Myanmar: કપડા સુકવીને મહિલાઓ અનોખી રીતે સૈન્ય શાસનનો કરી રહી છે વિરોધ

|

Mar 07, 2021 | 11:36 PM

Myanmar: મ્યાનમારમાં બળવો થયા બાદથી જનતાનો ભારે વિરોધ ચાલુ છે. સૈન્ય સરકાર લોકોને ચૂપ કરવા માટે કડક પગલા લઈ રહી છે, જેના કારણે અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોત થયા છે.

Myanmar: કપડા સુકવીને મહિલાઓ અનોખી રીતે સૈન્ય શાસનનો કરી રહી છે વિરોધ

Follow us on

Myanmar: મ્યાનમારમાં બળવો થયા બાદથી જનતાનો ભારે વિરોધ ચાલુ છે. સૈન્ય સરકાર લોકોને ચૂપ કરવા માટે કડક પગલા લઈ રહી છે, જેના કારણે અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોત થયા છે. આંદોલનકારીઓની માંગ છે કે સેના અટકાયત કરેલા નેતાઓને મુક્ત કરે અને દેશમાં ફરીવાર લોકશાહી સ્થાપિત કરે. લોકો પ્રદર્શન અને વિરોધ માટે જૂદ જુદા ઉપાયો શોધી કાઢ્યા છે, જેમાં એક છે જાહેરમાર્ગ પર મહિલાઓના કપડા સૂકવવા.

 

જાહેરમાર્ગ  પર મહિલાઓના કાપડ સુકવીને વિરોધ 
આંદોલનકારીઓ રસ્તા પર દોરી બાંધીને મહિલાઓના કપડા સળંગ સુકવી રહ્યા છે. આવી રીતે ઘણી જગ્યાએ  કપડા સુકવ્યા હોય એવી તસ્વીરો સામે આવી છે. આંદોલનકારીઓ પોલીસ અને સૈનિકોને આ રીતે બદનામ કરવા માંગે છે. જાહેરમાર્ગ પર આવી રીતે મહિલાઓના કપડા સુકવી વિરોધ કરવા પાછળનું કારણ એ છે કે મ્યાનમારમાં મહિલાઓના કપડા હેઠળ પસાર થવું તે બેડ લક  માનવામાં આવે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

પોલીસ અને સેના કપડા નીચે ઉતારવામાં લાગી 
મ્યાનમારમાં મહિલાઓએ કપડા સુકવી વિરોધ કરતા, તે કપડાની નીચેથી પસાર થવામાં પોલીસ અને સેના પણ ડરી રહી છે. અનેક જગ્યાએ જાહેરમાર્ગ પર સુકવેલા કપડા ઉતારવામાં પોલીસ અને સેના ધંધે લાગી છે. મહિલાઓના આંતરિક વસ્ત્રો પણ ટાંગવામાં આવ્યા છે, જેની નીચેથી પસાર થવું સેના માટે શરમજનક બની રહ્યું છે. 

 

1 ફેબ્રુઆરીએ થયું સત્તાપરિવર્તન
માય્નમારમાં 1 ફેબ્રુઆરીએ સેના દ્વારા બળવો થયો હતો. બળવા પછી દેશમાં સેનાએ જ એક વર્ષની ઈમર્જન્સી લગાવી અને લોકો દ્વારા ચૂંટાયેલા નેતા આંગ સાન સુ કી સહિત હજારો લોકોને ધરપકડ કરી.

 

આ પણ વાંચો: MODI IN BENGAL: કોઈએ મોદીનું માસ્ક પહેર્યું તો કોઈ બન્યું હનુમાનજી, જુઓ PM મોદીની રેલીના રસપ્રદ PHOTOS

Next Article