Maharaja Ranjit Singh: પાકિસ્તાનમાં મહારાજા રણજીત સિંહની મૂર્તિ તોડવા પર વિદેશ મંત્રાલયનું નિવેદન, ‘લઘુમતી સમુદાયો સામે હિંસા ચિંતાજનક દરે વધી રહી છે’

|

Aug 17, 2021 | 9:05 PM

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ(Foreign Ministry spokesperson Arindam Bagchi) કહ્યું કે પાકિસ્તાન(Pakistan)માં લઘુમતી સમુદાયોની સાંસ્કૃતિક વારસા પર આ પ્રકારના હુમલાઓ પાકિસ્તાની સમાજમાં વધતી જતી અસહિષ્ણુતા અને લઘુમતી સમુદાયો માટે આદરનો અભાવ દર્શાવે છે

Maharaja Ranjit Singh: પાકિસ્તાનમાં મહારાજા રણજીત સિંહની મૂર્તિ તોડવા પર વિદેશ મંત્રાલયનું નિવેદન, લઘુમતી સમુદાયો સામે હિંસા ચિંતાજનક દરે વધી રહી છે
Foreign Ministry spokesperson Arindam Bagchi

Follow us on

Maharaja Ranjit Singh: પાકિસ્તાનના લાહોરમાં 19 મી સદીના શીખ શાસક મહારાજા રણજીત સિંહની પ્રતિમા (Maharaja Ranjit Singh)નું ત્રીજી વખત તોડફોડ કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ(Foreign Ministry spokesperson Arindam Bagchi) કહ્યું કે પાકિસ્તાન(Pakistan)માં લઘુમતી સમુદાયોની સાંસ્કૃતિક વારસા પર આ પ્રકારના હુમલાઓ પાકિસ્તાની સમાજમાં વધતી જતી અસહિષ્ણુતા અને લઘુમતી સમુદાયો માટે આદરનો અભાવ દર્શાવે છે.

લઘુમતી સમુદાયો સામે હિંસાની ઘટનાઓ, જેમાં તેમના પૂજા સ્થાનો, તેમના સાંસ્કૃતિક વારસા અને તેમની વ્યક્તિગત સંપત્તિ પર હુમલાઓ પણ ચિંતાજનક દરે વધી રહ્યા છે. 12 દિવસ પહેલા પાકિસ્તાનમાં રહીમ યાર ખાનમાં એક હિન્દુ મંદિર પર ટોળાએ હુમલો કર્યો હતો. આરોપ છે કે પાકિસ્તાનના કટ્ટરપંથી સંગઠન તહરીક-એ-લબ્બાઈકના કાર્યકર્તાએ મહારાજા રણજીત સિંહની પ્રતિમામાં તોડફોડ કરી હતી. 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

અરિંદમ બાગચીએ કહ્યું કે પાકિસ્તાન આવા હુમલાઓને રોકવાની પોતાની ફરજમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. અમે પાકિસ્તાન સરકારને અમારા લઘુમતી સમુદાયોની સલામતી, સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા હાકલ કરીએ છીએ. લાહોરમાં મહારાજા રણજીત સિંહની પ્રતિમાની તોડફોડ એક દુ:ખદ ઘટના છે.

મહારાજા રણજીત સિંહે 40 વર્ષ સુધી પંજાબ પર શાસન કર્યું

લાહોર ફોર્ટ કોમ્પ્લેક્સમાં આ ત્રીજી વખત રણજિત સિંહની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી છે. જૂન 2019 માં મહારાજાની 180 મી પુણ્યતિથિએ લાહોર કિલ્લા પર નવ ફૂટની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમામાં, રણજીત સિંહને ઘોડા પર બેઠેલા, હાથમાં તલવાર અને શીખ વસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા હતા. શીખ સામ્રાજ્યના પ્રથમ મહારાજા સિંહે પંજાબ સહિત ભારતીય ઉપખંડના મોટા ભાગ પર લગભગ 40 વર્ષ સુધી શાસન કર્યું. 1839 માં તેમનું અવસાન થયું હતું.

આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે આ પાકિસ્તાની સમાજમાં વધતી જતી અસહિષ્ણુતા અને લઘુમતી સમુદાયો માટે આદરનો અભાવ દર્શાવે છે. મહારાજા રણજીત સિંહની પ્રતિમાને અહીં નુકસાન થયું હોય એવું પહેલીવાર નથી.

 

 

પ્રતિમાનું અનાવરણ થયાના બે મહિના પછી જ મહારાજા રણજીત સિંહની પ્રતિમાનું તહરીક-એ-લબ્બાઈકના બે સભ્યોએ તોડફોડ કરી હતી. પોલીસે આ કેસમાં બંને આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ વિકલાંગ અને તેના મદદનીશ તરીકે કિલ્લામાં પ્રવેશ્યા હતા. આરોપી વ્યક્તિએ વિકલાંગ હોવાનો ઢોંગ કરીને પહેલા મૂર્તિને લાકડી વડે પ્રહાર કર્યો જ્યારે અન્ય એક વ્યક્તિએ તેમને આ કામમાં મદદ કરી હતી. આ હુમલાને કારણે મૂર્તિનો એક હાથ અને કેટલાક અન્ય ભાગ તૂટી ગયા હતા.

Published On - 9:05 pm, Tue, 17 August 21

Next Article