Monkeypox Rename: મંકીપોક્સનું નવુ નામકરણ થશે, WHOનો નવું નામ શોધવાનો પ્રયાસ

|

Jun 16, 2022 | 11:34 AM

મંકીપોક્સનું નામ બદલવાની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ રહી છે કારણ કે મે મહિના પહેલા આ વાયરસ (monkeypox virus) મોટાભાગે આફ્રિકન દેશો સુધી સીમિત હતો.

Monkeypox Rename: મંકીપોક્સનું નવુ નામકરણ થશે, WHOનો નવું નામ શોધવાનો પ્રયાસ
મંકીપોક્સ ( ફાઇલ ફોટો)

Follow us on

આજે સમગ્ર વિશ્વમાં મંકીપોક્સ વાયરસે ચિંતા વધારી દીધી છે. ત્યારે હવે આ વાયરસના નવા નામકરણને લઇને સમાચાર આવી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે સંસ્થા મંકીપોક્સનું નામ બદલવા માટે (change the name of monkeypox) વિશ્વભરના નિષ્ણાતો સાથે સલાહ લેવાઇ રહી છે. નોંધનીય છેકે જયારે હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો(Corona Virus) હાહાકાર છે. ત્યાં જ મંકીપોક્સ વાયરસના વધતા કેસો અને ઝડપથી ફેલાઇ રહેલા રોગચાળાથી સંપૂર્ણ રાહત મળી રહી નથી.

મંકીપોક્સનું નામ બદલવાની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ રહી છે. કારણ કે મે મહિના પહેલા આ વાયરસ (monkeypox virus) મોટાભાગે આફ્રિકન દેશો સુધી સીમિત હતો. આ એક મોટું કારણ છે કે અત્યાર સુધી મંકીપોક્સને ભેદભાવ તરીકે જોવામાં આવે છે.

મંકીપોક્સ વાયરસ (Monkeypox virus) સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહેલો વાયરસ બની ગયો છે. મે મહિનામાં મંકીપોક્સના પ્રથમ કેસ નોંધાયા બાદ, આ ખતરનાક વાયરસે 30 દેશોમાં પોતાનો પગપેસારો કરી દીધો છે. આમ, મંકીપોક્સના કારણે સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ છવાયેલો છે, ત્યારે આ વાયરસ માટે ટૂંક સમયમાં એક નવું નામ આવવાની આશા રાખવામાં આવી શકે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કહ્યું છે કે તે મંકીપોક્સનું નામ બદલવા માટે (change the name of monkeypox) વિશ્વભરના નિષ્ણાતો સાથે સલાહ લઈ રહ્યું છે. મંકીપોક્સનો પ્રકોપ એવા સમયે ફેલાઈ રહ્યો છે જ્યારે વિશ્વને હજી સુધી કોરોના વાયરસ (Corona Virus)થી સંપૂર્ણ રાહત મળી નથી.

હવે મંકીપોક્સ યુરોપ અને અમેરિકાના ભાગોમાં ફેલાઈ ગયું છે. હિન્દુસ્તાન ટાઈમ્સના એક સમાચાર અનુસાર, WHO હજુ પણ એ સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે કે આ રોગચાળો કેવી રીતે થયો. ડબ્લ્યુએચઓ ચીફ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસે કહ્યું છે કે ડબ્લ્યુએચઓ મંકીપોક્સ વાયરસ અને તેનાથી થતા રોગનું નામ બદલવા માટે વિશ્વભરના નિષ્ણાતો સાથે કામ કરી રહ્યું છે. નવા નામોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

અત્યાર સુધીમાં, મંકીપોક્સના કેસો 30થી વધુ દેશોમાં નોંધાયા છે જ્યાં અગાઉ વાયરસ જોવા મળ્યો ન હતો. આવા કેસોની સંખ્યા વધીને 1,900 થઈ ગઈ છે. આમાંના મોટાભાગના કેસ યુરોપના છે. ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, ગ્રીસ, ઇટાલી, આયર્લેન્ડ, ઇટાલી, પોલેન્ડ, પોર્ટુગલ અને રોમાનિયામાં મંકીપોક્સના કેસ મળી આવ્યા છે. ઓસ્ટ્રેલિયા, યુએઈ અને ઈઝરાયેલમાં પણ મંકીપોક્સના કેસ નોંધાયા છે. 14 જૂન સુધીમાં, એકલા યુકેમાં મંકીપોક્સના 524 કેસ નોંધાયા છે.

Published On - 11:24 am, Thu, 16 June 22

Next Article