Breaking News : હવે અમેરિકાના નિશાને, ભારત, ચીન, બ્રાઝિલ ! 500 ટકા ટેરિફ લાદવાના બિલને મળી મંજૂરી, શું ડોનાલ્ડ ટ્રમ્પ લગાવશે 500 ટકા ટેરિફ ?

ટ્રમ્પે રશિયન તેલ ખરીદનારાઓ સામે કાર્યવાહી કરવાના હેતુથી 500 ટકા ટેરિફ લાદવાના બિલને મંજૂરી આપી દીધી છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત, બ્રાઝિલ અને ચીન પર 500% સુધીના ટેરિફ લાદવાની તૈયારી કરી લીધી છે. આગામી સપ્તાહે તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

Breaking News : હવે અમેરિકાના નિશાને, ભારત, ચીન, બ્રાઝિલ ! 500 ટકા ટેરિફ લાદવાના બિલને મળી મંજૂરી, શું ડોનાલ્ડ ટ્રમ્પ લગાવશે 500 ટકા ટેરિફ ?
| Edited By: | Updated on: Jan 08, 2026 | 10:10 AM

વેનેઝુએલા બાદ હવે, અમેરિકાએ ભારત, ચીન અને બ્રાઝિલ પર નિશાન સાધ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 500 ટકા ટેરિફ લાદવાના બિલને મંજૂરી આપી દીધી છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત, બ્રાઝિલ અને ચીન પર 500% સુધીના ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે મંજૂર કરેલા બિલને યુએસ કોંગ્રેસમેન લિન્ડસે ગ્રેહામે પુષ્ટિ આપી છે. તેમણે કહ્યું છે કે ટ્રમ્પે રશિયા પર પ્રતિબંધો લાદવાના બિલને મંજૂરી આપી છે. આ બિલ દ્વારા ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો પર રશિયન તેલ ખરીદવા પર 500 ટકા સુધીનો ટેરિફ લાદવામાં આવી શકે છે.

લિન્ડસેના મતે, “ચીન, ભારત અને બ્રાઝિલ જેવા દેશ રશિયા પાસેથી ઓછા ભાવે ક્રૂડ ઓઈલ ખરીદીને, પુતિનના યુદ્ધ મિશનને બળ આપી રહ્યા છે. રશિયાને સીધી કે આડકતરી રીતે મદદ કરતા દેશોને સજા આપવા માટે અમેરિકાએ આ બિલનો પ્રસ્તાવ મૂક્યો છે.”

અમેરિકા ભારત પર વધુ ભારે ટેરિફ લાદી શકે છે. યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામે આ અંગે સંકેત આપ્યો છે. જોકે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે કાંઈ જણાવ્યું નથી. ગ્રેહામે કહ્યું કે, ટ્રમ્પે રશિયન તેલ ખરીદનારાઓ સામે કાર્યવાહી કરવાના હેતુથી એક બિલને મંજૂરી આપી છે. તેમાં રશિયા પાસેથી તેલ ખરીદતા રાષ્ટ્ર પર 500% ટેરિફ લાદવાની માંગ કરવામાં આવી છે.

ગ્રેહામ લિન્ડસેએ કહ્યું કે, “આ બિલ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ચીન, ભારત અને બ્રાઝિલ જેવા દેશો પર પ્રચંડ સત્તા આપશે, જે આ દેશોને સસ્તા રશિયન તેલ ખરીદવાથી અટકાવશે, જે યુક્રેન સામે પુતિનના રક્તપાતને ભંડોળ પૂરું પાડી રહ્યા છે.” તેમણે લખ્યું કે તેના પર મતદાન આવતા અઠવાડિયે થઈ શકે છે.

Published On - 9:49 am, Thu, 8 January 26