Monkeypox : ઇંગ્લેન્ડમાં મંકી પોક્સના 36 નવા કેસ, Belgiumમાં લાગુ પાડવામાં આવી Isolationની વ્યવસ્થા

|

May 25, 2022 | 8:11 AM

Monkeypox Latest Updates: બ્રિટનના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડમાં Monkey pox ના નવા 36 કેસ મળી આવ્યા છે. બ્રિટન , અમેરિકા સહિત ઘણા દેશોમાં આ બિમારી જોવા મળી રહી છે.

Monkeypox : ઇંગ્લેન્ડમાં મંકી પોક્સના 36 નવા કેસ, Belgiumમાં લાગુ પાડવામાં આવી Isolationની  વ્યવસ્થા
Monkeypox

Follow us on

વિશ્વમાં મંકી પોક્સ (Monkeypox) નામની બીમારી છેલ્લા થોડા ઘણા સમયથી જોવા મળી રહીછે અને બ્રિટન , અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં રોજબરોજ તેના કેસ નોંધાઈ રહ્યા છે. ત્યાર બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એલર્ટ (WHO) મોડ પર આવી ગયું છે. જોકે હજી સુધી આ બિમારીને ખતરનાક માનવામાં નથી આવી . (WHO)એ જણાવ્યું હતું કે હજી સુધી મંકી પોક્સ વાયરસ મ્યૂટેડ નથી થયો. તો બ્રિટનમાં મંકીપોક્સના કેસ ઝડપથી સામે આવી રહ્યા છે. આ જ કારણ છે કે આઇસોલેશનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બેલ્જિયમે પોતાના દેશમાં સંક્રમિત વ્યક્તિ માટે કોરન્ટાઇનની  વ્યવસ્થા લાગુ કરી દીધી છે. અને આમ કરનારો તે વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.

બ્રિટનના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇગંલેન્ડમાં મંકીપોક્સના 36 નવા કેસ મળ્યા છે. ઉપરાંત સ્કોટલેન્ડમાં પણ મંકી પોક્સનો પ્રથમ કેસ મળી આવ્યો છે. આ રીતે ઇંગ્લેન્ડમાં મંકી પોક્સના કેસ 56 થયા છે. જોકે અધિકારીઓએ આશ્વાસન આપ્યું હતં કે હીજ વાઇરસ વધારે ખતરનાક નથી બન્યો. (WHO)ના વરિષ્ઠ અધિકારીઓએ રોસમંડ લુઇસે કહ્યું હતું કે આ વાતની કોઈ સાબિતી નથી કે મંકીપોક્સ વાઇરસ મ્યૂટેટ થઈ રહ્યો છે. અને પશ્ચિમી તથા મધ્ય આફ્રિકામાં એન્ડેમિક (Endemic) બની ચૂકેલા વાઇરસમાં અત્યાર સુધી કોઈ બદલાવ જોવા મળ્યો નથી.

બ્રિટનના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇગંલેન્ડમાં મંકીપોક્સના 36 નવા કેસ મળ્યા છે. ઉપરાંત સ્કોટલેન્ડમાં પણ મંકી પોક્સનો પ્રથમ કેસ મળી આવ્યો છે. આ રીતે ઇંગ્લેન્ડમાં મંકી પોક્સના કેસ 56 થયા છે. જોકે અધિકારીઓએ આશ્વાસન આપ્યું હતં કે હજી વાઇરસ વધારે ખતરનાક નથી બન્યો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તો આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે મંકીપોક્સના કારણે લોક ડાઉન લાગુ પાડવાની જરૂર નથી. સ્કાઇ ન્યૂઝ સાથે વાત કરતા બ્રિટનના ડોક્ટર માર્ક લોવટને કહ્યું કે મંકીપોકસના કારણે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ પાડવાની જરૂરિયાત નથી. તેમણે કહ્યું કે વાઇરસ એકદમ નજીકના સંપર્કથી ફેલાય છે ખાસ કરીને ત્વચાથી ત્વચાનો સંપર્ક થતા આ વાઇરસ ફેલાય છે.

બીજી તરફ જર્મનીના સ્વાસ્થ્ય મંત્રીએ સોમવારે મંકીપોક્સના પ્રકોપ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અને કહ્યું હતું કે દેશ ત્રણ બાબતોના અહેવાલ બાદ આજે કોરન્ટીન ગાઇડલાઇન જાહેર કરશે. વિશ્વના 20 દેશોમાં મંકીપોક્સના કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 100થી વધુ કેસની પુષ્ટિ થઈ ચૂકી છે. જોકે મોટા ભાગના કેસ યૂરોપમાં નોંધાય છે અને સમાચાર એઝન્સી રોયટર્સે આ અંગે જાણકારી આપી હતી.

બ્રિટનના સ્વાસ્થ્ય અધિકારીઓએ સલાહ આપી હતી કે જે વ્યક્તિ મંકીપોક્સથી સંક્રમિત છે અને તેના સીધા સંપર્કમાં કોઈ બીજી વ્યક્તિ આવી છે. અથવા સંક્રમિત વ્યક્તિ સાથે એક જ ઘરમાં રહેતા હોય તો તેને 21 દિવસ માટે કોરન્ટાઇન રહેવાની સલાહ આપવામાં આવે છે તેમણે એમ પણ કહ્યું કે સંક્રમણની સ્થિતિમાં પ્રવાસ ન કરો. તેમજ ગર્ભવતી મહિલા અને 12 વર્ષની નાના બાળકોના સંપર્કથી દૂર રહો

Published On - 7:21 am, Wed, 25 May 22

Next Article