ઇક્વાડોરમાં ભૂસ્ખલનથી ભારે વિનાશ, 24ના મોત, 48 ઘાયલ, અનેક મકાનો ધરાશાયી

|

Feb 02, 2022 | 3:03 PM

ક્વિટોમાં લગભગ 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે અને ત્યારબાદ આ તબાહી સર્જાઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાહત અને બચાવ ટીમની સાથે સ્થાનિક લોકોએ પણ નાગરિકોને મદદ પહોંચાડવામાં ઘણી મદદ કરી છે.

ઇક્વાડોરમાં ભૂસ્ખલનથી ભારે વિનાશ, 24ના મોત, 48 ઘાયલ, અનેક મકાનો ધરાશાયી
Landslide in Ecuador leaves 24 dead, 48 injured, several houses destroyed

Follow us on

ઇક્વાડોરમાં (Ecuador) ભૂસ્ખલનથી ભારે વિનાશ થયો છે. રાજધાની ક્વિટોમાં 24 લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનથી ઘણા ઘરો ધરાશાયી થયા છે. મંગળવારે અધિકારીઓએ કહ્યું કે આ કુદરતી વિનાશમાં મોટું નુકસાન થયું છે. ક્વિટો સુરક્ષા વિભાગ (Security Department) દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભૂસ્ખલનમાં (Landslide) 48 લોકો ઘાયલ થયા છે અને 8 મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે.

આ સિવાય અન્ય ઘણા મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. અધિકારીઓએ 12 લોકોના લાપતા હોવાના અહેવાલ પણ આપ્યા છે. ક્વિટોમાં લગભગ 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે અને ત્યારબાદ આ તબાહી સર્જાઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાહત અને બચાવ ટીમની સાથે સ્થાનિક લોકોએ પણ નાગરિકોને મદદ પહોંચાડવામાં ઘણી મદદ કરી છે.

આ દુર્ઘટનાની તબાહીનો ઉલ્લેખ કરતા એક મહિલાએ કહ્યું કે અચાનક તેના ઘરની બારી અને દરવાજામાંથી ઘરની અંદર પાણી ભરાઈ ગયા હતા. તેનું ઘર તૂટી પડે તે પહેલાં તે કોઈક રીતે બહાર નીકળવામાં સફળ રહી. તેણે ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું, ‘હું મારા ચાર વર્ષના પુત્ર સાથે સીડી તરફ દોડી, ત્યારે જ અચાનક મારી સામેની દિવાલ પડી ગઈ. હું કોઈક રીતે ત્યાંથી નીકળી શકી. આ ભૂસ્ખલનનો ભોગ બનેલા લોકોએ જણાવ્યું કે, સોમવાર રાતથી પડેલા ભારે વરસાદ બાદ વાહનો, મોટરસાયકલ અને અન્ય વાહનો માટીથી ઢંકાઈ ગયા હતા.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

મહિલાએ વધુમાં કહ્યું કે, અમે પહેલા માળે રહેતા પડોશીઓને મદદ માટે બોલાવ્યા, તેણે તેના ઘરના ખંડેર સામે ઉભા રહીને જણાવ્યું. મેં તો વિચાર્યું હતુ કે હું મારા બાળક સાથે જ મરી જઈશ, મેં તેને જોરથી ગળે લગાવ્યો અને અમે ભય અને ઠંડીથી કાંપી રહ્યા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે અહીં રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું ત્યારે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી હતી જેથી કરીને પીડિતોનો અવાજ સાંભળ્યા બાદ તેમના સુધી પહોંચવાનો પ્રયાસ કરી શકાય. ક્વિટોના મેયર સેન્ટિગો ગૌરાડેરાસે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે માટી એકઠી થઈ હતી. આ પછી ભૂસ્ખલન થયું હતું. ટેક્સી સહિત અનેક વાહનો કાદવમાં દટાયા હતા. રાહત ટીમ અને સ્થાનિક લોકોએ સાથે મળીને કાદવ હટાવ્યો અને ઘણા લોકોને મદદ કરી.

આ પણ વાંચો –

Canada : વેક્સિનેશન ફરજીયાત કરાતા ઓટાવામાં થયું વિરોધ પ્રદર્શન, નેશનલ વોર મેમોરિયલ પર કર્યો પેશાબ !

આ પણ વાંચો –

શું 5 વર્ષથી નીચેની વયના બાળકોને મળશે વેક્સિન ? Pfizer અને BioNTechએ ઇમરજન્સી ઉપયોગની કરી ડિમાન્ડ

Next Article