માલે એરપોર્ટે ભારત-માલદીવની હવાઈ સેવાના 46 વર્ષની કરી ઉજવણી, એર ઈન્ડિયાની ફ્લાઈટનું વોટર કેનન સલામી સાથે કર્યું સ્વાગત

આનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં બે વોટર કેનન એર ઈન્ડિયાની ફ્લાઈટને સલામી આપતી જોવા મળી રહી છે. એર ઈન્ડિયાએ ફેબ્રુઆરી 1976માં ત્રિવેન્દ્રમથી માલે સુધીની તેની પ્રથમ ફ્લાઈટ ઓપરેટ કરી હતી.

માલે એરપોર્ટે ભારત-માલદીવની હવાઈ સેવાના 46 વર્ષની કરી ઉજવણી, એર ઈન્ડિયાની ફ્લાઈટનું વોટર કેનન સલામી સાથે કર્યું સ્વાગત
માલે એરપોર્ટે ભારત-માલદીવની હવાઈ સેવાના 46 વર્ષની કરી ઉજવણી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 6:51 PM

ભારત (India) અને માલદીવ (Maldives) વચ્ચેની હવાઈ સેવાને 46 વર્ષ પૂર્ણ થયા છે. આ ખાસ અવસરની ઉજવણી કરતા એર ઈન્ડિયાની (Air India) ફ્લાઈટ AI-267નું માલે એરપોર્ટ પર પહોંચતા જ વોટર કેનન સલામી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમવારે આ અંગે માહિતી આપતા એર ઈન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારત અને માલદીવ વચ્ચેની હવાઈ સેવાના 46 વર્ષ પૂર્ણ થવાના અવસરે એર ઈન્ડિયાની AI-267 વોટર કેનન માલે એરપોર્ટ પર ઉતરતાની સાથે જ સલામી આપી સ્વાગત કર્યું હતું.

આનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં બે વોટર કેનન એર ઈન્ડિયાની ફ્લાઈટને સલામી આપતી જોવા મળી રહી છે. એર ઈન્ડિયાએ ફેબ્રુઆરી 1976માં ત્રિવેન્દ્રમથી માલે સુધીની તેની પ્રથમ ફ્લાઈટ ઓપરેટ કરી હતી.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

એર ઈન્ડિયા ભારત અને યુક્રેન વચ્ચે 3 ફ્લાઈટ ઓપરેટ કરશે

બીજી તરફ, એર ઈન્ડિયાએ શુક્રવારે કહ્યું કે તે ભારત અને યુક્રેન વચ્ચે આવતા સપ્તાહે ત્રણ ફ્લાઈટ્સનું સંચાલન કરશે. એરલાઈને કહ્યું કે આ ફ્લાઈટ્સ 22, 24 અને 26 ફેબ્રુઆરીએ યુક્રેન મોકલવામાં આવશે.

રશિયાએ યુક્રેનની સરહદે લગભગ 100,000 સૈનિકો તૈનાત કર્યા છે ઉપરાંત નૌકાદળની કવાયત માટે કાળો સમુદ્રમાં યુદ્ધ જહાજો મોકલ્યા છે, યુક્રેન પર સંભવિત રશિયન હુમલા અંગે નાટો દેશોમાં ચિંતા ઊભી કરી છે. જો કે, રશિયાએ યુક્રેન પર હુમલો કરવાની કોઈપણ યોજનાનો સતત ઇનકાર કર્યો છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને જરૂરી માહિતી અને મદદ પૂરી પાડવા માટે વિદેશ મંત્રાલયે બુધવારે એક કંટ્રોલ રૂમની સ્થાપના કરી હતી.

આ સિવાય યુક્રેન (ukrain) માં ભારતીય દૂતાવાસે પૂર્વી યુરોપીય દેશમાં ભારતીયોની મદદ માટે 24 કલાકની હેલ્પલાઇન પણ શરૂ કરી છે. ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે તે 22, 24 અને 26 ફેબ્રુઆરીએ ભારત અને યુક્રેનના બોરિસ્પિલ ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ત્રણ ફ્લાઈટ્સનું સંચાલન કરશે. કંપનીએ આગળ લખ્યું, ‘એર ઈન્ડિયાની બુકિંગ ઓફિસ, વેબસાઈટ, કોલ સેન્ટર અને અધિકૃત ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: વિદેશ મંત્રી એસ જયશંકર ફ્રાન્સની મુલાકાતે, તેમના સમકક્ષ જ્યં-યવેસ લે દ્રાયાં સાથે કરી દ્વિપક્ષીય બેઠક, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

આ પણ વાંચો: શિક્ષણ મિશન પર પીએમ મોદીએ કહ્યું- નેશનલ ડિજિટલ યુનિવર્સિટી, ભારતની શિક્ષણ પ્રણાલીમાં એક અનોખું અને અભૂતપૂર્વ પગલું

g clip-path="url(#clip0_868_265)">