New York : જાણો કેમ એક વર્ષથી ટ્રકોમાં સાચવી રખાયા છે કોરોના દર્દીઓના મૃતદેહ ?

|

May 11, 2021 | 2:04 PM

ન્યૂયોર્ક શહેરમાં હાર્ટ આઇસલૈંડ કરીને સૌથી મોટું કબ્રિસ્તાન છે આ સ્ટોર કરેલા મૃતદેહને અંતિમક્રિયા માટે ત્યાં જ લઇ જવામાં આવશે.

New York : જાણો કેમ એક વર્ષથી ટ્રકોમાં સાચવી રખાયા છે કોરોના દર્દીઓના મૃતદેહ ?
મોર્ગ ટ્રક

Follow us on

દુનિયામાં અલગ અલગ સમયે કોરોનાએ પીક પકડી હતી અને અલગ અલગ સમય પર નવા સ્ટ્રેઇન પણ સામે આવ્યા હતા. અમેરિકાના (America) ન્યૂયોર્કમાં (New York) ગત વર્ષે કોરોના ચરમ પર હતો અને તેના લીધે લાખો લોકોએ જીવ ગુમાવ્યો હતો. હાલત એવા બની ગયા હતા કે પ્રશાસને કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની ડેડ બોડી ફ્રિઝર ટ્રકમાં રાખી હતી હવે તે ઘટનાને 7 થી 8 મહિના જેટલો સમય થઇ ગયો છે પરંતુ હજી પણ આ મૃતદેહો ફ્રિઝરમાં પડ્યા છે અને હજી પણ દફન કરવાની રાહ જોઇ રહ્યા છે.

એક સ્થાનિય મીડિયા રિપોર્ટ પ્રમાણે લગભગ 750 જેટલા મૃતદેહો હજી પણ સ્ટોર થયેલા છે જેમને દફન કરવાના બાકી છે. હવે ધીરે ધીરે તેમને દફન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

ન્યૂયોર્ક શહેરમાં હાર્ટ આઇસલૈંડ કરીને સૌથી મોટુ કબ્રિસ્તાન છે આ સ્ટોર કરેલા મૃતદેહને અંતિમક્રિયા માટે ત્યા જ લઇ જવામાં આવશે. સ્થાનિય પ્રશાસન હાલમાં આ તમામ મૃત લોકોના પરિવારજનો સાથે વાત કરી રહ્યુ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તમને જણાવી દઇએ કે, ગત વર્ષે માર્ચ-એપ્રિલ મહિનામાં ન્યૂયોર્કમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો હતો . તે સમયે અમેરિકામાં મોટી સંખ્યામાં લોકોના મોત થઇ રહ્યા હતા અને પ્રશાસને મજબૂરીમાં આ મૃતદેહોને સ્ટોર કર્યા હતા કારણ કે તેમના પરિજન તેમને અંતિમ વિદાઇ આપીને રીતી રિવાજ સાથે દફન કરવા માંગતા હતા.

કોરોનાએ મચાવેલી ભારે તબાહીને એક વર્ષ ઉપર થઇ ગયુ છે અને અમેરિકા કોરોનાથી પ્રભાવિત થનાર સૌથી મોટો દેશ હતો અને હજી પણ તે કોરોનાથી થયેલા નુક્શાનમાંથી બહાર નથી નીકળી શક્યુ. અમેરિકામાં લગભગ 6 લાખ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે અને હજી પણ ત્યાં 64 લાખથી વધુ એક્ટિવ કેસ છે.

અમેરીકામાં એપ્રિલ 2020 ની શરૂઆતમાં રોજના 800 થી વધુ લોકોના મોત નોંધાયા હતા. US Centers for Disease Control and Prevention મુજબ ફક્ત ન્યૂયોર્ક શહેરમાં જ એપ્રિલ મહિના દરમિયાન રોજ 566 લોકોના મોત નોંધાઇ રહ્યા હતા.

માર્ચ 2020 માં જ સીટી હોસ્પિટલની બહાર ટ્રકમાં મોર્ગ બનાવીને રાખવામાં આવ્યા હતા. છેલ્લી વખત ન્યૂયોર્ક સીટીમાં આટલા મોટા પ્રમાણમાં લોકોના મોત 2001 ના આતંકવાદી હુમલા બાદ થયા હતા. જ્યારે ડૉક્ટરોએ 2,753 લોકોના મોત બાદ હજારો બોડી પાર્ટ્સને ઓળખવા પડ્યા હતા.

Next Article