ચીનના રાજદૂતનુ ભડકાવનારુ નિવેદન, પૈંગોગમાં અમે જ્યા ઊભા છીએ ત્યાં જ LAC, પાછળ ખસવાનો સવાલ જ નથી

|

Jul 31, 2020 | 12:08 PM

ભારતીય વાયુસેનામાં શક્તિશાળી રાફેલ જોડાયા અને રશિયાએ ચીનને વધુ મિસાઈલ આપવાની ના પાડ્યા પછી, અકળાયેલા ચીન વિવાદાસ્પદ અને ભડકાવનારુ નિવેદન કરે છે. ભારત સ્થિત ચીનના રાજદુત સુન વીડોંગે ગઈકાલે એક સંસ્થાને સંબોધન કરતા કહ્યું કે, પીપલ્સ લિબરેશન આર્મી (PLA) પૈંગોગ તળાવે જ્યા છે ત્યાંથી વાસ્તવિક નિયંત્રણ રેખા શરૂ થાય છે. ચીનના રાજદૂતના નિવેદનથી તેમની વિસ્તારવાદી […]

ચીનના રાજદૂતનુ ભડકાવનારુ નિવેદન, પૈંગોગમાં અમે જ્યા ઊભા છીએ ત્યાં જ LAC, પાછળ ખસવાનો સવાલ જ નથી

Follow us on

ભારતીય વાયુસેનામાં શક્તિશાળી રાફેલ જોડાયા અને રશિયાએ ચીનને વધુ મિસાઈલ આપવાની ના પાડ્યા પછી, અકળાયેલા ચીન વિવાદાસ્પદ અને ભડકાવનારુ નિવેદન કરે છે. ભારત સ્થિત ચીનના રાજદુત સુન વીડોંગે ગઈકાલે એક સંસ્થાને સંબોધન કરતા કહ્યું કે, પીપલ્સ લિબરેશન આર્મી (PLA) પૈંગોગ તળાવે જ્યા છે ત્યાંથી વાસ્તવિક નિયંત્રણ રેખા શરૂ થાય છે. ચીનના રાજદૂતના નિવેદનથી તેમની વિસ્તારવાદી વિચારસરણી સામે આવી રહી છે.

ચીન વર્ષોવર્ષ આ પ્રકારે વિવાદ સર્જે છે
ચીનના રાજદૂતનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે કે, જ્યારે ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરની વાતચીત થવાની છે. સુરક્ષા સાથે સંકળાયેલા તજજ્ઞોનું માનવુ છે કે ચીન દ્વારા એક પ્રેશર ટેકનિક હોઈ શકે છે. ચીન હંમેશા પીઠમાં ખંજર ભોકતુ આવ્યુ છે. 15 જૂને ભારતના સૈન્ય જવાનો સાથે હિંસક અથડામણ કરીને 20 સૈન્ય જવાનોને શહીદ કર્યા છે. હવે વાસ્તવિક ખતરો એ છે કે ચીનના લશ્કરને ભારતીય સરહદ ઉપર ખડકી દેવાયુ છે. જ્યાથી તેઓ પાછળ ખસવા તૈયાર નથી. વર્ષોવર્ષ આ પ્રકારે ચીન આપણી સરહદ ઉપર ઘસી આવે છે. બે કદમ આગળ આવ્યા બાદ વિવાદ સર્જાતા અને વાતચીત બાદ એક કદમ પાછળ જતા રહે છે. આ ચીનની વિસ્તારવાદી વિચારસરણીનો ઉત્તમ નમૂનો છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધી ભારત સૈન્ય ખડકશે
જો કે ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર ખડકાયેલા ચીનના સૈન્યમાંથી તમામે તમામને પાછળ ખસેડ્યા નથી. હજુ પણ કેટલાક સૈન્ય જવાનો વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર તહેનાત છે. જેને ધ્યાને રાખીને લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધીની ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર ભારતીય સૈન્ય જવાનોને શસ્ત્ર સરંજામ સાથે તહેનાત કરવાની જાહેરાત કરી છે. ચીનનું સૈન્ય જ્યા ઊભુ છે તેની સામે ભારતે પણ મોરચો ખોલવાની તૈયારી કરી લીધી છે. વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપરથી ચીનનુ સૈન્ય પાછળ નથી ખસ્યુ ત્યા ભારતીય સૈન્યને ખડકી દેવાશે.

Next Article