OMG: Forbs મેગેઝિનની વિખ્યાત મોડલનો જીવ બચ્યો શરીર પરના તલ દ્વારા! હકીકત જાણીને લાગશે આંચકો

|

May 18, 2022 | 9:47 AM

જાણીતી મોડલ એલિસન કે બાઉલ (Alison Kay Bowles) તેના શરીર પરના તલને કારણે જાણીતી છે તેના શરીર પરની આ વિશેષતા અંગે તેની ફ્રેન્ડે સજાગ રહેવાનું સૂચન કર્યું હતું. અને આ ટકોરને કારણે મોડલનો જીવ બચી ગયો છે.

OMG: Forbs મેગેઝિનની વિખ્યાત મોડલનો જીવ બચ્યો શરીર પરના તલ દ્વારા! હકીકત જાણીને લાગશે આંચકો
ALISON KAY BOWLES

Follow us on

શરીર પર રહેલા તલ (moles)બ્યુટી સ્પોટ્ તરીકે ઓળખાય છે, પંરતુ આ જ તલ જો જીવ બચાવાવમાં કામ આવે તો આ વાત આશ્ચર્યજનક લાગે ખરુ ને? આ ઘટના વાસ્તવિકતામાં બની છે શરીર પરના તલ વિશ્વ સ્તરે જાણીતી મોડલ એલિસન કે (Alison Kay Bowles)બાઉલ્સનો જીવ બચાવાવમાં નિમિત્ત બન્યા છે. એલિસન વિશ્વની પ્રખ્યાત મોડલ છે અને તેના ઇનસ્ટાગ્રામ પર 3 લાખ તરતા વધુ ફોલોઅર ધરાવે છે અને ફોર્બ્સ મેગેઝિનના કવર પેજ ઉપર અવારનવાર તેની તસવીરો છપાતી રહી છે.

એલિસન કે બાઉલ્સ અમેરિકાના ફ્લોરિડામાં રહે છે. વાસ્તવમાં એલિસનના શરીર પર કાળા તલ પુષ્કળ પ્રમાણમાં છે. જેના લીધે તેને પ્રશંસાની કમેન્ટ મળતી રહે છે. અને આ અંગે થયેલી વિવિધ કમેન્ટનો એલિસન સ્પષ્ટ રીતે જવાબ પણ આપે છે જોકે એલિસનની એક બહેનપણીએ તેને આટલા બધા તલ અંગે થોડા સજાગ રહેવા જણાવ્યું હતું. તેની સહેલીએ કહ્યું હતું કે જો કોઈના શરીર પરના તલ અથવા તો તલનો આકાર અચાનક વધવા લાગે તો વ્યક્તિએ સતર્ક રહેવું જોઈએ અને ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

તલની બાયોપ્સીમાં ખૂલ્યું કેન્સરનું રહસ્ય

એલિસને તેની ફ્રેન્ડની વાતને પહેલા તો ગણકારી જ નહોતી પરંતુ તેની વાતને યાદ રાખી હતી. ત્યાર બાદ એલિસન તેના શરીર પર બનતા તલ અંગે ધ્યાન આપવા માંડી હતી. થોડા મહિના પછી તેણે નોંધ્યું કે તેના શરીર પરના અમુક તલનો આકાર વધવા માંડ્યો છે. આથી તેણે આ તલ અંગે ત્વચા અને કેન્સર રોગ નિષ્ણાત (Dermatologist) સાથે ચર્ચા વિચારણા કરી હતી. પછી ડોક્ટરની સલાહ પ્રમાણે તલની બાયોપ્સી કરવામાં આવી હતી. અને તેનો ચોંકાવનારો રિપોર્ટ આવ્યો હતો.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

શું હતો રિપોર્ટ

બાયોપ્સી રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે એ તલની અંદર કેન્સર નામની બિમારી શરૂ થઈ ગઈ હતી. આ વાતની માહિતી મળતા એલિસને તેની ફ્રેન્ડ મેલાનોમા (Melanoma)નો આભાર માન્યો હતો. જેણે એલિસનને તલ અંગે સજાગ રહેવા જણાવ્યું હતું.

Instagram પર શેર કરી સંવેદનશીલ વાત

આ ઘટના બાદ જાણીતી મોડલ એલિસને ઇનસ્ટાગ્રામ પર સંવેદનશીલ વાત શેર કરી હતી કે તે કેન્સરનો ભોગ બનતા રહી ગઈ. પ્રખ્યાત મોડલ એલિસન કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતી હોય છે. ઉપરાંત તે વિશ્વમાં વિવિધ મેગેઝિનના કવરપેજ ઉપર પણ ચમકી છે. તો જગવિખ્યાત ફોર્બ્સ મેગેઝિનનો પણ હિસ્સો બની ચૂકી છે.

 

Next Article