નેપાળનાં વડાપ્રધાન ઓલીનું ધડમાથા વગરનું નિવદેન, ભારતમાં રહેલી અયોધ્યા નકલી, ભગવાન રામ નેપાળમાં વસતા હતા

|

Jul 13, 2020 | 6:02 PM

નેપાળનાં વડાપ્રધાન કે પી શર્મા ઓલી તરફથી ફરી એકવાર ધડ માથા વગરનું નિવેદન આવ્યું છે. આ વખતનાં નિવેદનમાં તેમણે ભારત પર સાંસ્કૃતિક અતિક્રમણ કરવાનો આરોપ લગાડ્યો છે. વડાપ્રધાન નિવાસસ્થાને આયોજીત એક કાર્યક્રમમાં ઓલીએ જણાવ્યું કે ભારતે નકલી અયોધ્યા ઉભી કરીને નેપાળનાં સાંસ્કૃતિક વારસા પર આક્રમણ કર્યું છે.  ઓલીએ દાવો કર્યો કે ભગવાન શ્રી રામની નગરી […]

નેપાળનાં વડાપ્રધાન ઓલીનું ધડમાથા વગરનું નિવદેન, ભારતમાં રહેલી અયોધ્યા નકલી, ભગવાન રામ નેપાળમાં વસતા હતા
http://tv9gujarati.in/neapl-na-pm-oli-…li-ayodhya-nakli/

Follow us on

નેપાળનાં વડાપ્રધાન કે પી શર્મા ઓલી તરફથી ફરી એકવાર ધડ માથા વગરનું નિવેદન આવ્યું છે. આ વખતનાં નિવેદનમાં તેમણે ભારત પર સાંસ્કૃતિક અતિક્રમણ કરવાનો આરોપ લગાડ્યો છે. વડાપ્રધાન નિવાસસ્થાને આયોજીત એક કાર્યક્રમમાં ઓલીએ જણાવ્યું કે ભારતે નકલી અયોધ્યા ઉભી કરીને નેપાળનાં સાંસ્કૃતિક વારસા પર આક્રમણ કર્યું છે.  ઓલીએ દાવો કર્યો કે ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા બારતનાં ઉત્તરપ્રદેશમાં નહી પરંતુ નેપાળનાં વાલ્મિકી આશ્રમ પાસે છે, તેમણે કહ્યું કે આજે લોકો ભ્રમમાં છે કે સીતાજીનો વિવાહ જે ભગવાન રામ સાથે થયો તે ભારતીય છે. ભગવાન રામ ભારતીય નહી પરંતુ નેપાળનાં છે.

       ભાનુ જયંતિનાં પર્વ પર બોલતા ઓલી એ કહ્યું કે અયોધ્યા, જનકપુરથી પશ્ચિમમાં આવેલી બીરગંજ પાસે આવેલી ઠોરી નામની જગ્યા પાસે એક વાલ્મિકી આશ્રમ છે, ત્યાં એક રાજકુમાર રહેતા હતા. વાલ્મિકી નગર નામની આ જગ્યા અત્યારે બિહારનાં પશ્ચિમ ચંપારણ્ય જિલ્લામાં છે, જેનો અમુક હિસ્સો નેપાળમાં છે. તેમણે કહ્યું કે ભારત દ્વારા કરવામાં આવી રહેલા દાવા વાળા સ્થળ પર લગ્ન કરવા માટે રાજા ગયા ત્યાં અયોધ્યાથી લોકો જનકપુરમાં લોકો પહોચ્યા કઈ રીતે? ઓલીનાં નિવેદન મુજબ તે જમાનામાં કોઈ ટેલીફોન કે મોબાઈલ હતા નહી, પહેલાનાં સમયમાં લગ્ન નજીક નજીકમાં કરવામાં આવતા હતા, ભારત જે અયોધ્યાનો દાવો કરે છે તેમાં આટલી દુરથી લગ્ન કરવા માટે કોણ પહોચી શકે?

    આ પહેલા નેપાળે પોતાને ત્યાં આવતી ભારતીય ચેનલોનું પ્રસારણ રોકી દીધુ હતું. નેપાળનો આરોપ હતો કે ભારતીય ચેનલ તેમના વિરૂદ્ધ અપમાનજનક કન્ટેન્ટ બતાડી રહ્યું છે. એક આદેશમાં નેપાળમાં કેબલ ઓપરેટર્સ દ્વારા ભારતીય ખાનગી ન્યૂઝ ચેનર પર પ્રતિબંધ લગાડી દીધો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Next Article