War News : ઈરાનના 3 પરમાણુ મથકને તબાહ કરનાર અમેરિકાના B 2 Bomber વિમાનને જાણો

ઈરાનના ત્રણ પરમાણુ સ્થળોએ અમેરિકાએ કરેલા હવાઈ હુમલા બાદ, મધ્ય પૂર્વ એશિયામાં સ્થિતિ વધુ કફોડી થવાની સંભાવના છે. હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, હવે શાંતિ સ્થપાશે અથવા વિનાશ સર્જાશેનુ નિવેદન કર્યું છે તો બીજી બાજુ ઈઝરાયેલના બેન્ઝામીન નેતન્યાહૂએ પણ વિવાદાસ્પદ નિવેદન કરતા કહ્યું છે કે, શાંતિ ફક્ત શક્તિ દ્વારા જ સ્થાપિત થઈ શકે છે. પહેલા શક્તિ આવે છે, પછી શાંતિ આવે છે. જો કે ઈરાન તરફી હજુ સુધી એક પણ દેશે ખોંખારીને કહ્યું નથી. પરંતુ આ બનાવોને પગલે, વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે.

| Edited By: | Updated on: Jun 22, 2025 | 12:35 PM
4 / 5
અમેરિકાએ ઈરાનના 3 પરમાણુ મથકો ફોર્ડો, નાતાન્ઝ અને એસ્ફહાન પર 30 ટોમાહોક મિસાઇલો પણ છોડી છે. અમેરિકાએ ઈરાનના પરમાણુ મથક ફોર્ડો પર બોમ્બનો સંપૂર્ણ પેલોડ ફેંક્યો હતો. જ્યારે ટોમાહોક મિસાઇલો નતાન્ઝ અને ઇસ્ફહાન પર છોડવામાં આવી હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મિસાઇલો લગભગ 400 માઇલ દૂર સબમરીન દ્વારા છોડવામાં આવી હતી.

5 / 5
ટોમાહોક મિસાઇલ એક લાંબા અંતરની, સબસોનિક ક્રુઝ મિસાઇલ છે જેનો ઉપયોગ યુએસ નેવી અને રોયલ નેવી દ્વારા જમીન પર હુમલો કરવા માટે કરવામાં આવે છે. જહાજો અથવા સબમરીનથી છોડવામાં આવે છે, તે તેની ચોકસાઈ અને લાંબા અંતરથી લક્ષ્યો પર હુમલો કરવાની ક્ષમતા માટે જાણીતી છે. આ મિસાઇલ લગભગ 6 મીટર (18.4 ફૂટ) લાંબી છે અને તેની રેન્જ 2,400 કિમી (1,500 માઇલ) સુધી છે. ઉપરાંત, તેની ગતિ 885 કિમી (550 માઇલ) પ્રતિ કલાક છે.