અમેરિકાની સંસદમાં જો આ બિલ પાસ થઈ જશે તો ભારતીયોને મળશે છપ્પરફાડ ગ્રીન કાર્ડ
અમેરિકામાં પ્રતિનિધિ સભા અને સેનેટના તાકાતવર સાંસદો તરફથી ગ્રીન કાર્ડના કાયદાથી જોડાયેલા 2 મહત્ત્વના બિલ રજૂ કરવામાં આવ્યા. આ બંને બિલોમાં દરેક દેશના હિસાબે નાગરિકતા માટે મળતા ગ્રીન કાર્ડની મહત્તમ મર્યાદાને ખતમ કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. આ કાયદો પાસ થયા બાદ અમેરિકામાં રહેતા હજારો ભારતીયોને સ્થાયી નાગરિકતા મળી શકશે. આ બિલો પાસ થયા બાદ […]
અમેરિકામાં પ્રતિનિધિ સભા અને સેનેટના તાકાતવર સાંસદો તરફથી ગ્રીન કાર્ડના કાયદાથી જોડાયેલા 2 મહત્ત્વના બિલ રજૂ કરવામાં આવ્યા. આ બંને બિલોમાં દરેક દેશના હિસાબે નાગરિકતા માટે મળતા ગ્રીન કાર્ડની મહત્તમ મર્યાદાને ખતમ કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.
આ કાયદો પાસ થયા બાદ અમેરિકામાં રહેતા હજારો ભારતીયોને સ્થાયી નાગરિકતા મળી શકશે. આ બિલો પાસ થયા બાદ ગૂગલ અને અન્ય કંપનીઓમાં કામ કરી રહેલા પ્રોફેશનલ્સને મોટા સ્તરે ફાયદો થશે. આ બિલને યુએસ ચેમ્બર્સ ઑફ કોમર્સ તરફથી સમર્થન મળેલું છે. અમેરિકામાં હાલ દર વર્ષે 1,40,000 લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે.
Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025
બોલીવુડની આ અભિનેત્રીઓ છે માંગલિક
Jyotish Shastra : કુંડળીમાં માંગલિક દોષ કેટલો સમય રહે છે?
રિપબ્લિકન પાર્ટીના સાસંદ માઈક લી અને ડેમોક્રેટિક સાંસદ કમલા હેરિસે બુધવારે ફેરનેસ ફોર હાઈ સ્કિલ્ડ ઈમિગ્રેન્ટ્સ એક્ટ રજૂ કર્યું છે. જો આ બિલોને અમેરિકી કોંગ્રેસ તરફથી પાસ કરવામાં આવે છે તો પછી તે એક કાયદાનું સ્વરૂપ લઈ લેશે. કાયદો બન્યા બાદ એચ-1બી વીઝા પર અમેરિકા ગયેલા એવા તમામ ભારતીય પ્રોફેશનલ્સમાં ઘણું પોપ્યુલર છે. આ એક બિન અપ્રવાસીય વિઝા છે જે અમેરિકી કંપનીઓ વિદેશી કર્મચારીઓની ભરતી માટે મંજૂરી આપે છે, ખાસ કરીને આઈટી ક્ષેત્રના.
શું છે ગ્રીન કાર્ડ?
ગ્રીન કાર્ડને અમેરિકાના અધિકારિક પરમેનેન્ટ રેસિડન્ટ કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્ડ કોઈ વ્યક્તિને અમેરિકામાં સ્થાયી રીતે રહેવાની અને અહીં કામ કરવાની મંજૂરી આપે છે. અમેરિકામાં હાલ દર વર્ષે 1 લાખ 40 હજાર ગ્રીન કાર્ડ આપવામાં આવે છે જે પ્રોફેશનલ્સ માટે હોય છે. એચ-1બી વીઝા કે અલ વીઝા પર અમેરિકા આવતા પ્રોફેશનલ્સ પણ તેમાં સામેલ છે. જોકે વર્તમાન નિયમો પ્રમાણે તેમાં કોઈ પણ એક દેશના લોકોને 7 ટકાથી વધુ ગ્રીન કાર્ડ નહીં આપી શકાય. આ નિયમના કારણે ચીન અને ભારત જેવા વધુ વસ્તી ધરાવતા દેશોના લોકોને દસકાઓ સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાય છે. હેરિસે આ બિલ રજૂ કરતા કહ્યું કે, આપણે શરણાર્થીઓનો દેશ છીએ. અને અમારી તાકાત હંમેશાં વિવિધતા અને એકતામાં જ સમાયેલી છે. તો બીજી બાજુ લીએ કહ્યું કે અપ્રવાસી લોકોને તેમના દેશના આધારે સજા ન આપવી જોઈએ.