New Zealand PM :કોરોનાને લાંબો સમય રાખ્યો નિયંત્રણમાં, હવે પોતે જ થયા કોરોના સંક્રમિત

|

May 14, 2022 | 10:10 AM

(New Zealand PM Coronavirus) ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જૈસિંડા અર્ડર્ન (New Zealand Prime Minister Jacinda Ardern) કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. પ્રધાનમંત્રી કાર્યાલયે શનિવારે નિવેદન બાહર પાડીને જણાવ્યું હતું કે તેમનામાં કોવિડના (Covid)હળવા લક્ષણો જોવા મળ્યા છે.

New Zealand PM :કોરોનાને લાંબો સમય રાખ્યો નિયંત્રણમાં, હવે પોતે જ થયા કોરોના સંક્રમિત
New Zealand PM

Follow us on

(New Zealand PM Coronavirus) ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જૈસિંડા અર્ડર્ન (New Zealand Prime Minister Jacinda Ardern) કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. પ્રધાનમંત્રી કાર્યાલયે શનિવારે નિવેદન બાહર પાડીને જણાવ્યું હતું કે તેમનામાં કોવિડના (Covid)હળવા લક્ષણો જોવા મળ્યા છે. માટે તેઓ બજેટ અંગે સંસદમાં યોજાનારી ચર્ચામાં સામેલ થશે નહીં.

નિવેદનમાં જણાવાયું છે કે અમેરિકામાં તેઓની ટ્રેડ મિશન અંગે યાત્રા થવાની હતી. તે પણ હવે નહીં યોજાય. શુક્રવાર સાંજથી પ્રધાનમંત્રી અર્ડર્નમાં કોવિડ-19ના લાક્ષણ જોવા મળ્યા હતા. શનિવારે તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

શનિવારે સવારે જૈસિંડા અર્ડર્નનો કોવિડ19 ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. અને વાઇરસના હળવા લક્ષણો જોવા મળ્યા હતા. તેઓ 8મી મેના દિવસથી આઇસોલેશનમાં છે. કારણ કે તે જ દિવસથી તેમના પાર્ટનર ક્લાર્ક ગેફોર્ડ પણ કોરોના પોઝિટીવ આવ્યા હતા. જોકે પ્રધાનમંત્રીનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એટલે તેમણે 21 મેની સવાર સુધી આઇસોલેશનમાં રહેવું પડશે. આ દરમિયાન તેઓ પોતાના કાર્યાલય પર આવ્યા વિના ઘરેથી જ કામ કરશે. તેમના સ્થાને ઉપ પ્રધાનમંત્રી ગ્રાંટ રોબર્ટસન સોમવારે મીડિયાને સંબોધિત કરશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બજેટ અને એમિશન પ્લાન ઉપર અર્ડર્નનું નિવેદન

તો અર્ડર્ને એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ અઠવાડિયું સરકાર માટે પાયાનો પત્થર સાબિત થાય તેવો છે. અને હું નિરાશ છું કે હું ત્યાં હાજર નહીં રહી શકું. અમારી ઉત્સર્જન કાપ યોજના એ રસ્તાને આકાર આપશે જેનાથી અમે કાર્બન ઝીરોના લક્ષ્યને પ્રાપ્ત કરી શકીશું. આ બજેટ ન્યૂઝીલેન્ડની સ્વાસ્થ્ય પ્રણાલી અને દીર્ઘકાલીન ભવિષ્ય તથા સુરક્ષા વિશે જણાવે છે.

વાઇરસને નિયંત્રણમાં રાખવામાં આગળ હતો ન્યૂઝીલેન્ડ

તમને જણાવી દઇએ કે ન્યૂઝીલેન્ડ એવા દેશોમાં સામેલ છે જેણે સંક્રમણની શરૂઆત થતા જ વાઇરસને નિયંત્રણમાં મૂકી દીધો હતો. આ માટે તેમણે લોકોની અવર જવર પર નિયંત્રણ લગાવીને કડક લોકડાઉન લાગુ પાડ્યું હતું. અહીંયાંની સરકારે વેક્સિનેશન અભિયાન પણ તીવ્ર ગતિએ ચલાવ્યું હતું. મોટા ભાગે દેશની તમામ વસ્તીને રસી આપવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ અંગે પ્રધાનમંત્રી જૈસિંડા અર્ડર્નની નીતિઓના પણ વખાણ કરવામાં આવ્યા હતા. જોકે તેમ છતાં પાછલા કેટલાક મહિનાથી અહીં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે.

 

 

 

Published On - 9:59 am, Sat, 14 May 22

Next Article