OMG: આવા પણ શોખીનો હોય છે, 72વર્ષ જુના દારૂ માટે હરાજીમાં લગાવી આટલી અધધ રકમ

|

Jan 30, 2021 | 2:42 PM

OMG : એક ખૂબ જ જૂની કહેવત છે: વાઇન (શરાબ / દારૂ) જેટલી જૂની હોય છે, તેની માંગ વધુ. કેટલાક લોકોને મોંઘામાં મોંઘી શરાબ પીવાના શોખ હોય છે.

OMG: આવા પણ શોખીનો હોય છે, 72વર્ષ જુના દારૂ માટે હરાજીમાં લગાવી આટલી અધધ રકમ
39 lakh rupees Wine

Follow us on

OMG : એક ખૂબ જ જૂની કહેવત છે: વાઇન (Wine) જેટલી જૂની હોય છે, તેની માંગ વધુ. કેટલાક લોકોને મોંઘામાં મોંઘી શરાબ પીવાનો શોખ હોય છે. પરંતુ, ક્યારેય સાંભળ્યું છે કે દારૂની બોટલ માટે કોઈ 39 લાખ રૂપિયા ખર્ચ કરી શકે છે? કદાચ તમારો જવાબ ના હશે. જોકે, હોંગકોંગમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક વ્યક્તિએ આશરે 72 વર્ષ જુની દારૂની બોટલ માટે 39 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.

ગ્લેન ગ્રાન્ટ વ્હિસ્કી

મળતી માહિતી મુજબ, હોંગકોંગમાં (Hong- Kong) ગ્લેન ગ્રાન્ટ વ્હિસ્કીની (Glan Grant whiskey)  એક બોટલ હરાજી ખાતે 39 લાખ રૂપિયામાં વેચાઇ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વ્હિસ્કી 72 વર્ષ જૂની હતી. અહેવાલ મુજબ, આ વાઇન 1948 ના વર્ષમાં તૈયાર કરાઈ હતી. બોટલોર ગોર્ડન અને મેકકફેઇલ દ્વારા હરાજીમાં સૌ પ્રથમ તેની ઓફર કરવામાં આવી હતી. આ બોટલની બિડ કિંમત 54,000 હોંગકોંગ ડોલર એટલે કે લગભગ 39 લાખ રૂપિયા હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ બોટલ વેચનારા વ્યક્તિને અપેક્ષા હતી કે ઓછામાં ઓછી તે 300,000 થી 380,000 હોંગકોંગ ડોલરમાં વેચાય. આ કેસમાં લોકોને આશ્ચર્ય પણ થયું છે કે દારૂની બોટલની કિંમત આટલી બધી હશે ?

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તે જ સમયે, વાઇન અને વ્હિસ્કી નિષ્ણાત ક્રિસ્ટોફર પોંગ કહે છે કે કોરોના સમયગાળા અને પાછલા કેટલાક વર્ષોમાં, વ્હિસ્કીના ભાવમાં લગભગ ચાર ગણો વધારો થયો છે. આશ્ચર્યની વાત એ છે કે આ માટે લોકો ખુલ્લેઆમ પૈસા ખર્ચવા પણ તૈયાર છે. શુક્રવારે, વ્હિસ્કીની બોટલ કુટની સિરામિક ડેકેંટર દ્વારા હોંગકોંગના 372,000  ડોલરમાં વેચાય છે.

Published On - 2:36 pm, Sat, 30 January 21

Next Article