ઇંગ્લેન્ડના હિન્દુ મંદિરની બહાર 200 થી વધુ લોકો ભેગા થયા, ‘અલ્લાહુ અકબર’ ના સૂત્રોચ્ચાર કર્યા

|

Sep 21, 2022 | 1:34 PM

સ્મેથવિકમાં 200 થી વધુ લોકો હિન્દુ મંદિરની બહાર પ્રદર્શન કરવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન, તેઓએ મંદિરના પરિસરમાં પ્રવેશવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે (Police) તેમને રોક્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ઇંગ્લેન્ડના હિન્દુ મંદિરની બહાર 200 થી વધુ લોકો ભેગા થયા, અલ્લાહુ અકબર ના સૂત્રોચ્ચાર કર્યા
Hindu Temple - England

Follow us on

ભારત અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે ઓગસ્ટના અંતમાં થયેલા એશિયા કપ (Asia Cup) બાદ ઇંગ્લેન્ડમાં વાતાવરણ બગડ્યું છે. ઇંગ્લેન્ડના (England) લીસેસ્ટર શહેરમાં મેચ પછી હિન્દુ અને મુસ્લિમ જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. દરમિયાન, એવો દાવો કરવામાં આવ્યો છે કે મંગળવારે સ્મેથવિકમાં 200 થી વધુ લોકો હિન્દુ મંદિરની બહાર પ્રદર્શન કરવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન, તેઓએ મંદિરના પરિસરમાં પ્રવેશવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તેમને રોક્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

તેમાં જોઇ શકાય છે કે સ્પોન લેનમાં સ્થિત દુર્ગા ભવન હિન્દુ કેન્દ્રની બહાર લોકોની ભીડ છે. આ સમય દરમિયાન ઘણા લોકો ‘અલ્લાહુ અકબર’ ના નારા લગાવતા સાંભળી શકાય છે. જ્યારે પોલીસ આ વિરોધીઓને કાબૂમાં રાખવા ત્યાં પહોંચી હતી, ત્યારે આ લોકો દિવાલ કુદવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બર્મિંગહામ વર્લ્ડના અહેવાલ મુજબ, અપના મુસ્લિમ નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા મંગળવારે દુર્ગા ભવન મંદિરની બહાર શાંતિપૂર્ણ પ્રદર્શનનું આહ્વાન કરવામાં આવ્યું હતું.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

 

પૂર્વી ઇંગ્લેંડ શહેર લીસેસ્ટરમાં ઉપદ્રવ પછી, હિન્દુ અને મુસ્લિમ સમુદાયના નેતાઓએ મંગળવારે એકસાથે સદ્ભાવનાની અપીલ કરી છે. બીજી તરફ પોલીસે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ બાદ હિંસક અથડામણના સંદર્ભમાં 47 લોકોની ધરપકડ કરી છે. શહેરના ઇસ્કોન મંદિરના પ્રમુખ પ્રદ્યુમન દાસે શહેરની એક મસ્જિદની બહાર મુસ્લિમ સમુદાયના નેતાઓ સાથે નિવેદન વાંચ્યું હતું, જેમાં ગયા અઠવાડિયે થયેલી હિંસા અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.

 

 

સમુદાયના નેતાઓએ માગ કરી હતી કે હિંસાને તાત્કાલિક અટકાવવી જોઈએ. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમારા વચ્ચે દ્વેષ પેદા કરનારા કોઈપણ વ્યક્તિને અમારો સ્પષ્ટ સંદેશ છે કે અમે તમને સફળ થવા દઈશું નહીં. અમે બધાને મસ્જિદો અને મંદિરો સહિત બધા ધાર્મિક સ્થળોની પવિત્રતાનો આદર કરવા કહીએ છીએ.

નિવેદનમાં જણાવ્યા અનુસાર, ઉશ્કેરણીની ક્રિયાઓ બંધ કરવી જોઈએ, પછી ભલે તેઓ મોટા અવાજમાં સંગીત વગાડવા માંગતા હોય, ધ્વજ મૂકવા, અપમાનના સૂત્રોચ્ચાર કરવા અથવા હુમલો કરવા માંગતા હોય. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે એક મજબૂત કુટુંબ છીએ, જે પણ ચિંતા છે, આપણે તેને હલ કરવા માટે સાથે મળીને કામ કરીશું. અમને શહેરના બહારના લોકોની મદદની જરૂર નથી. લીસેસ્ટરમાં આવી વિદેશી ઉગ્રવાદી વિચારધારા માટે કોઈ સ્થાન નથી જે વિભાજન કરે છે.

યુકે પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે ઉપદ્રવની ઘટનાઓને રોકવા માટે પોલીસ દળ પેટ્રોલિંગ કરી રહ્યા છે. અગાઉ, લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનરે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં ભારતીય સમુદાય વિરુદ્ધ હિંસાની નિંદા કરવામાં આવી હતી અને અસરગ્રસ્ત લોકોને રક્ષણની માગ કરી હતી.

Published On - 1:34 pm, Wed, 21 September 22

Next Article