NASAના Ingenuity હેલિકોપ્ટરે મંગળ પર પૂર્ણ કર્યું 10મું ઉડાણ, એક માઇલનું અંતર કર્યું પસાર

|

Jul 26, 2021 | 5:30 PM

અમેરિકન સ્પેસ એજન્સી NASAના Ingenuity હેલિકોપ્ટર દ્વારા મંગળ પર તેની અત્યાર સુધીનું 10મું અને સૌથી ઉંચુ ઉડાણ કરવામાં આવ્યું હતું.

NASAના Ingenuity હેલિકોપ્ટરે મંગળ પર પૂર્ણ કર્યું 10મું ઉડાણ, એક માઇલનું અંતર કર્યું પસાર
Photo taken by the Ingenuity Mars helicopter

Follow us on

અમેરિકન સ્પેસ એજન્સી નાસાના (NASA) Ingenuity હેલિકોપ્ટર દ્વારા મંગળ પર તેની અત્યાર સુધીનું 10મું અને સૌથી ઉંચુ ઉડાણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હેલિકોપ્ટર રેડ પ્લેનેટ (Red Planet) પર એક માઇલનું કુલ અંતર પૂર્ણ કર્યું. અંતરિક્ષ એજન્સીની જેટ પ્રોપલ્શન લેબોરેટરી (JPL)ના નાસાના અધિકારીઓએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, “આજે માર્સ હેલિકોપ્ટર ફ્લાઇટની સફળતાથી અમે અત્યાર સુધીમાં એક માઇલની કુલ ફ્લાઇટ અંતર પસાર કરી લીધું છે.” નાસાના જણાવ્યા અનુસાર આ ફ્લાઇટ અત્યાર સુધીની સૌથી જટિલ ફ્લાઇટ હતી. તેના માર્ગમાં 10 થી વધુ રૂટ હતા.

તેની ફ્લાઇટ દરમિયાન Ingenuity હેલિકોપ્ટર તેના છઠ્ઠા એરફિલ્ડથી ઉપડ્યું હતું. આ દરમિયાન હેલિકોપ્ટર દ્વારા 165 સેકન્ડમાં લગભગ 95 મીટરનું અંતર આવરી લેવામાં આવ્યું હતું. 12 મીટર ઉંચાઈના ઉડાણ માટે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તેમાં લાલ ગ્રહના ક્ષેત્રની તસવીરો પણ લેવામાં આવી હતી. આ સ્થાનને રેજ્ડ રિજેસ કહેવામાં આવે છે. જ્યાં નાસા પર્સિવરન્સ રોવર મોકલવાની યોજના બનાવી રહ્યું છે. નોંધનીય છે કે, નાસાના પર્સિવરન્સ રોવર તેના Ingenuity મંગળ હેલિકોપ્ટર સાથે આ વર્ષે ફેબ્રુઆરીમાં મંગળની સપાટી પર ઉતર્યા હતા.

આપને જણાવી દઈએ કે ચાર પાઉન્ડ વજનનું હેલિકોપ્ટર નાસાના પર્સિવરન્સ રોવરની અંદર ફીટ કરાયું હતું અને તે 4 એપ્રિલે મંગળની સપાટી પર ઉતર્યું હતું. જ્યારે Ingenuity હેલિકોપ્ટર 19 એપ્રિલના રોજ પ્રથમ વખત ઉપડ્યું ત્યારે તેણે ઇતિહાસ રચ્યો હતો. ખરેખર આ પહેલીવાર હતું જ્યારે પૃથ્વી સિવાયના કોઈ ગ્રહ પર હેલિકોપ્ટર ઉડાડવામાં આવ્યું હતું.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

શરૂઆતમાં, ઇજનેરોએ પાંચ ફ્લાઇટ પરીક્ષણો લેવાની યોજના બનાવી હતી જેથી પર્સિવરન્સ રોવર પ્રાચીન જીવનની શોધ કરવાનું તેનું મોટું કાર્ય કરી શકે. પરીક્ષણની ફ્લાઇટ દરમિયાન રોવરે કેમેરામેનની ભૂમિકા ભજવી હતી. તે જ સમયે હવે એન્જિનિયરોએ હેલિકોપ્ટરની કામગીરીને ધ્યાનમાં લઈને વધુ પરીક્ષણ ફ્લાઇટ્સ કરવાનું વિચાર્યું છે.

 

આ પણ વાંચો: NTPC Recruitment 2021: નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડમાં એક્સિક્યુટિવ અને સીનિયર એક્સિક્યુટિવ પદ માટે જાહેર થઈ ભરતી

આ પણ વાંચો: Raj Kundra Case: કુંદ્રાએ કાનપુર કનેક્શનથી ડિસ્ટ્રીબ્યુટ કરી 90 અશ્લીલ ફિલ્મો, અહીંયા એક્ટિવ હતું રેકેટ
Next Article