
સાઉદી અરેબિયાના રિયાધમાં યુએસ દૂતાવાસ પર તાજેતરમાં થયેલા ડ્રોન હુમલા અને સાઉદી અરામકો ઓઇલ રિફાઇનરી પરના હુમલાએ મધ્ય પૂર્વમાં એક નવી ભૂ-રાજકીય ઉથલપાથલ ઉભી કરી છે. આ ઘટનાઓએ યુનાઇટેડ સ્ટેટ્સની પ્રાદેશિક પ્રતિબદ્ધતાઓ અને વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે કે શું યુએસ તેના પરંપરાગત ગલ્ફ સાથીઓ કરતાં ઇઝરાયલની સુરક્ષાને પ્રાથમિકતા આપી રહ્યું છે. આ હુમલાઓ ફક્ત સાઉદી અરેબિયા સુધી સીમિત નથી રહ્યા, પરંતુ યુએઈ, બહેરીન, કત્તર અને કુવૈત સહિત અન્ય અનેક સુન્ની-બહુલ ખાડી દેશોને (ગલ્ફ કન્ટ્રીસ) પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલાઓ કથિત રીતે ઈરાન દ્વારા કરવામાં આવ્યા હતા. આ દેશો સામે આરોપ છે કે તેઓ તેમની ભૂમિ પર યુએસ સૈન્ય ઠેકાણાઓની યજમાની કરે છે. જો કે આ હુમલા બાદ ગલ્ફ દેશોએ ઈરાન સામે બદલો લીધો નથી. તેમ છતાં, આ દેશો ઈરાની હુમલાઓનો સતત સામનો કરી રહ્યા છે, જેનાથી તેમની સંપ્રભુતા અને સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે. આ યુદ્ધ ઈરાન વર્સિસ ઈઝરાયેલ અમેરિકાનું છે કે પછી ઈરાન વર્સિસ...
Published On - 9:26 pm, Tue, 3 March 26