Artemis: બે વખત ફેલ થયા બાદ નાસા માટે સારા સમાચાર, રોકેટે ઇંધણ પરીક્ષણ પાસ કર્યું

|

Sep 22, 2022 | 5:13 PM

અમેરિકી સ્પેસ એજન્સી નાસાનો (NASA) આર્ટેમિસ 1 લોન્ચ કરવાનો પ્રયાસ બે વખત નિષ્ફળ ગયો છે. જોકે, આ વખતે નાસાએ બેકઅપ તરીકે 2 ઓક્ટોબરની તારીખ પણ નક્કી કરી છે. નાસા તેને આવતા અઠવાડિયે 27 સપ્ટેમ્બરે લોન્ચ કરશે.

Artemis: બે વખત ફેલ થયા બાદ નાસા માટે સારા સમાચાર, રોકેટે ઇંધણ પરીક્ષણ પાસ કર્યું
આર્ટેમિસ 1 નું લોન્ચિંગ બે વાર મુલતવી રાખવામાં આવ્યું છે
Image Credit source: NASA

Follow us on

યુએસ (US) સ્પેસ એજન્સી નાસાએ (NASA) બુધવારે કહ્યું કે તેણે તેના નવા રોકેટ (New rocket)માટે રિફ્યુઅલિંગ પ્રક્રિયાનું સફળ પરીક્ષણ કર્યું છે. ટેક્નિકલ ખામીઓને કારણે થોડા દિવસો પહેલા ચંદ્ર પર તેના બહુપ્રતીક્ષિત ચંદ્રમિશનના ભાગ રૂપે આર્ટેમિસ 1 મિશનના બે પ્રયાસો અટકાવવા પડ્યા બાદ નાસા દ્વારા આ નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. હવે આવતા અઠવાડિયે ફરી શરૂ કરવાની યોજના છે.

અમેરિકાના મહત્વાકાંક્ષી આર્ટેમિસ 1 મિશનના પ્રક્ષેપણ નિર્દેશક ચાર્લી બ્લેકવેલ-થોમ્પસને જણાવ્યું હતું કે, “આજે અમે જે લક્ષ્યો હાંસલ કરવા માટે નક્કી કર્યા હતા તે પૂર્ણ કરવામાં સક્ષમ હતા.”

લીક થવાને કારણે પ્લાન કેન્સલ કરવો પડ્યો હતો

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

માનવરહિત મિશન નવા 30-માળના SLS રોકેટ તેમજ માનવરહિત ઓરિયન કેપ્સ્યુલનું પરીક્ષણ કરે તેવી અપેક્ષા છે, જે ભવિષ્યમાં મનુષ્યને ચંદ્ર પર લઈ જવા માટે તૈયાર છે.

સપ્ટેમ્બરની શરૂઆતમાં, નાસાએ તેના સૌથી શક્તિશાળી રોકેટને લોન્ચ કરવાનો છેલ્લો પ્રયાસ લીક ​​થવાને કારણે અટકાવવો પડ્યો હતો જ્યારે તેના ક્રાયોજેનિક ઇંધણ (પ્રવાહી હાઇડ્રોજન અને ઓક્સિજન) રોકેટની ટાંકીમાં પમ્પ કરવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ તેનું સમારકામ કરવામાં આવ્યું હતું અને બુધવારે ટેસ્ટ દરમિયાન આ ટાંકીઓ રિફિલ કરવામાં આવી હતી. જેમાં સફળતા મળી હતી.

જો કે, પરીક્ષણ દરમિયાન એક નાનો હાઇડ્રોજન લીક જોવા મળ્યો હતો, જેને નાસાના ઇજનેરો નિયંત્રણમાં લાવવામાં સક્ષમ હતા. ગયા સપ્તાહની શરૂઆતમાં, નાસાએ કહ્યું હતું કે આર્ટેમિસ 1 ફરીથી મિશન શરૂ કરવાનો પ્રયાસ કરવા જઈ રહ્યું છે. હવે તે તેને 27 સપ્ટેમ્બરે લોન્ચ કરશે.

બેકઅપ તરીકે 2 ઓક્ટોબર

આ પહેલા અમેરિકી સ્પેસ એજન્સી નાસાનો આર્ટેમિસ 1 લોન્ચ કરવાનો પ્રયાસ બે વખત નિષ્ફળ ગયો છે. જોકે, આ વખતે નાસાએ બેકઅપ તરીકે 2 ઓક્ટોબરની તારીખ પણ નક્કી કરી છે. નાસા ફરી એકવાર આર્ટેમિસ 1 મિશનને આવતા અઠવાડિયે 27 સપ્ટેમ્બરે ભારતીય સમય અનુસાર રાત્રે 9.07 વાગ્યે લોન્ચ કરવાનો પ્રયાસ કરશે.

NASA સ્પેસ લોંચ સિસ્ટમ રોકેટ અને ઓરિયન અવકાશયાનના પ્રથમ પ્રક્ષેપણ પહેલા ક્રાયોજેનિક પરીક્ષણ કરવાની પણ યોજના ધરાવે છે.

નાસાએ પણ જણાવ્યું હતું કે, “આગામી પ્રક્ષેપણ સાથે આગળ વધવાની તૈયારીની પુષ્ટિ કરતા પહેલા, ટીમ હવામાન અને અન્ય પરિબળો સાથે પરીક્ષણના ડેટાનું પણ મૂલ્યાંકન કરશે.” નાસાએ અત્યાર સુધીમાં બે વખત આર્ટેમિસ 1 મિશન લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો છે અને બંને વખત આ યોજનાને મોકૂફ રાખવી પડી હતી.

આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

Published On - 5:13 pm, Thu, 22 September 22

Next Article