OMG : 30 વર્ષથી એક જ નંબરની લોટરી ટિકીટ ખરીદતો હતો આ વ્યક્તિ, નસિબ ઉઘડ્યા અને બન્યો અરબપતિ

|

Aug 27, 2021 | 3:49 PM

61 વર્ષના આ ખેલાડી પોતાના પુરસ્કારનો દાવો કરવા માટે લોટરી ઓફિસ પહોંચ્યો. તેણે પોતાની જીતેલી રકમમાંથી લગભગ 11.7 મિલિયન ડૉલરને કેશમાં મેળવવાનો વિકલ્પ પસંદ કર્યો.

OMG : 30 વર્ષથી એક જ નંબરની લોટરી ટિકીટ ખરીદતો હતો આ વ્યક્તિ, નસિબ ઉઘડ્યા અને બન્યો અરબપતિ
A guy has been buying the same lottery ticket for 30 years

Follow us on

‘ઉપર વાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડકે’ આ કહેવત સાચી જ છે. કોના નસીબ ક્યારે ખુલી જશે કોઇ ભરોસો નથી. જો નસીબ સાથ આપે તો માણસ રસ્તા પરથી મહેલમાં આવી જાય ને ખરાબ હોય તો મહેલમાંથી ઝૂંપડીમાં. આવી જ એક ઘટના અમેરીકાના મિશિગનમાં રહેતા એક વ્યક્તિ સાથે બની છે. આ વ્યક્તિ રાતો રાત અરબપતિ બની ગયો છે.

આ વ્યક્તિને પોતાના નસીબ પર એટલો ભરોસો હતો કે તે વારંવાર એક જ નંબરના સેટની લોટરી રમતો ગયો. એક દિવસ અચાનક કિસ્મત તેના પર મહેરબાન બની ગઇ અને તેને અરબપતિ બનાવતી ગઇ. આ વ્યક્તિએ 18.41 મિલિયન ડૉલરનો જેકપોટ જીત્યો છે. આ લોટરીની કિંમતને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો કિંમત થાય છે 1,36,48,77,818. એટલે કે આ વ્યક્તિ 1 અબજ 36 કરોડ 48 લાખ 77 હજાર અને 818 રૂપિયાનો માલિક બન્યો છે.

આ વ્યક્તિએ 31 જુલાઇના રોજ 03-05-10-20-28-31 ના બધા 6 નંબરોને મળાવીને સૌથી મોટુ ઇનામ જીત્યુ છે. આ વ્યક્તિએ લોટરી અધિકારીને જણાવ્યુ કે, ‘હું 1991 થી આજ નંબરના સેટથી લોટરી રમી રહ્યો છું. મે ઘણી વાર સંખ્યાઓના નવા સેટ સાથે રમવા વિશે વિચાર્યુ, પરંતુ દર વખતે જુના નંબર સાથે રમવાનો નિર્ણય લીધો જેણે આ વખતે મને અરબપતિ બનાવી દીધો.’

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તેમણે જણાવ્યુ કે, રાત્રે સુતા પહેલા મે પોતાના નંબરને ચેક કર્યો. જ્યારે મે સંખ્યાના સેટને ઓળખ્યો તો મે ઓછામાં ઓછા ડઝન વાર પોતાની ટિકીટ ચેક કરી અને પછી હુ ચોંકી ગયો. 61 વર્ષના આ ખેલાડી પોતાના પુરસ્કારનો દાવો કરવા માટે લોટરી ઓફિસ પહોંચ્યો. તેણે પોતાની જીતેલી રકમમાંથી લગભગ 11.7 મિલિયન ડૉલરને કેશમાં મેળવવાનો વિકલ્પ પસંદ કર્યો.

આ પણ વાંચો –

Maharashtra : રાજકીય ડ્રામા બાદ નારાયણ રાણેની આજથી ફરી જન આશિર્વાદ યાત્રા શરૂ, કલમ 144 લાગુ હોવા છતા પણ પહોંચશે સિંધુદુર્ગ !

આ પણ વાંચો –

Cleveland Championships: ટોક્યો ઓલિમ્પિક્સ પછી સાનિયા મિર્ઝાનો કમાલ, મોટા ઉલટ ફેર સાથે સેમીફાઈનલમાં સ્થાન બનાવ્યુ

આ પણ વાંચો –

‘અમારા સૈનિકોએ હજારો લોકોના જીવ બચાવતાં પોતાના જીવનું બલિદાન આપ્યુ છે,’ આતંકી હુમલાને લઇને બોલ્યા કમલા હેરિસ

Next Article