Breaking News: બચીને રહેજો ‘ઉત્તર કોરિયા’ થી ! કિમ જોંગ ઉને લોન્ચ કર્યું એવું હથિયાર કે, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી

વિશ્વના નકશા પર હંમેશા ચર્ચામાં રહેતા દેશ ઉત્તર કોરિયાથી ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કિમ જોંગ ઉનની આગેવાની હેઠળ ઉત્તર કોરિયાએ કેટલાક એવા અત્યાધુનિક અને ઘાતક હથિયારોનું સફળ પરીક્ષણ કર્યું છે, જેણે દુનિયાભરના શક્તિશાળી દેશોની ચિંતા વધારી દીધી છે.

Breaking News: બચીને રહેજો ઉત્તર કોરિયા થી ! કિમ જોંગ ઉને લોન્ચ કર્યું એવું હથિયાર કે, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી
| Updated on: May 27, 2026 | 5:57 PM

ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે, તેણે તેના તાજેતરના શસ્ત્ર પરીક્ષણોમાં કેટલીક નવી સૈન્ય ટેકનોલોજી અને શસ્ત્ર પ્રણાલીઓનું પરીક્ષણ કર્યું છે, જેમાં પરમાણુ ક્ષમતા ધરાવતી ક્રૂઝ મિસાઈલ તેમજ નવા વોરહેડ્સ પણ જોડાયેલ છે. આ માહિતી બુધવારે ઉત્તર કોરિયાના સરકારી મીડિયાના હવાલાથી સામે આવી છે.

નોર્થ કોરિયાના જણાવ્યા અનુસાર, આ પરીક્ષણોની દેખરેખ દેશના શાસક કિમ જોંગ ઉને પોતે કરી હતી. આ પરીક્ષણોમાં બેલિસ્ટિક મિસાઈલ, ક્રૂઝ મિસાઈલ અને રોકેટ આર્ટિલરી સિસ્ટમ પણ હતી.

નોર્થ કોરિયાએ કયા શસ્ત્રોનું પરીક્ષણ કર્યું?

  1. સરકારી સમાચાર એજન્સી KCNA અનુસાર, આ લોન્ચિંગ દરમિયાન કેટલીક અદ્યતન શસ્ત્ર પ્રણાલીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
  2. વોરહેડ ધરાવતી એવી બેલિસ્ટિક મિસાઈલો, જેને યુદ્ધ દરમિયાન પરમાણુ હુમલા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
  3. પરમાણુ ક્ષમતા ધરાવતી ક્રૂઝ મિસાઈલો, જેને AI આધારિત ટેકનોલોજીથી ગાઇડ કરવામાં આવી છે.
  4. 240 મીમીની રોકેટ આર્ટિલરી, જેમાં ‘અત્યંત સચોટ’ નેવિગેશન સિસ્ટમ લગાવવામાં આવી છે.
  5. ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે, આ શસ્ત્રોનો હેતુ યુદ્ધ ક્ષેત્રમાં ઉપયોગ માટે પરમાણુ ક્ષમતાને મજબૂત કરવાનો છે.

કિમ જોંગ ઉને પરીક્ષણો પર સંતોષ વ્યક્ત કર્યો

KCNA ના જણાવ્યા અનુસાર, કિમ જોંગ ઉને , ખાસ કરીને ક્રૂઝ મિસાઈલ સિસ્ટમના પ્રદર્શનને લઈને સંતોષ વ્યક્ત કર્યો હતો. આ મિસાઈલો દક્ષિણ કોરિયાની સરહદ નજીક તૈનાત લાંબા અંતરની આર્ટિલરી યુનિટ્સ સાથે ઉપયોગ કરવા માટે તૈયાર કરવામાં આવી રહી છે. કિમે સૈન્ય અધિકારીઓને જણાવ્યું કે, આર્ટિલરી દળોને ઝડપથી આધુનિક બનાવવામાં આવે, જેથી ‘કોઈ પણ તેમની બરાબરી ન કરી શકે.’

દક્ષિણ કોરિયાનો રિપોર્ટ શું કહે છે?

દક્ષિણ કોરિયાની સેનાએ એક દિવસ પહેલા જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયાએ તેના પશ્ચિમી દરિયાઈ વિસ્તાર તરફ કેટલાક પ્રોજેક્ટાઈલ (શસ્ત્રો) છોડ્યા હતા, જેમાં ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઈલ પણ હતી. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના જણાવ્યા અનુસાર, આ મિસાઈલ આશરે 80 કિલોમીટર સુધી ગઈ હતી. દક્ષિણ કોરિયાની સેનાએ ઉત્તર કોરિયાના નવા દાવાઓ પર તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આખરે વિસ્તારમાં કેમ વધી રહ્યો છે ‘તણાવ’?

ઉત્તર કોરિયા સતત પોતાની સૈન્ય ક્ષમતાને આધુનિક અને મજબૂત બનાવવામાં લાગેલું છે, ખાસ કરીને ત્યારથી જ્યારે વર્ષ 2019 માં તેના અને અમેરિકા વચ્ચેની વાતચીત તૂટી ગઈ હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની રાજદ્વારી વાતચીત નિષ્ફળ ગયા પછી કિમ જોંગ ઉને હથિયાર કાર્યક્રમ ઝડપી બનાવ્યો છે.

ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાને પોતાનો ‘સૌથી મોટો દુશ્મન’ પણ જાહેર કર્યો છે અને બંને દેશો વચ્ચેના જૂના સંબંધોને લગભગ ખતમ કરી દીધા છે. તાજેતરમાં જ એક સૈન્ય બેઠકમાં કિમે સરહદ પર તૈનાત સૈનિકોની તાકાત વધારવા અંગે ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે, સરહદને ‘અભેદ્ય કિલ્લા’ માં ફેરવવામાં આવશે.

રશિયા અને ચીન સાથે વધતી નિકટતા

રિપોર્ટ અનુસાર, કિમ જોંગ ઉનની વિદેશ નીતિ હવે રશિયા તરફ વધુ નમેલી જોવા મળી રહી છે. રશિયાને યુક્રેન યુદ્ધ માટે ઉત્તર કોરિયા તરફથી હજારો સૈનિકો અને હથિયારો મળી રહ્યા છે. આ સાથે જ ઉત્તર કોરિયાએ ચીન સાથે પણ સંબંધો મજબૂત કર્યા છે, જેને તે પોતાનો મુખ્ય સાથી અને આર્થિક સહારો માને છે.

બીજી તરફ, ટ્રમ્પે ઘણી વખત કિમ જોંગ ઉન સાથે ફરીથી વાતચીત શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જો કે, ઉત્તર કોરિયાએ આ પ્રસ્તાવોને નજરઅંદાજ કર્યા છે. પ્યોંગયાંગનું કહેવું છે કે, જ્યાં સુધી અમેરિકા પરમાણુ નિઃશસ્ત્રીકરણની શરત હટાવશે નહીં, ત્યાં સુધી કોઈ પણ વાતચીતની શક્યતા નથી.

Breaking News: અમેરિકાનો દબદબો ખતમ! ઈરાની સુપ્રીમ લીડરે કહી દીધી ‘મોટી વાત’, સુપરપાવર દેશના પગ નીચેથી જમીન સરકી ગઈ

Follow Us
Loading...
Unable to load recommendations.