Man Vs Wild: વડાપ્રધાન મોદીએ બિયર ગ્રિલ્સ સાથે આ 10 વાત કરી તે જાણવા જેવી છે

|

Aug 12, 2019 | 5:20 PM

ડિસ્કવરી ચેનલમાં વડાપ્રધાન મોદી અને બેયર ગ્રિલ્સ એકસાથે જોવા મળ્યા. Man vs Wid આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી અને બેયર ગ્રિલ્સ વચ્ચે અમુક વાતો થઈ જેના લીધે વડાપ્રધાનના જીવનની ખાસિયતો પણ જાણવા મળી. આપણે નજર કરીએ તેની પર. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI […]

Man Vs Wild: વડાપ્રધાન મોદીએ બિયર ગ્રિલ્સ સાથે આ 10 વાત કરી તે જાણવા જેવી છે

Follow us on

ડિસ્કવરી ચેનલમાં વડાપ્રધાન મોદી અને બેયર ગ્રિલ્સ એકસાથે જોવા મળ્યા. Man vs Wid આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી અને બેયર ગ્રિલ્સ વચ્ચે અમુક વાતો થઈ જેના લીધે વડાપ્રધાનના જીવનની ખાસિયતો પણ જાણવા મળી. આપણે નજર કરીએ તેની પર.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   ગુજરાતના આ શહેરોમાં તૂટી પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

  1. બેયર ગ્રિલ્સે વિવિધ સવાલો વડાપ્રધાન મોદીને પૂછ્યા તેમાં એક સવાલ એવો પણ પૂછ્યો કે તમે ક્યારેય નિરાશ નથી થતા? આ બાબતે વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો કે પહેલાંથી હું પોઝીટીવ છું. મારું ટેમ્પરામેન્ટ પોઝિટીવ છે જેના લીધે હું ક્યારેય નિરાશ થયો નથી.
  2. વડાપ્રધાન મોદીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે તેઓ ગરીબ પરિવારમાંથી હતા. તેમની પાસે ન્હાવાના સાબૂ લેવાના પણ પૈસા નહોતા. આથી તેઓ જમીન પર Salt-ક્ષાર જામી જાય તેને ઉખેડીને લાવતા અને ગરમ પાણીને નાખીને તેના દ્વારા જ કપડાં ધોતા હતા અને તેનો જ ઉપયોગ ન્હાવામાં સાબુની જેમ કરતાં.
  3. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે તેઓ ભણવામાં કોઈ ખાસ્સા હોંશિયાર હતા નહીં પણ તેઓ સારી રીતે સ્વચ્છ કપડાં પહેરીને સ્કૂલે જતાં. તાંબાના કોઈ પાત્રમાં કોલસાને ગરમ કરીને તેઓ કપડાને ઈસ્ત્રી કરતાં અને શાળાએ જતા.
  4. વડાપ્રધાન મોદીએ રેલવેને પોતાની જિંદગીમાં મહત્ત્વની ફાળો આપનારી ગણાવી કારણ કે તેમના પિતાની ચાની દુકાન હતી. વડાપ્રધાન મોદી ચાની દુકાન પર કામ કરતાં અને તેઓ સ્ટેશન પર ચા વેચવા માટે પણ જતા.
  5. વડાપ્રધાન મોદીએ પોતાના પદને લઈને પૂછવામાં આવેલાં પ્રશ્નમાં જવાબ આપ્યો કે હું મારા પદની ફિકર કરતો નથી. મને મારા કામ અને જવાબદારીની પરવા હોય છે. મને આ પદની જવાબદારી મળી એટલે મેં વિકાસને મુખ્ય લક્ષ્ય બનાવીને જ કામ કર્યું છે.
  6.  વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 17 કે 18 વર્ષની ઉંમરે જ ઘર છોડી દીધું હતું કે અને તેમને જિંદગીમાં આગળ વધવા માટે કોઈ નિર્ણય કરવો હતો. વડાપ્રધાન મોદીએ હિમાલય સફરને યાદગાર ગણાવી, ત્યાંના લોકો કેવી રીતે ઓછી વસ્તુઓમાં જિંદગીને ગાળી શકે છે તેના વિશે વાત કરી.
  7. એક રમૂજી પ્રસંગ વિશે વાત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે નાના હતાં ત્યારે તળાવમાં ન્હાવા જતા. મેં એક મગરના બચ્ચાને જોયું અને હું તેને ઘરે લઈ આવ્યો. માતાએ કહ્યું કે આ તો પાપ કહેવાય એટલે વડાપ્રધાન મોદી પાછું એ બચ્ચાને ત્યાં મુકવા ગયેલાં.
  8. પ્રકૃતિથી ડર લાગે છે એવા પ્રશ્નના જવાબમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે પ્રકૃતિથી ડર ના હોવો જોઈએ.  જ્યારે તમે પ્રકૃતિની સાથે સંઘર્ષમાં ઉતરો છો ત્યારે ગરબડ શરુ થઈ જાય છે. પ્રકૃતિની સાથે તાલમેલ બનાવીને આગળ વધવું જોઈએ.
  9. વરસાદને લઈને વડાપ્રધાન મોદીએ પોતાના જીવનનો કિસ્સો સંભળાવ્યો કે તેમના પિતાની આર્થિક સ્થિતિ સારી નહોતી તો પણ તેઓ જ્યારે સારો વરસાદ પડે ત્યારે 25-30 ટપાલ લઈને આવતા અને પોતાના પરિવારજનોને ટપાલ દ્વારા જાણકારી આપતા કે સારો વરસાદ પડ્યો. વડાપ્રધાને એમ પણ કહ્યું કે આજે આપણે જાણીએ શકીએ છીએ વરસાદનું કેટલું મહત્ત્વ છે.
  10.  વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ 18 વર્ષમાં આ પહેલું વેકેશન લઈ રહ્યાં છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યાં હતા અને હાલ વડાપ્રધાન બન્યા તેની પણ વાત કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:16 pm, Mon, 12 August 19

Next Article