જાણો કોરોનાના નવા વેરિયન્ટ Delta Plus વિશે, કયા દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે

|

Jun 16, 2021 | 10:08 PM

ઈંગ્લેન્ડના પબ્લિક હેલ્થ વિભાગના કોરોના વાયરસના નવા વેરિયન્ટ અંગેના તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે,7 જૂન સુધીમાં છ જીનોમ "Delta Plus" વેરિયન્ટની ઓળખ કરવામાં આવી હતી. જે B.1.617.2 અને નવા K417N મ્યુટેશનના સાથે જોવા મળ્યા છે.

જાણો કોરોનાના નવા વેરિયન્ટ Delta Plus વિશે, કયા દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે
કોરોનાના નવો વેરિયન્ટ ડેલ્ટા પ્લસ

Follow us on

ભારત સહિત વિશ્વ કોરોના વાયરસથી ખૂબ પ્રભાવિત થયું છે. જેણે મોટા દેશોની પ્રણાલીને હચમચાવી નાખી છે. ગયા વર્ષથી અત્યાર સુધી, કોરોના વાયરસ ઘણી વખત પરિવર્તિત(Mutant)થયો છે અને તેના રૂપમાં અનેક બદલાવ થયા છે. જયારે ફરી એકવાર કોરોના વાયરસનું નવું પરિવર્તન (Mutant)સામે આવ્યું છે.

ઈંગ્લેન્ડના પબ્લિક હેલ્થ વિભાગના કોરોના વાયરસના નવા વેરિયન્ટ અંગેના તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે,7 જૂન સુધીમાં  છ જીનોમ “Delta Plus” વેરિયન્ટની ઓળખ કરવામાં આવી હતી. આરોગ્ય એજન્સીએ ડેલ્ટા વેરિયન્ટના કુલ 63 જીનોમની હાજરીની પુષ્ટિ કરી છે. જે B.1.617.2 અને નવા K417N મ્યુટેશનના સાથે જોવા મળ્યા છે.

નવા વેરિયન્ટનું નામ “Delta Plus”

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જેનાથી ભારતના લોકોની ચિંતા વધી રહી છે કે આ નવો મ્યુટન્ટ( Mutant)ફરીથી ભારતમાં ભયના ઘેરા વાદળો લાવી શકે છે. વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી છે કે નવા વેરિયન્ટનું નામ “Delta Plus” છે. જે ડેલ્ટા બી .1.617.2 વેરિઅન્ટનું મ્યુટન્ટ છે જેને ‘AY1’તરીકે પણ ઓળખવામાં આવે છે.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે ડેલ્ટા વેરિયન્ટ પણ આ પ્રકારો માટે જવાબદાર છે જેના કારણે આ વર્ષે ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર આવી છે. જે ભારત માટે ચિંતાનો વિષય છે. પરંતુ નવો વેરિયન્ટ કેટલો નુકસાનકારક સાબિત થશે તેની હજી પુષ્ટિ થઈ નથી. તે શક્ય છે.

નવા વેરિયન્ટ વિશે કેટલી માહિતી

નિષ્ણાતો કહે છે કે કે બી .1.617.2 માં પરિવર્તનથી K417N રચાય છે. જેને ‘AY1’પણ કહેવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે આ નવો વેરિયન્ટ સાર્સ-કો -2 નું સ્પાઇક પ્રોટીન છે જે માનવ કોષમાં પ્રવેશ કરે છે અને તેને ચેપ લગાવે છે. ભારતમાં K417N ની અસર હજુ વધારે નથી, પરંતુ યુરોપ, એશિયા અને અમેરિકામાં આ વેરિયન્ટનું જોખમ વધારે છે. આ વેરિયન્ટ આ વર્ષે માર્ચમાં યુરોપમાં પ્રથમવાર જોવા મળ્યો હતો.

આ નવો વેરિયન્ટ કેટલો ચેપી
આ પ્રકાર કેટલો ચેપી છે તે શોધવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી તે જાણી શકાય તે કેટલી ઝડપથી ફેલાય છે. નિષ્ણાતો માને છે કે આ નવા પરિવર્તન(Mutant)થી ચેપ લાગતા લોકોની અંદર ઉત્પન્ન થતાં એન્ટિબોડીઝ નવા સ્ટ્રેનની અસર ન થઈ શકે. તેથી જ જો કોઈ વ્યક્તિ આ સ્ટ્રેનથી ચેપ લગાવે છે તો તે ચિંતાનો વિષય નથી.

Published On - 10:07 pm, Wed, 16 June 21

Next Article