ફક્ત 11 જ મિનિટ જ થયો છે બળાત્કાર કહીને જજે ઘટાડી દીધી સજા, લોકોએ કર્યો વિરોધ

જજે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે જાતીય શોષણનો સમયગાળો બહુ ઓછો હતો અને આરોપીએ પીડિતાને કાયમી શારીરિક ઈજા પહોંચાડી ન હતી.

ફક્ત 11 જ મિનિટ જ થયો છે બળાત્કાર કહીને જજે ઘટાડી દીધી સજા, લોકોએ કર્યો વિરોધ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 12:15 PM

બળાત્કારની (Rape) સજા અલગ-અલગ દેશમાં અલગ હોય છે. અમુક દેશમાં મારી નાખવામાં આવે છે. તો અમુક દેશમાં જન્મ કેદની સજા ફટકારવામાં આવે છે. પરંતુ સ્વિટ્ઝર્લૅન્ડમાં અદાલતના એક ફેંસલા બાદ લોકોએ વિરોધ પ્રદર્શિત કર્યો છે.

સ્વિટ્ઝર્લૅન્ડમાં કોર્ટના આદેશ સામે સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. કોર્ટની બહાર વિરોધ કરી રહેલા લોકો ન્યાયાધીશને પોતાનો નિર્ણય પાછો ખેંચવાની માગ કરી રહ્યા હતા. આ વિરોધ પાછળની હકીકત એવી છે કે, કોર્ટે ગયા વર્ષે બળાત્કારના કેસમાં જેલમાં રહેલા આરોપીની સજા ઘટાડી હતી. આ પછી લોકોએ મહિલા જજના આ નિર્ણયનો સખત વિરોધ કર્યો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે બેસેલમાં 33 વર્ષની મહિલા પર તેના ઘરની બહાર બે પોર્ટુગીઝોએ હુમલો કર્યો હતો. મહિલાએ બંને પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. એક આરોપી 17 વર્ષનો સગીર છે જ્યારે અન્ય આરોપી 32 વર્ષનો છે. મહિલા ન્યાયાધીશે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે પીડિતા પર માત્ર 11 મિનિટ સુધી બળાત્કાર કરવામાં આવ્યો હતો જે “પ્રમાણમાં ટૂંકો સમયગાળો” હતો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સગીર આરોપીને હજુ સુધી કોર્ટ દ્વારા સજા આપવામાં આવી નથી જ્યારે અન્ય આરોપીને 51 મહિનાની સજા ફટકારવામાં આવી છે. ત્યારે મહિલા જજે જેલમાં રહેલા આરોપીની સજા ઘટાડીને 36 મહિના કરી છે.

ન્યાયાધીશે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે પીડિત મહિલાએ આરોપીને અગાઉ ઈશારો કર્યો હતો અને હુમલા પહેલા તે એક રીતે ‘આગ સાથે રમી રહી હતી’, જેના કારણે આરોપીને હિંમત વધી હતી. ત્યાંના લોકો જજના આ નિવેદનોથી ખૂબ જ ગુસ્સે છે.

આ નિવેદન બાદ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધીઓમાં મોટાભાગે મહિલાઓ હતા. આ તમામ વિરોધીઓ પીડિતા સામે એકતા બતાવવા માટે કોર્ટની બહાર ભેગા થયા હતા. તે બધાએ 11 મિનિટ મૌન પાળ્યું. આ લોકોના હાથમાં એક બેનર હતું જેમાં લખ્યું હતું કે ’11 મિનિટ ખૂબ વધારે છે.’

કેટલાક વિરોધીઓએ બેનરો પર લખવામાં આવ્યું હતું કે, ‘ખૂબ જ ટૂંકા સમય માટે બળાત્કાર જેવી કોઈ વસ્તુ નથી અને તે અદાલત જ ખોટા સંકેત આપી રહી છે.’ મહિલા આ બે પુરુષોને એક નાઈટ ક્લબમાં પહેલા મળી હતી. ન્યાયાધીશ લિસ્લોટ હેઇન્ઝે એમ પણ કહ્યું હતું કે આરોપીએ બહુ નાની ભૂલ કરી હતી.

જજે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે જાતીય શોષણનો સમયગાળો બહુ ઓછો હતો અને આરોપીએ પીડિતાને કાયમી શારીરિક ઈજા પહોંચાડી ન હતી. ન્યાયાધીશે કહ્યું કે મહિલા આ પહેલા આરોપીઓને નાઈટ ક્લબમાં મળી હતી અને શૌચાલયમાં જતા સમયે તેમને સંકેત આપ્યા હતા.

તે જ સમયે, પીડિતાના વકીલે કોર્ટના આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે, આ નિર્ણય નિરાશાજનક અને અગમ્ય છે. તેમણે કહ્યું, ‘ના નો મતલબ ના હોય છે. દરેક વ્યક્તિએ તેનો સ્વીકાર કરવો જોઈએ પછી પીડિતાની લાઇફસ્ટાઇલ ગમે તે હોય. હું પહેલા તેના લેખિત નિર્ણયની રાહ જોઉં છું અને જોઉં છું કે ત્યારબાદ શું કરવું.

સજા પૂરી થયા બાદ ગુનેગારોને સ્વિટ્ઝર્લૅન્ડમાંથી દેશ નિકાલ કરી શકાય છે. ત્યાંના ઘણા રાજકારણીઓ પણ જજના આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે. લોકોએ આ નિર્ણયને જાતીય હિંસાના તમામ પીડિતો માટે ખોટો સંકેત ગણાવ્યો છે. સ્વિસ પીપલ્સ પાર્ટીના જેરોમ રિપોન્ડે પૂછ્યું છે કે ‘આપણે કેવા સમાજમાં રહીએ છીએ?’ એસપીપીના સભ્ય પાસ્કલ મેસેર્લીએ કહ્યું કે પીડિતાએ આખી જિંદગી એ હકીકત સાથે જીવવી પડશે કે આરોપીની સજા પૂરતી નથી.

આ પણ વાંચો : ખેડૂતોએ બાગાયતી પાકોમાં કયા ખેતી કાર્ય કરવા અને ફળ પાકમાં લેવાની કાળજીઓની માહિતી

આ પણ વાંચો : Hariyali teej 2021 : હરિયાળી ત્રીજના પર મહેંદીની આ ડિઝાઇન અજમાવી જુઓ, તમારી મહેંદી સૌથી ખાસ દેખાશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">