Vladimir Putin: રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની પહેલી Pakistan મુલાકાત, મોસ્કો અને ઈસ્લામાબાદ વચ્ચે મંત્રણા શરૂ

|

Jan 24, 2022 | 4:57 PM

રશિયાના(Russia) રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin) આ વર્ષે પ્રથમ વખત પાકિસ્તાનની(Pakistan) મુલાકાતે જઈ રહ્યા છે. તેમની મુલાકાતને અંતિમ સ્વરૂપ આપવા માટે ઈસ્લામાબાદ અને મોસ્કો(Moscow) વચ્ચે વાતચીત ચાલી રહી છે.

Vladimir Putin: રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની પહેલી Pakistan મુલાકાત, મોસ્કો અને ઈસ્લામાબાદ વચ્ચે મંત્રણા શરૂ
Vladimir-Putin maiden pakistan visit (File image)

Follow us on

રશિયાના(Russia) રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin) આ વર્ષે પ્રથમ વખત પાકિસ્તાનની(Pakistan) મુલાકાતે જઈ રહ્યા છે. તેમની મુલાકાતને અંતિમ સ્વરૂપ આપવા માટે ઈસ્લામાબાદ અને મોસ્કો(Moscow) વચ્ચે વાતચીત ચાલી રહી છે. છેલ્લા બે વર્ષથી પુતિનની ઈસ્લામાબાદ મુલાકાત અંગે બંને પક્ષો તરફથી ચર્ચા થઈ રહી હતી. જો કે, કોવિડ-19(Covid-19) મહામારી સહિતના કારણોના લીધે તેનો અમલ થઈ શક્યો નથી.

મીડિયા આઉટલેટ્સ અનુસાર, પુતિન તેમની મુલાકાત દરમિયાન પાકિસ્તાન સાથે “Big Ticket Projects” અને અન્ય પહેલની જાહેરાત કરી શકે છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને વ્લાદિમીર પુતિનને પહેલેથી જ ઔપચારિક આમંત્રણ આપ્યું છે અને તેમણે ગયા મહિને તેમની ટેલિફોનિક વાતચીત દરમિયાન રશિયન નેતાને બીજી વાર આમંત્રણ આપ્યું હતું.

બીજી તરફ પુતિને કહ્યું હતું કે તેઓ પાકિસ્તાનની મુલાકાત લેવા ઈચ્છે છે જ્યારે રશિયા પાસે ‘વેચવા માટે કંઈક મોટું’ હોય. ઇમરાન ખાન અને વ્લાદિમીર પુતિન આવતા મહિને વિન્ટર ઓલિમ્પિકના(Winter Olympics) ઉદ્ઘાટન સમારોહ વખતે બેઇજિંગમાં(Beijing) મળવાની અપેક્ષા છે. ગયા વર્ષે, પાકિસ્તાન અને રશિયાએ કરાચીના(Karachi) પોર્ટ કાસિમથી લાહોર સુધી 1,100 કિલોમીટર લાંબી ગેસ પાઇપલાઇનના નિર્માણ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ગેસ પાઈપલાઈન ડીલ પર હસ્તાક્ષર થતાં પુતિનના પાકિસ્તાન જવાની શક્યતાઓ ઘણી વધી ગઈ છે. અહેવાલ મુજબ, ઇસ્લામાબાદ આતુર છે કે રાષ્ટ્રપતિ પુતિન અબજો ડોલરના ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરે, જે આ વર્ષના અંતમાં શરૂ થઈ શકે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પાકિસ્તાન રશિયા સાથે વધુ સારા સંબંધો બનાવવા માંગે છે
એક્સપ્રેસ ટ્રિબ્યુને જણાવ્યું હતું કે પાકિસ્તાનનો સ્ટીમ ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ એક મોટો પ્રોજેક્ટ છે જે મોસ્કો અને ઈસ્લામાબાદ દ્વિપક્ષીય સંબંધોના નવા યુગની શરૂઆત કરવા ઈચ્છે છે. મીડિયા આઉટલેટના અહેવાલમાં, પાઇપલાઇન પ્રોજેક્ટના વિકાસથી પરિચિત અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ પાકિસ્તાન માટે માત્ર આર્થિક જ નહીં પરંતુ વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. વધુમાં, પાકિસ્તાન તેની વિદેશ નીતિ વિકલ્પોમાં વિવિધતા લાવવાના પ્રયાસોના ભાગરૂપે રશિયા સાથેના સંબંધોને વિસ્તૃત કરવા માંગે છે.

શીત યુદ્ધ દરમિયાન રશિયા અને પાકિસ્તાન એકબીજાના વિરોધી હતા
રશિયા અને પાકિસ્તાન, જેઓ શીતયુદ્ધ(Coldwar) દરમિયાન એકબીજાના વિરોધી હતા તે આજે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આજ સુધી કોઈ રશિયન રાષ્ટ્રપતિએ પાકિસ્તાનની મુલાકાત લીધી નથી. રશિયા જ્યારે સોવિયત સંઘનો ભાગ હતો ત્યારે પણ કોઈ રાષ્ટ્રપતિએ પાકિસ્તાનની મુલાકાત લીધી ન હતી. 11 એપ્રિલ, 2007ના રોજ, સોવિયેત સંઘના પતનના 16 વર્ષ પછી, રશિયન વડા પ્રધાન મિખાઇલ ફ્રેડકોવ પાકિસ્તાનની મુલાકાતે આવ્યા હતા.

આ પણ વાંચો:

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને મળી જશે માન્યતા! નોર્વેમાં ચાલી રહેલી બેઠકથી ચર્ચા શરૂ, યુરોપીય દેશો પર ઉઠ્યા સવાલ

આ પણ વાંચો:

Saudi Takes Down Houthi’s Missile: હુતિયોને તમાચો, સાઉદી અરેબિયા અને યુએઈ પર એક સાથે બેલિસ્ટિક મિસાઇલોથી કર્યો હુમલો

Next Article