ઓમિક્રોન 13 દેશોમાં પહોંચ્યો, WHOએ આપી ચેતવણી, કહ્યું- ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ વધુ ખતરનાક છે નવો વેરિયન્ટ

|

Nov 30, 2021 | 9:29 AM

WHOએ કહ્યું કે ઓમિક્રોનના ઘણા મ્યુટન્ટ્સ છે. આમાંના કેટલાક એવા છે, જે મોટા વિસ્ફોટનું કારણ બની શકે છે. આગામી થોડા અઠવાડિયામાં આ વિશે વધુ ડેટા બહાર આવશે ત્યારે વધુ સચોટ ચિત્ર સ્પષ્ટ થશે.

ઓમિક્રોન 13 દેશોમાં પહોંચ્યો, WHOએ આપી ચેતવણી, કહ્યું- ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ વધુ ખતરનાક છે નવો વેરિયન્ટ
Omicron variant (Symbolic image)

Follow us on

દક્ષિણ આફ્રિકામાં (South Africa) જોવા મળતા ઓમિક્રોન વેરિયન્ટના (Omicron variant) ઝડપથી ફેલાવાનો ખતરો સમગ્ર વિશ્વમાં મંડરાઈ રહ્યો છે અને તે ભારત જેવા દેશોમાં મોટી કટોકટી તરફ દોરી શકે છે. કોરોના ઓમિક્રોનનું (Omicron) નવું વેરિયન્ટ વિશ્વના 13 દેશોમાં પહોંચી ગયો છે. આ સ્થિતિ ત્યારે સર્જાઈ છે જ્યારે મોટાભાગના દેશોએ ઓમિક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને ટ્રાવેલ પ્રતિબંધ લાગુ કર્યો છે. બીજી તરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( World Health Organization – WHO) એ પણ આ અંગે ચેતવણી આપતા કહ્યું છે કે તેનું જોખમ ઘણું વધારે છે અને કેટલાક વિસ્તારોમાં તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

WHOએ ચેતવણી આપી છે કે નવુો વેરિયન્ટ વિશ્વ માટે મોટો ખતરો બની શકે છે. કોરોનાનો નવો વેરિઅય ઓમિક્રોન બ્રિટન, ઓસ્ટ્રેલિયા, જર્મની, ઈટાલી, બેલ્જિયમ, ઈઝરાયેલ, હોંગકોંગ, નેધરલેન્ડ, ડેનમાર્ક, બેલ્જિયમ, ચેક રિપબ્લિક, પોર્ટુગલ અને કેનેડા પહોંચી ચૂક્યો છે.

ઓમિક્રોન ઝડપથી ફેલાવાની શક્યતા
આ અંગે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ કહ્યું કે ઓમિક્રોનના વિશ્વભરમાં વધુ ફેલાવાની સંભાવના વધારે છે. જો આ વેરિયન્ટને કારણે કોરોના સંક્રમણ વધુ તીવ્ર બનશે તો તેના પરિણામો પણ એટલા જ ખતરનાક હશે. WHOએ એમ પણ કહ્યું કે અત્યાર સુધી આ વેરિયન્ટથી એક પણ મૃત્યુની પુષ્ટિ થઈ નથી. આ વેરિયન્ટ કેટલું ચેપી અને જીવલેણ છે તે હજુ સુધી સ્પષ્ટ થયુ નથી.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

યુનાઈટેડ નેશન્સ( United Nations) એ તેના 194 સભ્ય દેશોને આપેલી સલાહમાં કહ્યું કે તેઓએ રસીકરણના અભિયાનને ઝડપી બનાવવુ જોઈએ. WHOએ કહ્યું કે ઓમિક્રોનના ઘણા મ્યુટન્ટ્સ છે. આમાંના કેટલાક એવા છે, જે મોટા વિસ્ફોટનું કારણ બની શકે છે. જો કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે ઓમિક્રોનની રસીથી રોગપ્રતિકારક શક્તિને હરાવવાની સંભાવનાની પણ તપાસ કરવી પડશે.

દરરોજ 10,000 જેટલા નવા કેસ મળી શકે છે
ડબ્લ્યુએચઓએ કહ્યું કે આગામી થોડા અઠવાડિયામાં આ વિશે વધુ ડેટા સામે આવશે, ત્યારે વધુ સચોટ ચિત્ર સામે આવશે. દરમિયાન, રોગચાળાના નિષ્ણાતોનો અંદાજ છે કે આ અઠવાડિયાના અંત સુધીમાં, આફ્રિકામાં ઓમિક્રોન વેરિઅન્ટને કારણે દરરોજ 10,000 જેટલા નવા કેસ મળી શકે છે. દક્ષિણ આફ્રિકાની વસ્તીને જોતા આ એક મોટો આંકડો છે.

આ પણ વાંચોઃ

Ashwin: અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર નહી બને, અનિલ કુંબલેના રેકોર્ડ સુધી પહોંચતા પહેલા લઇ લેશે સંન્યાસ

આ પણ વાંચોઃ

Maharashtra: ‘ઓમિક્રોન’નું જોખમ વધ્યું, વિદેશથી મુંબઈ આવતા મુસાફરોને 7 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે, RT-PCR ટેસ્ટ પણ ફરજિયાત

Next Article