Breaking News : ભારતે પાકિસ્તાનને પડ્યા પર પાટું માર્યું, એક બે નહી પરંતુ 4 એરબેઝના છોતરા કાઢી નાંખ્યા

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ધીમી ધીમે ગંભીર બની રહ્યો છે.પાકિસ્તાને આખી રાત ભારતના સૈન્ય ઠેકાણા વાળા શહેરોમાં ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો છે. ત્યારબાદ ભારતે જવાબી કાર્યવાહી કરી મિસાઈલ પેન્ડ સહિત 4 એરબેઝનો નાશ કરી નાંખ્યો છે.

Breaking News : ભારતે પાકિસ્તાનને પડ્યા પર પાટું માર્યું, એક બે નહી પરંતુ 4 એરબેઝના છોતરા કાઢી નાંખ્યા
| Updated on: May 10, 2025 | 10:08 AM

જો સળી કરશો તો જવાબ તો મળવાનો જ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ ધીમે ધીમી યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. પાકિસ્તાને ઓપરેશન સિંદુર બાદ ભારત પર સતત ડ્રોન અને મિસાઈલ હુમલો કરી રહ્યું છે. પાકિસ્તાને ભારતના વસ્તીવાળા વિસ્તારોને નિશાન બનાવીને ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. જેને ભારતીય મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નષ્ટ કરવામાં આવ્યું હતું.પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર,પંજાબ, ગુજરાત અને રાજસ્થાન સહિત અન્ય વિસ્તારોને પણ નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.

એરબેઝ પાકિસ્તાન માટે કેટલા મહત્વપૂર્ણ છે?

ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાનના 4 એરબેઝને તબાહ કરી દીધા છે. તે આ ચાર એરબેઝ નૂર ખાન,મુરીદ,રફીરી, આદમપુર છે.આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આ એરબેઝ પાકિસ્તાન માટે કેટલા મહત્વપૂર્ણ છે?નૂરખાન એરબેઝ પાકિસ્તાનના રાવલપિંડીમાં છે. જેની સ્થાપના 1935માં કરવામાં આવી હતી. આ એરપોર્ટ પાકિસ્તાન વાયુસેના માટે ખુબ ખાસ છે. રણનીતિ તરીકે આ એરપોર્ટ ખુબ મહત્વ માનવામાં આવે છે કારણ કે, આ ઈસ્લામબાદ અને રાવલપિંડીની ખુબ નજીક છે. આ એરબેઝથી લડાકું વિમાન,ડ્રોન અને મિસાઈલ સિસ્ટમ ચલાવી શકાય છે. ભારતીય સેનાએ ડ્રોન હુમલો કર્યો જેમાં રાવલપિંડી સ્ટેડિયમનો નાશ કર્યો હતો.

 

 

લડાકુ વિમાન તૈનાત

મુરીદ એરબેઝ પંજાબના ચકવાલમાં છે. જેનું ઉપયોગ ડ્રોન સંચાલનતેનો ઉપયોગ ડ્રોન કામગીરી અને દેખરેખ માટે થાય છે. 1971ના યુદ્ધ દરમિયાન ભારતે અહીં હવાઈ હુમલો કર્યો હતો.રફીકી એરબેઝ પાકિસ્તાનના શોરકોટમાં સ્થિત છે. આ એરબેઝ થી જેએફ 17 અને મિરાઝ જેવા લડાકુ વિમાન તૈનાત હોય છે. આ એરબેઝ રનવે, હૈંગર, એડવાન્સ રડાર અને કોમ્યુનિકેશન સુવિધાઓથી ભરપુર છે. આ સિવાય ભારતના પંજાબના આદમપુર એરબેઝ પર પણ હુમલો કર્યો છે. આ હુમલો પાકિસ્તાનની એરબેઝને કેટલું નુકસાન પહોંચાડ્યું છે. તેનો અંદાજો લગાવી શકાય છે.

 

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.