલના ભાવ ભડકે બળે છે, સરકારે આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળ (IMF) દ્વારા નિર્ધારિત શરતો અનુસાર પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં વધારો કર્યો છે. આ નિર્ણય લાગુ થયા બાદથી તમામ પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં પ્રતિ લિટર લગભગ 14 થી 19 રૂપિયાનો વધારો થયો છે. રોકડની તંગી વચ્ચે IMF તરફથી $6 બિલિયનનું રાહત પેકેજ પુનઃસ્થાપિત કરવાની આશામાં સરકારે આ પગલું ભર્યું છે. પાકિસ્તાનના નાણા મંત્રાલયે પહેલેથી જ અંદાજ આપ્યો છે કે જુલાઈથી શરૂ થતાં નવા નાણાકીય વર્ષમાં ફુગાવાનો દર 15 ટકા થઈ શકે છે.

કિંમતો કેટલી વધી

પાકિસ્તાનના નાણા મંત્રાલય દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ સરકારે પેટ્રોલ પર 10 રૂપિયા પ્રતિ લિટર અને હાઈ-સ્પીડ ડીઝલ (HSD), કેરોસીન અને લાઈટ ડીઝલ તેલ (LDO) પર 5 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલિયમ ડ્યુટી લાદવામાં આવી છે. તેના કારણે પેટ્રોલના ભાવમાં 14.85 રૂપિયા, HSDમાં 13.23 રૂપિયા, કેરોસીનમાં રૂપિયા 18.83 અને LDOમાં 18.68 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. પાકિસ્તાનમાં પેટ્રોલની એક્સ-ડેપો કિંમત હવે 248.74 રૂપિયા પ્રતિ લિટર, HSD રૂપિયા 276.54 છે. કેરોસીન રૂ. 230.26 અને એલડીઓ રૂ. 226.15 થયું છે.

એપ્રિલમાં સત્તા સંભાળનાર શાહબાઝ શરીફ સરકારના કાર્યકાળ દરમિયાન પેટ્રોલિયમ ઉત્પાદનોમાં આ ચોથો વધારો છે. નાણાપ્રધાન મિફતાહ ઈસ્માઈલે પત્રકારોને જણાવ્યું હતું કે અગાઉની ઈમરાન ખાનની આગેવાની હેઠળની સરકાર દ્વારા કરારો પર હસ્તાક્ષર કર્યા પછી ચાર મહિના પહેલા સ્થગિત કરાયેલ IMF રાહત કાર્યક્રમને પુનઃસ્થાપિત કરવા માટે આ વધારો કરવામાં આવ્યો હતો. રાહત પેકેજ ફરીથી શરૂ કરવા માટે, IMFએ વીજળીના દરમાં વધારો અને પેટ્રોલિયમ ઉત્પાદનો પર ડ્યૂટી લાદવા જેવી કડક શરતો મૂકી છે. આ શરતો લાગુ કર્યા બાદ IMF આગળની કાર્યવાહી કરશે. આ પ્રક્રિયામાં હજુ એક મહિનાનો સમય લાગી શકે છે.

પાકિસ્તાન માટે મુશ્કેલ સ્થિતિ

પાકિસ્તાન સરકારના મતે આગળ પડકારો હોઈ શકે છે કારણ કે પાકિસ્તાનના વેપારી સહયોગીઓમાં કેન્દ્રીય બેંકો દરમાં વધારો કરી રહી છે, જેનાથી ત્યાં મંદીનું જોખમ ઊભું થયું છે. જેની અસર પાકિસ્તાનના ઘરેલુ વેપાર પર પડી શકે છે. આ સાથે પાકિસ્તાનમાં મોંઘવારી વધવાને કારણે રેટમાં વધારો થઈ શકે છે, જેના કારણે ઈન્ડસ્ટ્રીને પણ નુકસાન સહન કરવું પડશે. આ સાથે સરકારે આશંકા વ્યક્ત કરી છે કે વધતી જતી મોંઘવારીને કારણે સામાન્ય લોકોની ખરીદ ક્ષમતા પર પ્રતિકૂળ અસર પડી રહી છે, જેના કારણે માંગમાં વધુ ઘટાડો થઈ શકે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati