મોહમ્મદ પયગંબર અંગેની વિવાદીત ટિપ્પણી મુદ્દે અરબ દેશોમાં આક્રોશ, ભારતીય રાજદૂતને તલબ કર્યા

|

Jun 06, 2022 | 7:08 AM

મોહમ્મદ પયગંબર (Prophet Mohammad)અંગેની ટિપ્પણી મુદ્દે ઈરાનના વિદેશ મંત્રાલયે રવિવારે તેહરાનમાં ભારતીય રાજદૂતને બોલાવીને તેમની પાસેથી સંપૂર્ણ માહિતી મેળવી હતી અને તેઓએ કહ્યું હતું કે ભારતમાં આ શું થઈ રહ્યું છે

મોહમ્મદ પયગંબર અંગેની વિવાદીત ટિપ્પણી મુદ્દે અરબ દેશોમાં આક્રોશ, ભારતીય રાજદૂતને તલબ કર્યા
Iran, Qatar And Kuwait
Image Credit source: file photo

Follow us on

ભાજપ નેતા દ્વારા મોહમ્મદ પયગંબર (Prophet Mohammad) ઉપર ટીપ્પણી કરવાના મુદ્દાએ વેગ પકડ્યો છે અને હવે આ મુદ્દે આરબ દેશઓમાં ઘણો આક્રોશ વ્યાપ્યો છે. દરમિયાન એવા અહેવાલ પ્રાપ્ત થયા છે કે ઇરાનના વિદેશ મંત્રાલય તેહરાનામાં ભારતીય દૂતાવાસના  (Indian Ambassador)રાજદૂતને બોલાવ્યા હતા અને આ અંગની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી હતી. તેમણે કહ્યું કે આ શું થઈ રહ્યું છે ભારતમાં . તમને જણાવી દઇએ કે ઇરાનના વિદેશમંત્રી આગામી અઠવાડિયે બારતની મુલાકાતે આવી રહ્યા છે. અને તે અગાઉ થયેલી આ ઘટના અંગે ભારતના રાજદૂતને બોલાવીને વાત કરવી – તે દર્શાવે છે કે મોહમ્મદ પયંગબર કરવામાં આવેલી ટીપ્પણી અંગે તેઓ કેચલા ગંભીર છે.

ઇરાનના વિદેશ મંત્રાલયના મહાનિર્દેશક સાથેની બેઠકમાં ભારતીય રાજદૂતે આ ઘટના અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ઇસ્લાના પયંગબર વિરૂદ્ધ કોઈ પણ અપમાન થાય તે અસ્વીકાર્ય છે અને આવી આપત્તિજનક ટીપ્પણી કોઈ પણ રીતે ભારત સરકારના વિચારોને રજૂ કરતી નથી. ભારત દેશ બધા જ ધર્મોનું સન્માન કરે છે.

તમને જણાવી દઈએ કે ઈરાન પહેલા કતારે દોહામાં ભારતીય રાજદૂત દીપક મિત્તલને બોલાવ્યા હતા. ભારતીય રાજદૂતે કહ્યું, વાંધાજનક ટિપ્પણી કોઈપણ રીતે ભારત સરકારના વિચારોને પ્રતિબિંબિત કરતી નથી. આ અરાજક તત્વોના મંતવ્યો છે. “અપમાનજનક ટિપ્પણી કરનારાઓ સામે પહેલેથી જ કડક કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે, તેમણે ઉમેર્યું હતું કે કતારે ભાજપના નેતાઓ સામે લેવાયેલી કાર્યવાહીનું સ્વાગત કર્યું છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

આગામી અઠવાડિયે ભારત આવી રહ્યા છે ઇરાનના વિદેશ મંત્રી

ઇરાનના વિદેશમંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહિયન આગામી અઠવાડિયે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ જાન્યુઆરી મહિનામાં જ ભારતની મુલાકાત લેવાના હતા પંરતુ કોરોનાને કારણે આ મુલાકાત રદ થઈ હતી. તેમની આગામી મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ સુધારવાના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, પયગંબર મોહમ્મદ પર ટિપ્પણીના મામલામાં ભારતીય જનતા પાર્ટીએ રવિવારે બે નેતાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી. જેમાં નુપુર શર્મા અને નવીન જિંદાલના નામ સામેલ છે. ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે જ્યારે જિંદાલને ભાજપે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.

કુવૈતે પણ બોલાવ્યા ભારતીય રાજદૂતને

નૂપૂર શર્માએ કરેલી ટીપ્પણીની એટલી ચર્ચા થઈ છે કે કુવૈતે પણ ભારતના રાજદૂતને સમન પાઠવ્યું હતું અને  સમગ્ર મુદ્દે વિગતવાર માહિતી પ્રાપ્ત કરી હતી.  કુવૈતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મંત્રાલય દ્વારા ભારતીય રાજદૂતને સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને એશિયન મામલાના સહાયક વિદેશ મંત્રીએ તેમને સત્તાવાર વિરોધ નોંધ સોંપી હતી, જેમાં પયગંબર વિરુદ્ધ બીજેપી નેતાની ટિપ્પણીને સ્પષ્ટપણે નકારી કાઢી હતી અને તેની નિંદા કરવામાં આવી હતી. ભારતીય રાજદૂતે કહ્યું, ‘આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. ભારત સરકાર તમામ ધર્મોને સર્વોચ્ચ સન્માન આપે છે.

Published On - 7:08 am, Mon, 6 June 22

Next Article